આ છે ભારતનું અંતિમ રેલ્વે સ્ટેશન, મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝએ પણ કર્યો હતો આ રુટથી પ્રવાસ, જાણો તેની હાલની સ્થિતિ

અહીં કોઈ પેસેન્જર ટ્રેન રોકાતી નથી, જેના કારણે અહીં મુસાફરોની અવરજવર નથી. આવો જાણીએ સિંઘબાદ રેલવે સ્ટેશન (Singhabad Railway Station)સાથે જોડાયેલી ખાસ વાતો.

આ છે ભારતનું અંતિમ રેલ્વે સ્ટેશન, મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝએ પણ કર્યો હતો આ રુટથી પ્રવાસ, જાણો તેની હાલની સ્થિતિ
Singhabad Railway StationImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 11:15 PM

ભારતીય રેલવે ભારતના ખૂણે ખૂણે વિસ્તરેલી છે. તે લાખો લોકોને અનેક સ્થળ સુધી પહોંચાડે છે. તે સમયે  યાત્રીઓની સુવિધામાં વધારો કરવા નવા  નિર્ણયો લેતી રહી છે. ભારતમાં અંગ્રેજોના સમયથી ટ્રેનો ચાલે છે. ભારતે કોલસાથી ચાલતી ટ્રેનોથી શરુઆત કરીને આજે મેટ્રો અને બુલેટ ટ્રેન સુધીની સફર જોઈ છે. તમે ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરી હશે, આ દરમિયાન તમારી ટ્રેન તમામ સ્ટેશનો પરથી પસાર થઈ હશે, પરંતુ શું તમારા મનમાં પ્રશ્ન આવ્યો છે કે દેશનું છેલ્લું સ્ટેશન કયું છે? ભારતનું છેલ્લું સ્ટેશન (Last Station of India) સિંઘબાદ છે જે બાંગ્લાદેશ સરહદને અડીને આવેલું છે. એવું કહેવાય છે કે આ અંગ્રેજોના જમાનાનું સ્ટેશન છે અને આજે પણ તે એવું જ છે જે રીતે અંગ્રેજોએ તેને છોડી દીધું હતું. પરંતુ દેશ આઝાદ થયો ત્યારથી આ સ્ટેશન સાવ નિર્જન રહે છે. અહીં કોઈ પેસેન્જર ટ્રેન રોકાતી નથી, જેના કારણે અહીં મુસાફરોની અવરજવર નથી. આવો જાણીએ સિંઘબાદ રેલવે સ્ટેશન (Singhabad Railway Station) સાથે જોડાયેલી ખાસ વાતો.

સિંઘબાદના રેલવે બોર્ડે લખ્યું છે ‘ભારતનું છેલ્લું સ્ટેશન’

અહીંના રેલ્વે બોર્ડ પર લખેલું છે ‘ભારતનું અતિંમ સ્ટેશન’. અહીં સિગ્નલ, કોમ્યુનિકેશન અને સ્ટેશનને લગતા તમામ સાધનો, ટેલિફોન અને ટિકિટો આજે પણ અંગ્રેજોના સમયના છે. સિગ્નલ માટે હેન્ડ ગિયર્સનો ઉપયોગ થાય છે. નોન-સ્ટોપ પેસેન્જર ટ્રેનને ના હોવાને કારણે અહીં ટિકિટ કાઉન્ટર હંમેશા બંધ રહે છે. સ્ટેશન પરનો સ્ટાફ ઓછો છે. સ્ટેશનના પર એક નાનકડી સ્ટેશન ઓફિસ દેખાય છે.

બાંગ્લાદેશની રચના બાદ થયો હતો કરાર

એવું કહેવાય છે કે 1971 પછી જ્યારે બાંગ્લાદેશની રચના થઈ ત્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુસાફરીની માંગ વધવા લાગી. આ પછી એક સમજૂતી થઈ, જે પછી ભારત અને બાંગ્લાદેશ જતી ટ્રેનો આ રૂટ પર માલગાડીઓ દોડવા લાગી. વર્ષ 2011માં નેપાળને પણ આ કરારમાં સુધારો કરીને સામેલ કરવામાં આવ્યું હતું. આજે બાંગ્લાદેશ સિવાય નેપાળ જતી માલગાડીઓ પણ આ સ્ટેશન પરથી પસાર થાય છે. રોહનપુર થઈને બાંગ્લાદેશ જતી અને ભારતથી નેપાળ જતી ગુડ્ઝ ટ્રેનો અહીં ઘણી વખત રોકાય છે અને સિગ્નલની રાહ જુએ છે.

આ પણ વાંચો

ગાંધી અને બોઝે પણ કરી હતી આ રુટની મુસાફરી

કહેવાય છે કે સિંઘબાદ રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના હબીબપુર વિસ્તારમાં છે. એક સમયે સિંઘબાદ રેલ્વે સ્ટેશને કોલકાતા અને ઢાકા વચ્ચે જોડાણ સ્થાપિત કર્યું હતું. તે સમયે આ માર્ગનો ઉપયોગ થતો હતો. ઢાકા પહોંચવા માટે મહાત્મા ગાંધી અને સુભાષ ચંદ્ર બોઝ પણ આ માર્ગ પરથી ઘણી વખત પસાર થયા છે. એક સમય હતો જ્યારે દાર્જિલિંગ મેલ જેવી ટ્રેન અહીંથી પસાર થતી હતી, પરંતુ આજના સમયમાં અહીં કોઈ પેસેન્જર ટ્રેન રોકાતી નથી.

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">