ગુગલ અને ઈન્ટરનેટ ન હતું, ત્યારે Forbesએ કેવી રીતે તૈયાર કર્યુ હતું દુનિયાના અમીરોનું પ્રથમ લિસ્ટ?
વિશ્વના સૌથી ધનિક લોકોની યાદી તૈયાર કરવાનું ફોર્બ્સનું કામ 1982માં શરૂ થયુ હતુ. હા ભારતે પ્રથમ ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો તે પહેલાની આ વાત છે. તે વર્ષે ફોર્બ્સે અમેરિકાના 400 સૌથી અમીર લોકોનું એક લિસ્ટ બનાવવાનું પ્લાનિંગ કર્યુ.
ફોર્બ્સની અમીરોની યાદીમાં કોનું નામ આવ્યું, કોને કયો રેન્ક મળ્યો? એલન મસ્ક કે જેફ બેજોસમાં કોણ ટોપ પર રહ્યું, ભારતમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીમાં કોને બાજી મારી. બધા જ લોકોને તેના વિશે જાણવાની ઈચ્છા રહે છે. આજના જમાનામાં તો તે જાણવુ ખુબ જ સરળ બની ગયુ છે, કારણ કે તમારી પાસે ગુગલ અને ઈન્ટરનેટ જેવા ટૂલ છે પણ વિચારો જ્યારે ફોર્બ્સે પ્રથમ લિસ્ટ તૈયાર કરી હશે, ત્યારે ગુગલ અથવા ઈન્ટરનેટ વગર કેવી રીતે આ શક્ય બન્યું હશે? ખુબ જ રસપ્રદ છે આ સ્ટોરી
વિશ્વના સૌથી ધનિક લોકોની યાદી તૈયાર કરવાનું ફોર્બ્સનું કામ 1982માં શરૂ થયુ હતુ. હા ભારતે પ્રથમ ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો તે પહેલાની આ વાત છે. તે વર્ષે ફોર્બ્સે અમેરિકાના 400 સૌથી અમીર લોકોનું એક લિસ્ટ બનાવવાનું પ્લાનિંગ કર્યુ. તેનો આઈડિયા ફોર્બ્સના માલિક મેલકોમને આવ્યો. તેમને પોતાના એડિટર્સની ટીમ સાથે આ વાત કરી પણ લોકો હાથ ઉપર કરી લીધા. તેનું પણ એક મોટુ કારણ હતું.
‘કિડનેપર્સ’ના ટાર્ગેટ પર આવવાનો હતો ડર
ફોર્બ્સના તે સમયના એડિટર્સનું કહેવુ હતું કે અમીર લોકોની સંપતિ વિશે કેવી રીતે જાણી શકાય, જ્યારે તેનાથી જોડાયેલી વધારે જાણકારી સાર્વજનિક નથી. તે સિવાય તેના મેનેજમેન્ટ સામે એક સવાલ હતો કે આ પ્રકારનું લિસ્ટ કાઢવાથી શું અમીર લોકો ફંડ રેજર્સ કે કિડનેપર્સના ટાર્ગેટ પર આવી જશે?
ત્યારબાદ મેલકોમે કહ્યું કે કોઈ વાંધો નહીં, તે આ કામ બહારના વ્યક્તિ પાસે કરાવશે, જેમાં કેટલાક એડિટર્સની મદદ જોઈશે, પછી તે સમયે શું થયું કે ફોર્બ્સે માહિતી એકત્ર કરવાની કેટલીક પદ્ધતિઓ અને ડેટા માઇનિંગની પદ્ધતિઓની શોધ કરી જે આજે પણ ઉપયોગમાં છે પણ 1987માં ફોર્બ્સે અમેરિકાની બહાર દુનિયાના અમીર લોકોનું લિસ્ટ કાઢ્યુ અને તેના માટે ઘણી મહેનત કરવી પડી.
આ રીતે તૈયાર થયુ પ્રથમ લિસ્ટ
ફોર્બ્સ 400 લિસ્ટ કાઢ્યા બાદ ફોર્બ્સે 5 વર્ષ બાદ દુનિયાના સૌથી અમીર લોકોની લિસ્ટ કાઢ્યું. તે સમયે ના તો ગુગલ હતું કે ના તો ઈન્ટરનેટ. તેથી ફોર્બ્સને ઘણી મહેનત કરવી પડી. તેના ફાઈનાન્શિયલ રિપોટર્સે દુનિયાના તમામ દેશોમાં ફોન કોલ કર્યા. ઘણા રિપોટર્સને તો એશિયાઈ દેશોના પ્રવાસ માટે મોકલ્યા. ત્યાંથી એવી જાણકારી એકત્ર કરવામાં આવી, જે સાર્વજનિક નહતી અને છેલ્લે તેમને દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ જાપાનમાં મળ્યો.
ફોર્બ્સની દુનિયાના સૌથી અમીર લોકોની પ્રથમ લિસ્ટમાં ટોપ કરનાર કોઈ અમેરિકી નહીં પણ એક જાપાની બિઝનેસમેન હતો. તેનું નામ ‘યોશિઆકી સુત્સુમી’ હતું. તેની કંપની શેઈબૂ કોર્પોરેશને તે સમયે રિયલ એસ્ટેટમાં મોટુ રોકાણ કર્યુ હતું. તે સમયે તેમની નેટવર્થ લગભગ 20 અરબ ડોલર હતી, જે આજે 44.4 અરબ ડોલરની આસપાસ હોય શકે. ત્યારબાદ 2005માં તેમનું નામ ઘણા કૌભાંડોમાં સામે આવ્યું, ત્યારબાદ તેમની નેટવર્થમાં ઝડપથી ઘટાડો થયો અને વર્ષ 2007ના લિસ્ટમાં તેમને બહાર કરવામાં આવ્યા.
2004થી આવી રહ્યું છે ભારતનું લિસ્ટ
ફોર્બ્સે વર્ષ 2004થી ભારતના સૌથી અમીર 100 લોકોનું લિસ્ટ કાઢવાની શરૂઆત કરી છે. આ લિસ્ટમાં લાંબા સમય સુધી મુકેશ અંબાણી ટોપ પર રહ્યા છે. વર્ષ 2023માં પણ તે ટોપ પર છે, જ્યારે દુનિયામાં તેમનો રેન્ક 15મો છે. ત્યારે 2023માં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક છે.