World Day Against Child Labour : બાળ મજૂરી દિવસ શા માટે ઉજવવામાં આવે છે, જાણો તેનો ઇતિહાસ, મહત્વ અને થીમ
World Day Against Child Labour દર વર્ષે 12 જૂને વિશ્વભરમાં બાળ મજૂરી પ્રતિબંધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ દિવસ ક્યારે અને કયા કારણોસર ઉજવવામાં આવ્યો અને આ વખતે તે કઈ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.
World Day Against Child Labour : બાળ મજૂરીનું મુખ્ય કારણ ગરીબી છે. જેના કારણે બાળકો મજૂરી કરવા મજબૂર બન્યા છે. ગરીબીને સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં હજુ ઘણા વર્ષો લાગવાના છે, પરંતુ ઘણી સંસ્થાઓ બાળ મજૂરી રોકવાનો પ્રયાસ કરી રહી છે અને અમુક અંશે સફળ પણ રહી છે. ચાલો જાણીએ કે આ દિવસની ઉજવણી કેવી રીતે અને ક્યારે શરૂ થઈ, તેનું મહત્વ અને થીમ.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓ પાસે વૈતરૂ ! છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓ પાસે અભ્યાસકાર્યને બદલે મજૂરી કરાવવામાં આવતી હોવાનો VIDEO VIRAL
વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધ દિવસનો ઇતિહાસ
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)એ સૌપ્રથમ બાળ મજૂરી રોકવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારબાદ 2002માં સર્વસંમતિથી એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાળમજૂરી બનાવવાને અપરાધ માનવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ લેબર યુનિયન (ILO) ના 187 સભ્ય દેશો છે. ILO એ વિશ્વમાં શ્રમની સ્થિતિ સુધારવા માટે અનેક સંમેલનો પસાર કર્યા છે. તદુપરાંત, તે વેતન, કામના કલાકો, અનુકૂળ વાતાવરણ વગેરે જેવી બાબતો પર જરૂરી માર્ગદર્શિકા આપતું રહે છે.
आप सभी को ‘विश्व बाल श्रम निषेध दिवस’ की हार्दिक शुभकामनाएं!
बच्चे किसी भी राष्ट्र की सशक्त नींव होते हैं, उनसे श्रम कराना अवनति तो है ही, मानवता हेतु एक अभिशाप भी है।
आइए, बाल श्रम के विरुद्ध समाज को सतत जागरूक करते हुए बच्चों के अधिकारों व हितों के संरक्षण हेतु संकल्पित हों। pic.twitter.com/RwjtbcPNft
— Yogi Adityanath (@myogiadityanath) June 12, 2023
1973માં, ILO કન્વેન્શન નંબર 138 અપનાવીને લોકોનું ધ્યાન રોજગાર માટેની લઘુત્તમ વય પર કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેનો હેતુ સભ્ય દેશોની રોજગારીની લઘુત્તમ વય વધારવાનો અને બાળ મજૂરીને દૂર કરવાનો હતો.
વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધ દિવસનું મહત્વ
બાળમજૂરીમાં ગરીબી સૌથી મોટી છે, જેના કારણે બાળકો શિક્ષણનો વિકલ્પ છોડીને જબરદસ્તી મજૂરી કરવાનું પસંદ કરે છે.આ ઉપરાંત સંગઠિત ગુનાખોરીના રેકેટ દ્વારા પણ ઘણા બાળકો બાળ મજૂરી કરવા મજબૂર છે. તેથી વૈશ્વિક સ્તરે આ દિવસની ઉજવણી કરવાનો હેતુ આ બાબતો પર લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો છે, જેથી બાળકોને બાળમજૂરીથી બચાવી શકાય.
વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધ દિવસની થીમ
બાળ મજૂરી પ્રતિબંધ દિવસ 2023 ની થીમ છે : “બધા માટે સામાજિક ન્યાય, બાળ મજૂરી નાબૂદી” (Social Justice for All, End Child Labour!).