AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: જો વ્હેલ માણસને જીવતા ગળી જાય તો શું થશે, જુઓ વીડિયો

બ્લુ વ્હેલ (Blue Whale) ડાયનાસોરના હાડપિંજર કરતા મોટી છે, જેનું કદ લગભગ 27 મીટર છે. વ્હેલનું હૃદય ઓછામાં ઓછું ગોલ્ફ કાર્ટ જેટલું હોય છે. તેના હૃદયના ધબકારા 2 માઈલ દૂરથી સાંભળી શકાય છે. કોઈ પણ વ્હેલ પાણીમાં શ્વાસ લઈ શકતી નથી.

Knowledge: જો વ્હેલ માણસને જીવતા ગળી જાય તો શું થશે, જુઓ વીડિયો
Blue Whale
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 8:27 PM
Share

તમે તે જાણતા જ હશો કે વ્હેલ (Whale)એ વિશ્વના સૌથી મોટા જીવોમાંનું એક છે. વ્હેલની પણ ઘણી પ્રજાતિઓ છે, જેમાં બ્લુ વ્હેલ (Blue Whale) સૌથી મોટી છે. તેઓ કદમાં હાથી કરતા અનેક ગણી મોટી હોય છે. તેમના શરીરની વાત છોડો, ફક્ત બ્લુ વ્હેલની જીભ હાથીના વજન કરતા પણ વધુ હોય છે. એવું માનવામાં આવે છે કે એક પુખ્ત બ્લુ વ્હેલ 30 મીટર લાંબી અથવા લગભગ 98 ફૂટ સુધીની હોય છે અને તેનું વજન 180 ટન અથવા 1 લાખ 80 હજાર કિલો જેટલું હોય છે. તેમની સામે મનુષ્ય કીડી જેવો દેખાય છે. આ વિશાળ વ્હેલ ઘણીવાર સમુદ્રમાં જોવા મળે છે. જો વ્હેલ માણસને જીવતા ગળી જાય તો શું થશે તે જાણો.

અહીં જુઓ વીડિયો

આ વીડિયોમાં જોઈ શકાશે કે જો વ્હેલ માણસને ગળી જાય તો દાંતથી ચાવ્યા વગર જ ગળી જશે. તેનું કારણ છે કે વ્હેલ 3 ફૂટથી મોટી વસ્તુ ચાવી શકતી નથી. વ્હેલના ગળી ગયા પછી સૌથી પહેલા માણસ તેના ગળામાં જાય છે અને માણસને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ગળામાં ગયા પછી માણસના શરીરના ભાગો હાઈડ્રોક્લોરિક એસિડથી બળવા લાગશે. ત્યારબાદ માણસ વ્હેલના પાચનતંત્રમાં પહોંચે છે. વ્હેલના પાચનતંત્રની બધી જ પાચનનળીઓમાંથી પસાર થઈને માણસ વ્હેલના સૌથી મોટા પેટની અંદર જશે. સૌથી મોટા પેટમાં સ્ટમક એસિડ માણસની સ્કીનને બાળી નાખશે. ત્યારબાદ માણસ વ્હેલના બીજા પેટમાં જાય છે. ત્યારબાદ માણસ વ્હેલના ત્રાજી પેટમાં જાય છે, અહીં સુધી માણસ આવે ત્યારે માણસના શરીરના હાડકાં જ રહે છે. ત્યારબાદ વ્હેલ ઉત્સર્જન પ્રક્રિયા દ્વારા માણસના હાડકાંને તેના શરીરની બહાર કાઢે છે.

