દુનિયાના સૌથી વૃદ્ધ કૂતરીનું મોત, તેના નામે હતો આ અનોખો વર્લ્ડ રેકોર્ડ

|

Oct 06, 2022 | 7:10 PM

એક કૂતરીના નામે પણ આવો જ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ છે. આ કૂતરીનું હાલમાં જ મૃત્યુ થયુ છે. તેનો ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral News) થઈ રહ્યો છે.

દુનિયાના સૌથી વૃદ્ધ કૂતરીનું મોત, તેના નામે હતો આ અનોખો વર્લ્ડ રેકોર્ડ
World oldest dog
Image Credit source: File photo

Follow us on

World Oldest Dog : દુનિયામાં દર અઠવાડિયામાં અનોખા વર્લ્ડ રેકોર્ડ બનતા હોય છે. લોકો પોતાના ટેલેન્ટથી ક્યારે વિચાર્યા પણ ન હોય તેવા રેકોર્ડ બનાવતા હોય છે. આ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં પ્રાણીઓ અને પક્ષીઓ પણ સામેલ છે. આપણી દુનિયાના અનેક દેશોમાં એવા ઘણા પ્રાણીઓ છે જેમની ખાસિયતને કારણે અનોખા વર્લ્ડ રેકોર્ડ બનતા હોય છે. એક કૂતરીના નામે પણ આવો જ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ છે. આ કૂતરીનું હાલમાં જ નિધન થયુ છે. તેનો ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral News) થઈ રહ્યો છે.

દુનિયાના સૌથી વૃદ્ધ કૂતરીનું નિધન

3 ઓક્ટોબર, 2022ના રોજ દુનિયાના સૌથી વૃદ્ધ કૂતરીનું  મૃત્યુ થયુ છે. તેનુ નામ પેબલ્સ છે. આ કૂતરો ટોય ફોક્સ ટેરિયર પ્રજાતિનો છે. તે અમેરિકાના સાઉથ કેરોલિનામાં તેના માલિક બોબી અને જૂલી ગ્રેગરી સાથે રહેતો હતો. સામાન્ય રીતે કૂતરાની ઉંમર 10-15 વર્ષની હોય છે, પણ આ કૂતરીની ઉંમર 22 વર્ષની થઈ ગઈ હતી. તેના નામે દુનિયાના સૌથી વૃદ્ધ કૂતરી હોવાનો વર્લ્ડ રેકોર્ડ છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

23 વર્ષની થઈ હોત પેબલ્સ

તેનો જન્મ 28 માર્ચ, વર્ષ 2000માં થયો હતો. 5 મહિના બાદ તેની ઉંમર 23 વર્ષ થઈ ગઈ હોત. પણ તે પહેલા જ તેનું મૃત્યુ થયુ છે. તેના નામ પર ઈન્સ્ટાગ્રામ પર @pebbles_since_2000 નામનું એકાઉન્ટ પણ છે. આ એકાઉન્ટમાં તમને પેબલ્સના અલગ અલગ વીડિયો અને ફોટો જોવા મળશે. ઈન્સ્ટાગ્રામ પર તેના 6 હજાર કરતા વધારે ફોલોઅર્સ પણ છે. તેના પાર્ટનર રોકીનું નિધન વર્ષ 2017માં 16 વર્ષની ઉંમરમાં થયુ હતુ. તેમના કુલ 32 બચ્ચા પણ હતા.

 

તેના માલિકનું નિવેદન

પેબલ્સના માલિક જૂલીનું કહેવું છે કે, તેના પર પરતુ ધ્યાન, પ્રેમ અને પરિવારની જેમ રાખવાને કારણે તે લાંબા સમય સુધી જીવિત રહી. અમારી પેબલ્સ ખુબ એકટિવ રહેતી હતી. તે યુવાન કૂતરાની જેમ જ દિવસમાં સૂઈ જતી અને રાત્રે જાગવાનું પંસદ કરતી હતી. તેણે અમારા સારા અને ખરાબ સમયમાં અમારો સાથ આપ્યો છે. તેના કારણે અમે સમ્માનિત અનુભવ્યે છે. તેને સંગીત સાંભળવુ ખુબ પસંદ હતુ. આ પહેલા 21 વર્ષના ટોબીકીથ નામના કૂતરા પાસે આ વર્લ્ડ રેકોર્ડ હતો. પેબલ્સના નામે આ રેકોર્ડ અપ્રેલ , 2022માં થયો.

Next Article