AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

700 ગધેડીના દૂધથી નાહતી હતી આ રાણી, આ કારણથી પુરુષોને બનાવતી હતી શિકાર!

Knowledge : આ દુનિયા રહસ્યોથી ભરપૂર છે. અવારનવાર દુનિયાને એવા ઘણા રહસ્યો જાણવા મળે છે, જેને સાંભળીને કેટલીકવાર લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. આ અહેવાલમાં તમને એક એવી જ વાત જાણવા મળશે.

700 ગધેડીના દૂધથી નાહતી હતી આ રાણી, આ કારણથી પુરુષોને બનાવતી હતી શિકાર!
QueenImage Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 8:13 PM
Share

ભારત અને દુનિયાનો પ્રાચીન કાળ ઘણો સમૃદ્ધ છે. આ પ્રાચીન કાળની વાતો જાણવામાં દુનિયાના લગભગ દરેક વ્યક્તિને જીજ્ઞાસા જાગે છે. તેમાં એવી ઘણી વાતો જાણવા મળે છે જે ખરેખર એકવાર માટે આશ્ચર્યમાં મુકી દે છે. આપણે જ્યારે શાળામાં કે વડીલો પાસે રાજા-મહારાજાની વાર્તાઓ સાંભળતા હતા, ત્યારે તેમના વિશે જાણવાની અને તેમના જેવા રાજા-રાણીના ફોટો અને મહેલો જોવાની કેટલી ઈચ્છા થતી. ખરેખર તેની એ જીજ્ઞાસાની એક અલગ મજા હોય છે. લોકો તેમની સાથે જોડાયેલી વાતો જાણવાનો વધુને વધુ પ્રયાસ કરતા હોય છે. રાજા-મહારાજાના યુદ્ધની અનેક વાર્તા આપણે સાંભળી છે. આજે અમે તમને એક એવી રાણીની (Queen) વાત કરવા જઈ રહ્યા છે તે દુનિયાની સૌથી સુંદર અને બુદ્ધિશાળી રાણી માનવામાં આવતી હતી. આ રાણીનું નામ હતુ ક્લિયોપેટ્રા (Queen Of Egypt Cleopatra). તેણે એકલા હાથે રાજ પણ કર્યુ હતુ. તેણે ઈજિપ્તના પ્રાચીન મિસ્ત્ર રાજ્ય પર 51 ઈસા પૂર્વથી 30 ઈસા પૂર્વ સુધી રાજ કર્યુ હતુ.

ક્લિયોપેટ્રા નામ ગ્રીક શબ્દ kléos પરથી આવ્યુ છે. જેનો અર્થ થાય છે મહિમા. તમને જાણીને નવાઈ લાગશે કે તે રાણી તેના સમયમાં સૌથી સુંદર મહિલા હતી. તે પોતાની સુંદરતા જાળવી રાખવા માટે 700 ગધેડીના દૂધથી નહાતી હતી. તે સુંદર હોવાની સાથે સાથે બુદ્ધિમાન પણ હતી. તેના મોત પછી રોમન સામ્રાજ્યે તેના રાજ્ય પર નિયંત્રણ મેળવી લીધુ હતુ. એક રિપોર્ટ અનુસાર આ રાણી મિસ્ત્રની ભાષા જાણવાવાળી પહેલી ટોલેમી શાસક હતી. તેના પહેલાના શાસકો ફકત ગ્રીક ભાષા જાણતા હતા. આ રાણીને 8 ભાષાઓનું જ્ઞાન હતુ. તે ઈથોપિયન, હીબ્રુ, અરામાઈક, અરબી, સિરિયાક, મધ્ય, પાર્થિયન અને લેટિન ભાષાની જાણકાર હતી.

પિતાના મૃત્યુ પછી સંભાળી હતી રાજ્યની સત્તા

આ રાણીના પિતા ટોલેમી XII અને તેની માતાનું નામ ક્લિયોપેટ્રા વી ટ્રિફેના હતુ. તેના પિતાનું જ્યારે મૃત્યુ થયુ તેમની ઉંમર 18 વર્ષની હતી. તેમના અવસાન બાદ આ રાણીએ હિંમતથી આ રાજ્યનું શાસન કર્યુ હતુ.

આ પણ વાંચો

ક્લિયોપેટ્રા હતી ચતુર નેતા

ક્લિયોપેટ્રાની રાજનીતિ, સંપર્ક બનાવી રાખવાનું કૌશલ્ય, સતત પરિવર્તન કરવાની ક્ષમતાએ તેને પ્રાચીન દુનિયાની એકમાત્ર મહિલા શાસક બનાવી. તે એક ચતુર નેતા હતી. આ જ કારણ હતું કે તે કોઈની સાથે પણ ઝડપથી જોડાઈ જતી અને તેના બધા રહસ્યો જાણી લેતી. તે પુરૂષો સાથે સંબંધ બાંધીને તેમના રહસ્યો સરળતાથી જાણી લેતી હતી. તે મોટી મોટી માહિતી પ્રાપ્ત કરવા પુરુષોને શિકાર બનાવતી હતી. તેનું મૃત્યુ 39 વર્ષની ઉંમેર થયુ હતુ. તેનું મૃત્યુ કઈ રીતે થયુ તેનું કારણ હમણા સુધી જાળવા નથી મળ્યુ. તેમનું મૃત્યુ રહસ્ય જ બની રહ્યુ છે.

g clip-path="url(#clip0_868_265)">