શું છે મનુ-સ્મૃતિ ? તેમા લેખેલી વાતનો એક વર્ગ કેમ કરી રહ્યો છે વિરોધ ? જાણો આ અહેવાલમાં

તો ચાલો જાણીએ મનુસ્મૃતિ (Manu Smriti) વિશે. સાથે સાથે એ પણ જાણીએ કે એક મોટો વર્ગ તેનો વિરોધ કેમ કરી રહ્યુ છે. એવુ તો શું લખ્યુ છે એ મનુ સ્મૃતિમાં કે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

શું છે મનુ-સ્મૃતિ ? તેમા લેખેલી વાતનો એક વર્ગ કેમ કરી રહ્યો છે વિરોધ ? જાણો આ અહેવાલમાં
Manu-SmritiImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 7:59 PM

ભારત એક ધાર્મિક દેશ છે. તેમા અલગ અલગ ધર્મ માનનારા લોકો રહે છે. દરેકના પોતાના ધાર્મિક ગ્રંથો છે. તેમા પણ હિન્દુ ધર્મમાં તો અનેક વેદ-પુરાણો છે. તેમા લખેલી કેટલીક વાતો આજે પણ દેશના લોકો પરંપરા માનીને પાળે છે. રાજસ્થાનના જાલોરમાં (Jalore) અસ્પૃશ્યતાના કારણે અનેક હત્યાના કેસ સામે આવી રહ્યા છે. આ ઘટનાઓનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ મનુસ્મૃતિનો ઉલ્લેખ કરીને પોતાની વાત કહી રહ્યા છે. લોકોનું કહેવુ છે કે તેને કારણે એક વિધાર્થીનું મોત થયુ. તો ચાલો જાણીએ મનુસ્મૃતિ (Manu Smriti) વિશે. સાથે સાથે એ પણ જાણીએ કે એક મોટો વર્ગ તેનો વિરોધ કેમ કરી રહ્યુ છે. એવુ તો શું લખ્યુ છે એ મનુ સ્મૃતિમાં કે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

મનુસ્મૃતિ શું છે ?

મનુસ્મૃતિ એક ધાર્મિક ગ્રંથ છે. તેમાં રાજનીતિ અને ધર્મની વાતોનો ઉલ્લેખ છે. તેમા સમાજના સંચાલન માટે જે વ્યવસ્થાઓ છે, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમા 2,684 જેટલા શ્લોક છે. તેમાં 12 અધ્યાય છે. તેમાં હિંદુ સંસ્કાર વિધિ, સૃષ્ટિ વિશે, શ્રાદ્ધ વિધિની વ્યવસ્થા, વિવાહના નિયમો અને મહિલાઓ માટેના નિયમો જણાવવામાં આવ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
  1. પ્રથમ અધ્યાય – સૃષ્ટિની ઉત્પતિ અને પ્રલય વિશેની માહિતી.
  2. બીજો અધ્યાય – આર્યવર્તની સીમ, સોળ સંસ્કાર, જળવાયુ વગેરે વિશેની માહિતી.
  3. ત્રીજો અધ્યાય – ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ, આઠ પ્રકારના વિવાહ, શ્રાદ્ધ, કન્યાની પાત્રતા વગેરેની માહિતી.
  4. ચોથો અધ્યાય – ગૃહસ્થના એટલે કે લગ્નજીવનના નિયમો, દાન વગેરેની માહિતી.
  5. પાંચમો અધ્યાય – માંસનું સેવનને પાપ, ઈમાનદારી, સ્ત્રી-પુરુષનો સંબંધનો આર્દશ રુપ વગેરે વિશેની માહિતી આપવામાં આવી છે.
  6. છઠ્ઠો અધ્યાય – વાનપ્રસ્થના નિયમોનો ઉલ્લેખ.
  7. સાતમો અધ્યાય – રાજાના ધર્મ, દંડ વગેરેનો ઉલ્લેખ.
  8. આઠમો અધ્યાય – રાજાના વિવાદને સમાપ્ત કરવાની રીતો વિશેની માહિતી.
  9. દસમો અધ્યાય – ચાર વર્ણોના કર્તવ્યો વિશેનો ઉલ્લેખ.
  10. અગિયારમો અધ્યાય – ગાયવધ, માંસ સેવન અને અન્ય પાપો વિશેનો ઉલ્લેખ.
  11. બારમો અધ્યાય – સ્વર્ગલાભ અને નરક પ્રાપ્તિનો ઉલ્લેખ.

જાતિઓ વિશે લખી છે આ વાતો

આ મનુસ્મૃતિમાં જાતિ વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી છે. તેમા બ્રાહ્મણ, ક્ષત્રિય, વેશ્ય, શૂદ્ર વગેરે જાતિના લોકો વિશેની માહિતી આપવામાં આવી છે. તે બધા બ્રહ્માજીના અલગ અલગ અંગોમાંથી ઉત્પન્ન થયા હતા. તે તમામ સમાજમાં કેવા કામો કરશે તેનો પણ તેમા ઉલ્લેખ છે.

સ્ત્રીઓ માટે શું લખ્યું છે?

મનુસ્મૃતિમાં મહિલાઓના કાર્યો, તેમના કાર્યો, તેમની જીવનશૈલી કહેવામાં આવી છે, જે આજના યુગમાં યોગ્ય માનવામાં આવતી નથી. આવી સ્થિતિમાં, મનુસ્મૃતિનો ઘણો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે સ્ત્રીઓની સ્વતંત્રતા, તેમના આચરણ વિશે એવી ઘણી બાબતો છે, જેને આજે વ્યાજબી કહી શકાય નહીં. જેમ કે પાંચમા અધ્યાયના 152મા શ્લોકમાં લખ્યું છે – પિત્ર ભર્ત્ર સુતૈરવાપિ નેચેદવિરહમાત્મનઃ, એષાં હિ વિરહેણ સ્ત્રી ગહરો કુર્યાદુભે કુલે. જેનો અર્થ છે- સ્ત્રીએ તેના પિતા, પતિ અને પુત્ર સિવાય ક્યારેય એકલા ન રહેવું જોઈએ. જે સ્ત્રી તેમનાથી અલગ થઈને સ્વતંત્ર રહે છે તે તેના પતિ અને પિતા બંનેના પરિવારને કલંકિત કરે છે. આ કારણે લોકો મનુસ્મૃતિનો ઉલ્લેખ કરીને તેનો વિરોધ કરી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">