કોન્ડોમ ખરીદવાની ઉંમર હવે નક્કી થઈ, Teen Age માં ગર્ભાવસ્થા પર લાગશે પ્રતિબંધ
દેશમાં કિશોરવયની ગર્ભાવસ્થાના વધતા દરને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ આ નિર્ણય દેશમાં સામાજિક અને રાજકીય ચર્ચાનું કારણ બન્યો છે. કોન્ડોમ ખરીદવાની ઉંમર હવે નક્કી કરવામાં આવી છે.

સોમવારે રવાન્ડાની સંસદે હેલ્થકેર સર્વિસીસ બિલમાં સુધારો કરીને એક મોટો નિર્ણય લીધો. હવે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની કિશોરીઓ તેમના માતાપિતાની પરવાનગી વિના ગર્ભનિરોધકનો ઉપયોગ કરી શકશે. દેશમાં કિશોરવયની ગર્ભાવસ્થાના વધતા દરને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ આ નિર્ણય દેશમાં સામાજિક અને રાજકીય ચર્ચાનું કારણ બન્યો છે.
40% વસ્તી 15 વર્ષથી ઓછી ઉંમરની છે
લગભગ 13 મિલિયન કરોડની વસ્તી ધરાવતા રવાન્ડામાં 40 ટકાથી વધુ લોકો 15 વર્ષથી ઓછી ઉંમરના છે. કિશોરાવસ્થામાં ગર્ભાવસ્થાના વધતા જતા બનાવોને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 18 વર્ષની વય મર્યાદાને કારણે હજારો કિશોરવયની છોકરીઓને અનિચ્છનીય ગર્ભાવસ્થાનો સામનો કરવો પડ્યો હતો. ગયા વર્ષે જ આવા 22,000 કેસ નોંધાયા હતા.
સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓએ ચિંતા વ્યક્ત કરી
સંસદમાં રજૂ કરાયેલા એક અહેવાલ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં, લગભગ 1 લાખ કિશોરીઓએ અનિચ્છનીય ગર્ભાવસ્થાનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં છોકરીઓએ શાળા છોડી દીધી હતી. શિક્ષણ અને સામાજિક વિકાસની દ્રષ્ટિએ આ એક ગંભીર પડકાર બની ગયો છે.
‘ગ્રેટ લેક્સ ઇનિશિયેટિવ ફોર હ્યુમન રાઇટ્સ એન્ડ ડેવલપમેન્ટ’ના પ્રોગ્રામ ડિરેક્ટર જોન સ્કેરિયસે કહ્યું છે કે તે સાબિત થયું છે કે રવાન્ડાની કિશોરીઓ 15 વર્ષની ઉંમર પહેલા જાતીય રીતે એક્ટિવ થઈ જાય છે. આવી સ્થિતિમાં આ નિર્ણય વ્યવહારુ અને પ્રગતિશીલ છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ કાયદાથી અનિચ્છનીય ગર્ભાવસ્થા, શાળા છોડી દેવા અને ગર્ભપાતને કારણે થતા મૃત્યુમાં પણ ઘટાડો થશે.
પહેલા ઇમ્પ્લાન્ટ અને ગોળીઓ
શરૂઆતમાં સંસદે કિશોરવયની છોકરીઓને ગર્ભનિરોધક ગોળીઓ અને ઇમ્પ્લાન્ટની ઍક્સેસ આપવા માટે મતદાન કર્યું હતું, પરંતુ પછીથી કોન્ડોમને પ્રાથમિકતા આપવા માટે સંમતિ આપી હતી. જો કે રવાન્ડામાં ગર્ભપાત હજુ પણ ગેરકાયદેસર છે. તે ફક્ત રેપ, વ્યભિચાર અથવા બળજબરીથી લગ્નના કિસ્સાઓમાં જ માન્ય છે.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
