ગાંધીજીના ખોળામાં રમતી આ બાળકી કોણ છે ? જાણો તેની સંપૂર્ણ કહાની

Viral Photo : આ ફોટો જોઈને પહેલો પ્રશ્ન થાય કે આ બાળક કોણ છે ? શું તે હમણાં પણ જીવિત છે ? જો જીવિત છે તો ક્યા છે ? ચાલો જાણીએ તેની પૂરી કહાણી.

ગાંધીજીના ખોળામાં રમતી આ બાળકી કોણ છે ? જાણો તેની સંપૂર્ણ કહાની
ગાંઘીજી ફોટો
Image Credit source: ફાઇલ ફોટો
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jul 03, 2022 | 11:19 PM

ગાંધીજીને આજે કોણ નથી જાણતું ? ગાંધીજી (Gandhiji) ભારતના એ મહાપુરુષ છે જેના નેતૃત્વમાં ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી. તેમના સત્ય અને અહિંસાના સિદ્ધાંતો આજે પણ ભારત અને આખી દુનિયામાં શીખવવામાં આવે છે. ગાંધીજીનું જીવન એટલુ પ્રેરણાત્મક છે કે તેમની સાથે જોડાયેલી તમામ નાનામાં નાની વસ્તુઓની ચર્ચા અવારનાવાર થતી રહે છે.તેમના મોટા ભાગના ફોટોગ્રાફ્સનું પોતાનું ઐતિહાસિક મહત્વ છે અને એ ફોટોઝ (Viral Photo) પાછળ કોઈને કોઈ વાત હોય છે. જેમ કે ભારતીય નોટ પર છપાયેલ મહાત્મા ગાંધીનો ફોટો. તે ફોટો વર્ષ 1946માં વાઈસરોય હાઉસ એટલે કે હાલના રાષ્ટ્રપતિ ભવનમાં લેવામાં આવ્યો હતો.  ગાંધીજી તે દિવસે બર્મા અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ફ્રેડરિક પેથિક લોરેન્સને મળવા આવ્યા હતા.

મહાત્મા ગાંધીની આવા જ એક પ્રખ્યાત ફોટોની વાત તમને અહી જણાવીશુ, જેમાં તેઓ એક બાળકીને ખોળામાં લઈને હસતા હોય છે. આ ફોટો ઘણા કારણોસર ખાસ છે. ફોટોમાં જોઈ શકાય છે કે બાળકીના દાંત હજુ આવ્યા નથી અને રાષ્ટ્રપિતાના દાંત તૂટી ગયા છે. સવાલ એ થાય છે કે ગાંધીજીને ખોળામાં લઈને રમી રહેલી છોકરી કોણ છે? આ ફોટો ક્યારે અને ક્યાં લેવામાં  આવ્યો હતો   ? ચાલો જાણીએ આ ફોટાનો ઈતિહાસ.

આ ફોટાનો ઈતિહાસ

આ ફોટો 1931માં એસએસ રાજપૂતાના જહાજ પર લેવામાં આવ્યો હતો .  ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા યુનાઈટેડ કિંગડમ જઈ રહ્યા હતા. જેમાં તેઓ હાજરી આપવા માંગતા ન હતા. આ યાત્રાને કવર કરનારા ફોટોગ્રાફર્સને ખબર પડી કે ગાંધીજીનું મન શાંત નહોતું. તેવા સમયે જ ગાંધીજી ખોળામાં બાળકીને લઈને હસ્યા હતા. તેમણે આ ફોટો પાડી લીધો.આ ફોટો તે સમયે ધ ન્યૂયોક ટાઈમમાં પ્રકાશિત થયો હતો.

આ બાળકીનો ઈતિહાસ

આ બાળકી કોંગ્રેસના સભ્ય શુએબ કુરેશી અને ગુલનારની પુત્રી અઝીઝ ફાતિમા હતી. પાકિસ્તાની મીડિયા સંસ્થા ડોનને આપેલા ઈન્ટરવ્યુમાં ફાતિમા કહે છે, “તેણે (ગાંધી) મારા પિતાને પૂછ્યું કે શું તેઓ મને ઉધાર આપી શકે છે. અમારી જોડીને ‘ટૂથલેસ ગ્રિન્સ’ કહેવામાં આવે છે કારણ કે અમારામાંથી કોઈને પણ દાંત નહોતા!” ફાતિમાના પિતા શુએબ કુરેશી ગાંધીના અખબાર યંગ ઈન્ડિયાના સંપાદક હતા. વિભાજન પછી કુરેશી યુએસએસઆરમાં પ્રથમ પાકિસ્તાની રાજદૂત બન્યા.

દાંત વગરની સ્મિત વિના રહેતી આ ફાતિમાનો જન્મ 23 ફેબ્રુઆરી, 1931ના રોજ ભોપાલમાં થયો હતો. તેણીના જન્મ પહેલાં જ, ફાતિમાના  દાદા મૌલાના મોહમ્મદ અલી જૌહરે તેના માટે એક નામ પસંદ કર્યું હતું. પોતાના અંતિમ દિવસોમાં વિવિધ બિમારીઓથી પીડિત મૌલાનાએ તેમની સૌથી નાની દીકરી ગુલનારને ઈચ્છા વ્યક્ત કરી હતી કે જો તેમનું પહેલું સંતાન દીકરી હોય તો તે તેનું નામ અઝીઝ ફાતિમા રાખે. ગુલનારે તેની ઈચ્છા પૂરી કરી. સાત બહેનો અને એક ભાઈમાં સૌથી મોટા અઝીઝ ફાતિમાએ પ્રારંભિક શિક્ષણ ભોપાલની કેમ્બ્રિજ સ્કૂલમાંથી મેળવ્યું હતું અને 1946માં અજમેર બોર્ડમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. શિક્ષણની ભાષા અંગ્રેજી હતી. તેણે ઉર્દૂનું શિક્ષણ તેના ખલીક કાકા (ચૌધરી ખલીકુઝમાન) પાસેથી લીધું હતું.

આ પણ વાંચો

આઝાદી સાથે ભારતનું વિભાજન પણ થયું. 1948માં ફાતિમાનો પરિવાર ભોપાલથી કરાચી ગયો. ફાતિમાના લગ્ન ડૉ. ઝૈનુલબિદિન કમાલુદ્દીન કાઝી સાથે થયા હતા. આ એક અરેન્જ્ડ મેરેજ હતું, જે ફાતિમાના જન્મ પહેલા જ ગોઠવાઈ ગયા હતા. અઝીઝ ફાતિમાનું ફેબ્રુઆરી 2020 માં તેમના કરાચીના ઘરે અવસાન થયું હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati