દેશની પ્રથમ હાઈસ્પીડ ટ્રેનની સ્પીડ કેટલી હશે ? જાણો ક્યારે થશે શરૂ

|

Oct 20, 2024 | 7:50 PM

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભારતમાં વર્ષ 2019માં શરૂ થઈ હતી. હાલમાં આ ટ્રેન ભારતની સૌથી ઝડપી દોડતી ટ્રેન છે. પરંતુ હવે દેશ હાઈ સ્પીડ ટ્રેન તરફ આગળ વધી રહ્યો છે. જેની બ્લુ પ્રિન્ટ લગભગ તૈયાર છે. આ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની સ્પીડ કેટલી હશે અને દેશને આ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન ક્યારે મળશે. તેના વિશે આ લેખમાં જાણીશું

દેશની પ્રથમ હાઈસ્પીડ ટ્રેનની સ્પીડ કેટલી હશે ? જાણો ક્યારે થશે શરૂ
Bullet Train

Follow us on

ભારતીય રેલવે એ વિશ્વની ચોથી સૌથી મોટી રેલવે વ્યવસ્થા છે. ભારતીય રેલવે દરરોજ 13000થી વધુ ટ્રેનો દોડાવે છે. જેમાં અડધાથી વધુ પેસેન્જર ટ્રેન છે. છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ તો ભારતીય રેલવેમાં ઘણા ફેરફારો થયા છે. ભારતીય રેલવે હવે વિશ્વની આધુનિક રેલ સેવાઓમાં પોતાનું નામ નોંધાવવાની લાઇનમાં છે. ભારતે હવે હાઇ સ્પીડ ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું છે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભારતમાં વર્ષ 2019માં શરૂ થઈ હતી. હાલમાં આ ટ્રેન ભારતની સૌથી ઝડપી દોડતી ટ્રેન છે. પરંતુ હવે દેશ હાઈ સ્પીડ ટ્રેન એટલે કે બુલેટ ટ્રેન તરફ આગળ વધી રહ્યો છે. જેની બ્લુ પ્રિન્ટ લગભગ તૈયાર છે. આ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની સ્પીડ કેટલી હશે અને દેશને આ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન ક્યારે મળશે. તેના વિશે આ લેખમાં જાણીશું.

સ્પીડ 320 પ્રતિ કિલોમીટર પ્રતિ કલાક હશે

હાલમાં ભારતમાં સૌથી ઝડપી દોડતી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની મહત્તમ ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાક છે. પરંતુ હવે ટૂંક સમયમાં જ દેશને વંદે ભારત એક્સપ્રેસ કરતા બમણી સ્પીડથી હાઇ સ્પીડ ટ્રેન મળવા જઇ રહી છે. આ ટ્રેનની સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક હોવાની શક્યતા છે. આ ટ્રેન જાપાનની શિંકનસેન E5 ટ્રેન હશે. જોકે, આ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ માત્ર 250 કિલોમીટર પ્રતિ કલાકની જ રાખવામાં આવશે.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

મુંબઈ-અમદાવાદ રેલ કોરિડોર પર ટ્રાયલ થશે

ટ્રેનની પ્રથમ ટ્રાયલ મુંબઈ-અમદાવાદ રેલ કોરિડોર પર કરવામાં આવશે. આ ભારતની સ્વદેશી બુલેટ ટ્રેન હશે. એટલે કે તેનું સમગ્ર મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ કરવામાં આવશે, જે વર્ષના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે.

આ ટ્રેનનું નિર્માણ શરૂ થયા બાદ તેને શરૂ થવામાં લગભગ 2 વર્ષનો સમય લાગી શકે છે. એટલે કે, જો તેનું મેન્યુફેક્ચરિંગ 2024 ના અંતમાં શરૂ થાય છે. તો ટ્રેનનું સંચાલન અંદાજે 2027 સુધીમાં શરૂ થઈ શકે છે. જો કે 2027 સુધીમાં ટ્રેનનું સંચાલન શરૂ થઈ જશે અને ટ્રેનનું મેન્યુફેક્ચરિંગ પૂર્ણ થશે, આ અંગેની સંપૂર્ણ માહિતી સામે આવી નથી.

Next Article