પાકિસ્તાનથી લઈને અમેરિકા સુધી દુનિયાના આ દેશોના રાષ્ટ્રધ્વજ પર શા માટે છે સ્ટાર ?

|

Sep 18, 2024 | 7:53 PM

પાકિસ્તાનથી લઈને અમેરિકા સુધી દુનિયાના ઘણા દેશોના ધ્વજમાં તમે સ્ટાર જોયા હશે. આ સ્ટારને ઘણા દેશોના ધ્વજમાં વિશેષ પ્રતીક તરીકે પણ સામેલ કરવામાં આવ્યા છે. ત્યારે કયા દેશોના ધ્વજમાં સ્ટાર છે અને તે શું સૂચવે છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

પાકિસ્તાનથી લઈને અમેરિકા સુધી દુનિયાના આ દેશોના રાષ્ટ્રધ્વજ પર શા માટે છે સ્ટાર ?
Star on Flag
Image Credit source: Getty Images

Follow us on

ધ્વજ દેશની ઓળખનું પ્રતીક છે અને તેની ડિઝાઇનમાં વપરાતા પ્રતીકો અને રંગો ઘણા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાજકીય મહત્વને દર્શાવે છે. તમે ઘણા દેશોના ધ્વજમાં સ્ટાર જોયા હશે. આ સ્ટારને ઘણા દેશોના ધ્વજમાં વિશેષ પ્રતીક તરીકે પણ સામેલ કરવામાં આવ્યા છે. ત્યારે કયા દેશોના ધ્વજમાં સ્ટાર છે અને તે શું સૂચવે છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

પાકિસ્તાનનો ધ્વજ

પાકિસ્તાનનો ધ્વજ સંપૂર્ણપણે લીલો છે. તેમાં સફેદ ચંદ્ર અને સ્ટાર છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના ધ્વજમાંનો સ્ટાર ઈસ્લામની ધાર્મિક ભાવના દર્શાવે છે. ઇસ્લામિક પરંપરા અને ઇતિહાસમાં ચંદ્ર અને સ્ટાર પણ મહત્વપૂર્ણ છે અને તે લાંબા સમયથી સાંસ્કૃતિક પ્રતીકો પણ છે.

અમેરિકન ધ્વજ

યુનાઇટેડ સ્ટેટ્સનો ધ્વજ, જેને “સ્ટાર-સ્પેન્ગલ્ડ બેનર” તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં 50 સ્ટાર છે. યુ.એસ. ધ્વજમાંના સ્ટાર સંઘીય રાજ્યોની સંખ્યા દર્શાવે છે. અત્યારે અમેરિકામાં 50 રાજ્યો છે અને તેથી ધ્વજમાં 50 સ્ટાર્સ છે. દરેક સ્ટાર રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત અમેરિકન ધ્વજમાં 13 પટ્ટાઓ પણ છે જે અમેરિકન સ્વતંત્રતા યુદ્ધ દરમિયાન 13 કોલોનીઓની સંખ્યા દર્શાવે છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ચીનનો ધ્વજ

ચીનના ધ્વજ પર એક મોટો પીળો સ્ટાર અને ચાર નાના પીળા સ્ટાર છે. મુખ્ય સ્ટાર ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીનું પ્રતીક છે, જ્યારે ચાર નાના સ્ટાર ચાઇનીઝ સમાજના ચાર વર્ગો (કામદાર વર્ગ, ખેડૂત વર્ગ, નાના વેપારી વર્ગ અને લશ્કરી વર્ગ)નું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત લાલ રંગ સામ્યવાદ અને ક્રાંતિનું પ્રતીક છે, જ્યારે પીળો રંગ ચીનની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને પ્રાચીનતા દર્શાવે છે.

મલેશિયાનો ધ્વજ

મલેશિયાનો ધ્વજ પીળો રંગનો છે, આ સિવાય તેમાં પીળો ચંદ્ર અને 14-સ્ટારનું પ્રતીક છે. મલેશિયાના ધ્વજ પરના 14 સ્ટાર સંઘીય રાજ્યો અને સંઘીય પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સ્ટાર મલેશિયાની એકતા અને વિવિધતાના પ્રતીક છે. પીળો ચંદ્ર એ ઇસ્લામિક પ્રતીક છે, જે દેશના મુસ્લિમ બહુમતીનું પ્રતિબિંબ પાડે છે.

Next Article