111, 222, 333… શું હોય છે આ એંજલ નંબરો જે જીવનમાં લાવે છે સમૃદ્ધિ, જાણો આ નંબરોનો અર્થ
Angel Numbers: 111, 222, 333....આ બધી એક જેવી સંખ્યા છે, પરંતુ અંકશાસ્ત્ર અનુસાર તેનું ઘણું મહત્વ છે. અંકશાસ્ત્રની ભાષામાં તેમને એંજલ નંબર્સ કહેવામાં આવે છે.

આપણી દુનિયા અનેક રહસ્યોથી ભરપૂર છે. ભારતમાં પણ એવી ઘણી વસ્તુઓ છે, જે આખી દુનિયાને આશ્ચર્યમાં મુકે છે. તમે અંકશાસ્ત્ર (Numerology) વિશે સાંભળ્યુ જ હશે. તેની જ એક રહસ્યમય વાત આ અહેવાલમાં તમને જાણવા મળશે. 111, 222, 333… આ બધા એક જ જેવા નંબર છે, પરંતુ અંકશાસ્ત્ર અનુસાર તેમનું ઘણું મહત્વ છે. જો તમે 11:11 મિનિટે ભગવાન પાસે કંઈક માંગો છો અથવા તમારુ કોઈ બિલ 222 રૂપિયા આવે છે, તો તે અંકશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ સંખ્યાઓ તેમની સાથે ઊર્જા લાવે છે.
આ પુનરાવર્તિત થતી સંખ્યાઓને એંજલ નંબર્સ (Angel Numbers) કહેવામાં આવે છે. અંકશાસ્ત્ર અનુસાર, જો આવા નંબર વાહનની નંબર પ્લેટ, ડિજિટલ ઘડિયાળ, ઘરના સરનામામાં દેખાય છે તો તે શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તમને અચાનક ક્યાક એંજલ નંબર દેખાય છે તો તે ભગવાનના સંદેશ જેવું છે અને તે શુભ છે. આ સંખ્યાઓ તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે.
કયો એન્જલ નંબર કોના માટે ઉપયોગી છે તે કેવી રીતે જાણવું?
અંકશાસ્ત્ર પરના પુસ્તક ‘અ લિટલ બિટ ઓફ ન્યુમરોલોજી’ના લેખક નોવેલી વાઈલ્ડર કહે છે કે, કોઈપણ વ્યક્તિ તેનો એંજલ નંબર શોધી શકે છે. આ નંબરો ગમે ત્યાં જોઈ શકાય છે, જેમ કે લાઇસન્સ પ્લેટ પર, ઘરની બહાર લખેલા સરનામા પર, ફોન નંબરમાં અથવા ડિજિટલ ઘડિયાળોમાં. આમાંના કોઈપણ સ્થળે દેખાતા એંજલ નંબર્સનો અર્થ અલગ છે. તેમનુ દેખાવુને કંઈક સારુ થવાનું સૂચક માનવામાં આવે છે, જે જીવનમાં મોટા ફેરફારો પણ લાવી શકે છે.
દરેક એંજલ નંબરનો શું અર્થ હોય છે?
000: કોઈપણ જગ્યાએ આ નંબરનો દેખાય તો તે આધ્યાત્મિક મહત્વ દર્શાવે છે. તેનો અર્થ એ છે કે તમે જે આધ્યાત્મિક શક્તિમાં વિશ્વાસ કરો છો તે તમને ટેકો આપે છે. શૂન્ય સંખ્યા કોઈ વસ્તુની શરૂઆત સૂચવે છે. તેથી 000નો અર્થ થાય છે કે કંઈક સારું શરૂ થવાનું છે.
111: આ નંબરનો અર્થ જીવનની સમૃદ્ધિ છે. જો તમે આ નંબર જુઓ છો તો તે કહે છે કે જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે. તમે જેની સાથે જોડાયેલા છો તે આધ્યાત્મિક શક્તિ તમને મદદ કરશે.
222: આ નંબર સૂચવે છે કે તમે તમારા જીવનમાં એવા સ્થાન પર છો, જ્યાં સંતુલન અને વિશ્વાસને મહત્વ આપવું જોઈએ. તમે તમારી અંદર અથવા તમારા નજીકના સંબંધોમાં શાંતિ શોધી રહ્યા છો અથવા તમે તમારા જીવનમાં સુમેળભર્યા કંઈક માટે નવી શરૂઆત કરી શકો છો.
333: જો તમે અચાનક બધે 333 નંબર જોતા હોવ તો તમારા સર્જનાત્મક કાર્યોમાં સામેલ થવાનો સમય આવી ગયો છે. ધ સિક્રેટ ઓફ ટેરોટ મુજબ નંબર 3 સર્જનાત્મકતા સાથે સંકળાયેલ છે. નંબર 333 જોવાનો અર્થ એ છે કે એન્જલ્સ તમને ટેકો આપી રહ્યા છે કારણ કે તમે તમારા જીવનમાં એક આકર્ષક પગલું લઈ રહ્યા છો.
444: આ નંબર પ્રમાણિકતા અને આંતરિક શાણપણ સાથે સંકળાયેલ છે. જો તમે આ નંબર જોવ છો તો તેનો અર્થ એવો થઈ શકે છે કે તમારી આધ્યાત્મિક માર્ગદર્શિકા તમને જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેના જવાબો માટે તમારી અંદર જોવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. તમે સખત મહેનત કરી રહ્યા છો એ પણ એક સ્વીકૃતિ છે.
555: આ નંબર જોવાનો અર્થ એ છે કે તમારી આસપાસ મોટા ફેરફારો થઈ રહ્યા છે. આધ્યાત્મિક શક્તિ તમને સકારાત્મક રહેવાની યાદ અપાવવા માટે આ નંબર દેખાય છે.