Traffic Rules: ટ્રાફિક પોલીસને કારની ચાવી કાઢવાનો છે અધિકાર ? જરૂર જાણો આ 5 નિયમ
ભારતમાં ટ્રાફિક પોલીસ (Traffic Police)ની ગેરવર્તણૂકના ઘણા કિસ્સાઓ આપણે સાંભળતા રહીએ છીએ. આવા સમયે, ડ્રાઇવર તરીકે આપણા માટે આપણા અધિકારો જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં અમે તમને વાહનની ચાવી કાઢવાના મહત્વના નિયમો વિશે જણાવી રહ્યા છીએ.

રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે ટ્રાફિક (Traffic Rules) પોલીસ દ્વારા અટકાવવામાં આવતા હોય છે. જો આપણે નિયમોનું પાલન કરીએ છીએ અને ખોટુ કર્યું નથી તો આપણે ડરવાની જરૂર નથી. પરંતુ કમનસીબે, ભારતમાં ટ્રાફિક પોલીસ (Traffic Police)ની ગેરવર્તણૂકના ઘણા કિસ્સાઓ આપણે સાંભળતા રહીએ છીએ. આવા સમયે, ડ્રાઇવર તરીકે આપણા માટે આપણા અધિકારો જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં અમે તમને વાહનની ચાવી કાઢવાના મહત્વના નિયમો વિશે જણાવી રહ્યા છીએ.
આ દસ્તાવેજો તમારી પાસે રાખો
- કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો છે જે તમારે ડ્રાઇવિંગ કરતી વખતે હંમેશા તમારી સાથે રાખવા જોઈએ.
- Registration certificate (RC)
- Pollution under control (PUC)
- Insurance document
- Driving license
આ નિયમો જાણવા તમારા માટે ખુબ જરૂરી
- પોલીસ અધિકારી હંમેશા તેના યુનિફોર્મમાં હોવો જોઈએ અને જો તે યુનિફોર્મમાં ન હોય તો તમે તેની પાસે ઓળખ કાર્ડ માંગી શકો છો. જો તે ઓળખપત્ર બતાવતો નથી, તો તમે તમારા દસ્તાવેજો બતાવવાનો ઇનકાર પણ કરી શકો છો.
- જો તમને દંડ કરવામાં આવે છે, તો તે સત્તાવાર રસીદ પુસ્તક અથવા ઇ-ચલણ મશીનમાંથી આવવી જોઈએ. જો આવી કોઈ રસીદ નથી, તો તમે એકરીતે લાંચ આપી રહ્યા છો.
- જો ટ્રાફિક પોલીસ તમારા કોઈપણ દસ્તાવેજો જપ્ત કરવાનું નક્કી કરે, તો તેની રસીદ પણ માગો.
- તમારી પરવાનગી વિના પોલીસ અધિકારી તમારી કારની ચાવી લઈ શકતા નથી.
- જો તમે વાહનની અંદર બેઠા હોવ તો પોલીસ તમારું વાહન ટો કરી શકશે નહીં.
શું ટ્રાફિક પોલીસ ધરપકડ કરી શકે?
મોટર વ્હીકલ એક્ટ મુજબ, પોલીસકર્મી અમુક કલમો હેઠળ ગુના માટે નાગરિકોની ધરપકડ કરી શકે છે. આ સાથે પોલીસને કોઈપણ વોરંટ વગર ધરપકડ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. મોટર વ્હીકલ એક્ટમાં લખવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિએ પોલીસની હાજરીમાં કલમ 184, 185 197 હેઠળ શિક્ષાપાત્ર કૃત્ય કર્યું હોય તો યુનિફોર્મમાં આવેલ પોલીસકર્મી કોઈપણની ધરપકડ કરી શકે છે.
જો કે, જો કોઈની કલમ 185 હેઠળ સજાપાત્ર ગુના માટે ધરપકડ કરવામાં આવી હોય તો તો કલમ 203 અને કલમ 204 માં ઉલ્લેખિત તબીબી તપાસ ધરપકડના બે કલાકની અંદર કરવી જોઈએ નહીં તો આરોપી વ્યક્તિને છોડવો પડશે.

પોલીસ વોરંટ વગર ક્યારે ધરપકડ કરી શકે?
- યુનિફોર્મમાં આવેલ કોઈપણ પોલીસ અધિકારી આ પરિસ્થિતિઓમાં વોરંટ વિના ધરપકડ કરી શકે છે.
- કોઈપણ વ્યક્તિ કે જેણે આ કાયદાની જોગવાઈઓ હેઠળ પોતાનું નામ અને ઠેકાણું જાહેર કરવાનો ઇનકાર કર્યો છે અથવા પોલીસ માને છે કે તે ખોટો છે, તેની ધરપકડ થઈ શકે છે.
- કોઈપણ વ્યક્તિ કે જે આ કાયદા હેઠળના ગુનામાં હોય છે અને પોલીસને લાગે છે કે તે ફરાર થઈ જશે અથવા સમન્સની સેવા ટાળશે તો તેની ધરપકડ થઈ શકે છે.
- ખતરનાક રીતે ડ્રાઇવિંગ (કલમ 184), ડ્રગ્સના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ (કલમ 185), માલિકની સંમતિ અથવા કાયદેસર સત્તા (કલમ 197) વિના ડ્રાઇવિંગ, તેનું નામ અને સરનામું જાહેર કરવાનો ઇનકાર કરવા પર ફરાર થવાની આશંકા પર ધરપકડ કરી શકાય છે.