AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચિત્તાને અલગ અલગ ભાષાઓમાં શું કહેવામાં આવે છે? જાણો આવા જ સવાલોના જવાબ

ચિત્તા (Cheetah) શબ્દ સંસ્કૃત શબ્દ ચિત્રક પરથી આવ્યો છે, જેનો અર્થ ચિત્તીદાર થાય છે. આવી પરિસ્થિતિમાં ચાલો જાણીએ ચિત્તા સાથે જોડાયેલા કેટલાક સવાલોના જવાબ. ચાલો જાણીએ કે કયા રાજાના શાસનમાં સૌથી વધુ ચિતાઓ હતા? ભારતમાં છેલ્લી વખત ચિત્તાનો શિકાર કોણે કર્યો હતો? ચિત્તાને વિવિધ ભાષાઓમાં શું કહેવામાં આવે છે?

ચિત્તાને અલગ અલગ ભાષાઓમાં શું કહેવામાં આવે છે? જાણો આવા જ સવાલોના જવાબ
Cheetah
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 5:07 PM
Share

નામીબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાઓને (Cheetah) મધ્યપ્રદેશના (Madhya Pradesh) કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા. આ રીતે દેશમાંથી 1952માં લુપ્ત થઈ ગયેલી આ પ્રજાતિ ફરી એકવાર દેશની વસતી બની ગઈ છે. આઝાદી પહેલાના શિકાર અને પછી રહેઠાણની કમીના કારણે ચિત્તા લુપ્ત થઈ ગયા. દેશમાં એક સમય હતો જ્યારે પર્વતીય વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ચિત્તાઓની વસ્તી હતી.

ચિત્તાના લુપ્ત થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. પરંતુ એવું કહેવાય છે કે જ્યારે ચિત્તા શિકાર માટે પકડાયા હતા, આ કારણે તેમના પ્રજનનમાં સમસ્યાઓ આવી હતી, જેના કારણે તેમની વસ્તી ઘટતી રહી હતી. અહીં નોંધનીય બાબત એ છે કે એક સમયે દેશમાં ચિત્તાઓની સંખ્યા હજારોમાં હતી. પરંતુ ધીમે ધીમે તેમની સંખ્યા ઘટતી રહી અને પછી તેઓ લુપ્ત થઈ ગયા. એવું કહેવામાં આવે છે કે ચિત્તા શબ્દ સંસ્કૃત શબ્દ ચિત્રક પરથી આવ્યો છે, જેનો અર્થ ચિત્તીદાર થાય છે. હવે ફરી એકવાર દેશમાં ચિત્તા જોવાનો મોકો મળશે.

આવી પરિસ્થિતિમાં ચાલો આપણે ચિત્તા સંબંધિત કેટલાક જનરલ નોલેજના સવાલોના જવાબ વિશે જાણીએ. ચાલો જાણીએ કે કયા રાજાના શાસનમાં સૌથી વધુ ચિતાઓ હતા? ભારતમાં છેલ્લી વખત ચિત્તાનો શિકાર કોણે કર્યો હતો? ચિત્તાને વિવિધ ભાષાઓમાં શું કહેવામાં આવે છે?

ચિત્તાને આલગ આલગ ભાષાઓમાં શું કહેવામાં આવે છે?

કયા રાજાના શાસનમાં સૌથી વધુ હતા ચિત્તા?

ભારત પર મુઘલ બાદશાહ અકબરે 1556 થી 1605 સુધી શાસન કર્યું. એવું માનવામાં આવે છે કે બાદશાહ અકબરના શાસનકાળ દરમિયાન દેશમાં સૌથી વધુ ચિત્તાઓ હાજર હતા. તે સમયે ચિત્તાઓની સંખ્યા 1000ની નજીક હતી. ચિત્તા દ્વારા કાળિયાર અને હરણનો શિકાર કરવામાં આવતો હતો. તે વાતની જાણકારી પણ છે કે અકબરના પુત્ર જહાંગીરે ચિત્તા દ્વારા 400 થી વધુ કાળિયાર પકડ્યા હતા.

ભારતમાં ચિત્તાનો શિકાર છેલ્લી વખત કોણે કર્યો હતો?

મધ્ય પ્રદેશના કોરિયાના મહારાજા રામાનુજ પ્રતાપ સિંહ દેવને લઈને એવું માનવામાં આવે છે કે 1947માં દેશમાં છેલ્લા ત્રણ ચિત્તાનો શિકાર કર્યો હતો. આ રીતે આ ત્રણ ચિતાઓના મૃત્યુ સાથે જ આ પ્રજાતિ દેશમાંથી લુપ્ત થઈ ગઈ. ભારત સરકારે 1952 માં ઓફિશિયલ રીતે ચિત્તાના લુપ્ત થવાની જાહેરાત કરી.

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">