જાણો વ્હેલની અનોખી વાતો

બ્લુ વ્હેલ એ વિશ્વની સૌથી મોટી પ્રજાતિઓમાંની એક છે, જેની ઉત્પત્તિ 50 મિલિયન વર્ષો પહેલા થઈ હોવાનું માનવામાં આવે છે. તે 30 મીટર લાંબુ અને 180 ટન વજન સુધીનું હોઈ શકે છે. જો જોવામાં આવે તો બ્લુ વ્હેલ ડાયનાસોરના હાડપિંજર કરતા મોટી છે જેનું કદ લગભગ 27 મીટર છે. વ્હેલનું હૃદય ઓછામાં ઓછું ગોલ્ફ કાર્ટ જેટલું હોય છે. તેના હૃદયના ધબકારા 2 માઈલ દૂરથી સાંભળી શકાય છે. કોઈ પણ વ્હેલ પાણીમાં શ્વાસ લઈ શકતી નથી. તેમના માથા પર એક છિદ્ર છે, જેની મદદથી તે શ્વાસ લેવામાં સક્ષમ છે. પાણીમાંથી બહાર નીકળતી વખતે, તે છિદ્રોની મદદથી શ્વાસ લે છે.

બ્લુ વ્હેલ 35 મિનિટથી 2 કલાક સુધી તેના શ્વાસને રોકી શકે છે. બ્લુ વ્હેલ એક કફમાં 500 કિલો ક્રિલ અથવા નાની માછલી ખાઈ શકે છે અને તેમાંથી પાંચ લાખ કેલરી મેળવી શકે છે. એટલે કે તે 4 ટનથી લઈને 6 ટન ખોરાક ખાઈ શકે છે. તે ખોરાકની ઉર્જાનો સંગ્રહ કરે છે, જેના કારણે તે લગભગ 200 દિવસ સુધી ખોરાક વગર જીવી શકે છે. જ્યારે બ્લુ વ્હેલ બચ્ચાને જન્મ આપે છે, ત્યારે તેનું વજન લગભગ 2.5 ટન હોય છે, તેનું વજન પ્રતિ કલાક 8 પાઉન્ડ વધે છે અને દરરોજ 1.5 ઇંચના દરે વધે છે.

બ્લુ વ્હેલનું આયુષ્ય 70 થી 90 વર્ષ છે. શરીરના અન્ય ભાગોની તુલનામાં, બ્લુ વ્હેલનું મગજ ખૂબ નાનું છે અને તેનું વજન માત્ર 6.92 કિલો છે, જે તેના શરીરના વજનના 0.007 ટકા છે. સૌથી અનોખી વાત એ છે કે બ્લુ વ્હેલ 90 દિવસ સુધી ઉંઘ્યા વગર જીવી શકે છે. સૂતી વખતે તેનું મન અડધું જાગતું અને અડધું ઊંઘતું હોય છે. પહેલા એકલા એન્ટાર્કટિકામાં 2,39,000 બ્લુ વ્હેલ હતી. 1864 માં વિસ્ફોટક હાર્પૂનની શોધ પછી અને સતત શિકારને કારણે, તે 20મી સદીના અંત સુધીમાં લુપ્ત થઈ. હવે વિશ્વભરમાં તેમની માત્ર 10,000 થી 25,000 પ્રજાતિઓ છે.

બ્લુ વ્હેલ વિશ્વનું સૌથી શક્તિશાળી પ્રાણીઓ છે. તે 1000 માઈલ દૂર એકબીજાનો અવાજ સાંભળી શકે છે. એટલે કે તમે 1000 માઇલ દૂર સુધી એકબીજાને કોલ કરી શકો છો. તે તેના સાથીઓને બોલાવવા માટે ખૂબ જ મધુર અવાજ કરે છે. બ્લુ વ્હેલની ગરદન ખૂબ જ લચીલી હોય છે, જે સ્વિમિંગ કરતી વખતે ગોળ-ગોળ ફરે છે. તેમની પૂંછડીના છેડે બે માથા હોય છે જે તેમને તરવામાં મદદ કરે છે. તે 46 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે. બ્લુ વ્હેલ એકાંત પ્રાણીઓ છે અન્ય વ્હેલથી વિપરીત, બ્લુ વ્હેલ ગ્રુપમાં જવાને બદલે એકલા અથવા જોડીમાં મુસાફરી કરે છે.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">