AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Passport Online Apply : ઘરે બેઠા ઓનલાઈન પાસપોર્ટ માટે કેવી રીતે કરવું એપ્લાઈ ? જાણો સમગ્ર પ્રક્રિયા

જો તમે પણ ઘરે બેઠા પાસપોર્ટ બનાવવા માંગો છો (How to Apply Passport Online), તો તેને બનાવવા માટે સરકારે M Passport Seva એપ લોન્ચ કરી છે. જેના દ્વારા એપ્લિકેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. આ માટે તમારે માત્ર 150 રૂપિયા ચૂકવવા પડશે. તમે ફક્ત તમારા ફોન પર એપ્લિકેશન ડાઉનલોડ કરીને અરજી કરી શકો છો.

Passport Online Apply : ઘરે બેઠા ઓનલાઈન પાસપોર્ટ માટે કેવી રીતે કરવું એપ્લાઈ ? જાણો સમગ્ર પ્રક્રિયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 11:01 PM
Share

જો તમારે વિદેશ જવું હોય તો તમારી પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. આ એક દસ્તાવેજ છે જે તમારી નાગરિકતા સાબિત કરે છે. અગાઉ પાસપોર્ટ બનાવવા માટે પાસપોર્ટ ઓફિસના ઘણા ધક્કા ખાવા પડતાં હતા. તેમાં ઘણો સમય લાગતો હતો. પરંતુ હવે આ પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. જો તમે ઈચ્છો તો હવે તમે ઘરે બેઠા પાસપોર્ટ માટે અરજી કરી શકો છો (How to Apply Passport Online). આ માટે તમારે વધારે ફી ચૂકવવાની જરૂર નહીં પડે.

M પાસપોર્ટ સેવા એપ

જો તમે પણ ઘરે બેઠા પાસપોર્ટ બનાવવા માંગો છો (How to Apply Passport Online), તો તેને બનાવવા માટે સરકારે M Passport Seva App લોન્ચ કરી છે. જેના દ્વારા એપ્લિકેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. આ માટે તમારે અંદર જણાવવામાં આવેલો ચાર્જ ચૂકવવો પડશે. તમે ફક્ત તમારા ફોન પર એપ્લિકેશન ડાઉનલોડ કરીને અરજી કરી શકો છો. આ માટે તમારે વારંવાર પાસપોર્ટ ઓફિસ જવાની જરૂર નથી. પરંતુ એકવાર તમારે વેરિફિકેશન માટે જવું પડશે.

આ પણ વાંચો : Passport અને Visaને લઈ છો મૂંઝવણમાં ? તો અહીં સમજો કે બંને વચ્ચે શું છે તફાવત

પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરવી તે જાણો (How to Apply Passport Online)

  • સૌથી પહેલા તમારે MPassport Seva એપ ડાઉનલોડ કરવાની રહેશે.
  • હવે New User Registration ના વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પછી તમારે તમારી નજીકની પાસપોર્ટ ઓફિસ પસંદ કરવી પડશે.
  • હવે અન્ય જરૂરી માહિતી સાથે નામ, ઈમેલ, જન્મ તારીખ દાખલ કરો.
  • તમારે એક મજબૂત પાસવર્ડ બનાવવો પડશે.
  • કેપ્ચા દાખલ કર્યા પછી, એપ્લિકેશન સબમિટ કરો અને પૂર્ણ કરો.
  • હવે તમારું વેરિફિકેશન પાસપોર્ટ ઓફિસ દ્વારા કરવામાં આવશે.
  • આ પછી વેરિફિકેશન લિંક તમારા ઓફિશિયલ ઈમેલ પર આવશે.
  • તમારે તે લિંક પર લોગ ઇન કરવું પડશે.
  • નવા પાસપોર્ટ માટે અરજી પર ક્લિક કરો.
  • બધી માહિતી દાખલ કરો.
  • ફી ભર્યા પછી, તમારે વેરિફિકેશન માટે પાસપોર્ટ સેન્ટર પર જવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડશે.
  • તમારા દસ્તાવેજોની ચકાસણી પાસપોર્ટ કેન્દ્ર પર કરવામાં આવશે.
  • આ પછી તમારી પાસપોર્ટ બનાવવા માટેની અરજી પૂરી થઈ જશે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">