AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો પૃથ્વી 2 મિનિટ માટે ફરવાનું બંધ કરે તો શું થશે? અસરો તમારી કલ્પના બહાર હશે!

ધરતી પર દિવસ અને રાત કેવી રીતે થાય છે અથવા વર્ષો કેવી રીતે બદલાય છે. આ તમામ ઘટના પૃથ્વીના તેની ધરી પરના પરિભ્રમણ અને સૂર્યના પરિભ્રમણ પર આધારિત છે. પૃથ્વી હંમેશા પોતાની ધરી અને સુર્યની ચારેબાજુ ઘૂમતી રહે છે. આ કારણોસર સમય આગળ વધે છે. પરંતુ કલ્પના કરો કે જો પૃથ્વી અચાનક તેની ધરી પર ફરવાનું બંધ કરી દે તો શું થશે ?

જો પૃથ્વી 2 મિનિટ માટે ફરવાનું બંધ કરે તો શું થશે? અસરો તમારી કલ્પના બહાર હશે!
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 5:54 PM
Share

નાનપણથી તમે વિજ્ઞાનના ક્લાસમાં વાંચ્યું હશે કે દિવસ અને રાત કેવી રીતે થાય છે અથવા વર્ષો કેવી રીતે બદલાય છે. આ તમામ ઘટના પૃથ્વીના તેની ધરી પરના પરિભ્રમણ અને સૂર્યના પરિભ્રમણ પર આધારિત છે. પૃથ્વી હંમેશા પોતાની ધરી અને સુર્યની ચારેબાજુ ઘૂમતી રહે છે. આ કારણોસર સમય આગળ વધે છે. પરંતુ કલ્પના કરો કે જો પૃથ્વી અચાનક તેની ધરી પર ફરવાનું બંધ કરી દે તો શું થશે ?

આ પણ વાંચો: ભૂકંપ-સુનામીની ભવિષ્યવાણી થશે સાકાર.. NISAR સેટેલાઈટ આપશે ખાસ માહિતી, જાણો કેટલુ છે તેનું બજેટ?

‘પરિણામ ગંભીર હશે’

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Quora પર, લોકો તેમના પ્રશ્નો પૂછે છે અને અન્ય વપરાશકર્તાઓ તેમના જવાબ આપે છે. તાજેતરમાં એ જ પ્લેટફોર્મ પર એક વ્યક્તિએ પૂછ્યું – “જો પૃથ્વી 2 મિનિટ માટે ફરવાનું બંધ કરે તો શું થશે?” કેટલાક લોકોએ આ સવાલનો જવાબ આપ્યો છે અને પોતાની રીતે સમજાવ્યું છે કે જો પૃથ્વી ફરવાનું બંધ કરશે તો શું થશે.

અમિત નામના વ્યક્તિએ કહ્યું- “જો પૃથ્વી માત્ર 2 મિનિટ માટે ફરવાનું બંધ કરી દે તો નજારો ભયાનક બની જશે, કારણ કે પૃથ્વી તેની ધરી પર લગભગ 1000 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફરે છે. જેવી જ પૃથ્વી ફરવાનું બંધ કરશે કે 1000 માઈલ પ્રતિ કલાકના બળથી આપણે પૂર્વ તરફ ફેંકાઈશું. જો પૃથ્વી હંમેશ માટે ફરવાનું બંધ કરી દે તો પૃથ્વીના એક ભાગમાં દિવસ અને બીજા ભાગમાં રાત હશે. જેના કારણે એક ભાગનું તાપમાન વધશે અને બીજા ભાગમાં ઠંડુ રહેશે.

‘ગુરુત્વાકર્ષણ બળ સમાપ્ત થઈ જશે’

નીતીશ નામના વ્યક્તિએ કહ્યું – “પૃથ્વી ફરવાનું બંધ કરશે તો પૃથ્વીનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ સમાપ્ત થશે અને જો આવું 2 મિનિટથી પણ ઓછા સમય માટે થાય તો સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી ખૂબ જ વધુ ઝડપે આગળ વધશે. તે સૂર્યના કેન્દ્ર તરફ આગળ વધશે અને થોડા જ સમયમાં તે સૂર્યના કેન્દ્રમાં પ્રવેશ કરશે અને સમગ્ર પૃથ્વી સૂર્યમાં સમાઈ જશે.”

વિજ્ઞાન શું કહે છે

આ તો હતા લોકોના જવાબો પરંતુ વાસ્તવમાં વિજ્ઞાન શું કહે છે, અમે તમને આ વિશે પણ જણાવી દઈએ. આ સવાલનો જવાબ ખગોળશાસ્ત્ર, શસ્ત્રો અને વિજ્ઞાન સાથે જોડાયેલી વેબસાઈટ Space.comમાં આપવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો કે આ શક્ય નથી, પરંતુ જો એવું થાય કે પૃથ્વી ફરવાનું બંધ કરી દે તો દિવસ અને રાત બંધ થઈ જશે. જો પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી રહેશે તો 6 મહિના દિવસ અને 6 મહિનાની રાત રહેશે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના નુકસાનને કારણે, અવકાશમાંથી આવતા રેડિયેશન પૃથ્વી પર પહોંચશે અને લોકોનું સ્વાસ્થ્ય બગડશે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">