કયારેય ગર્ભવતી નથી દેખાઈ મહારાણી એલિઝાબેથ દ્વિતીય, આ છે તેની પાછળનું રસપ્રદ કારણ

એક શાનદાર સાર્વજનિક જીવન હોવા છતાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય (Queen Elizabeth II) કોઈ દિવસ લોકોને ગર્ભવતી દેખાયા નથી. ફક્ત એકવાર તેમનું બેબી બંપ દેખાયુ હતુ, જેના પર કદાચ કોઈનું ધ્યાન ગયુ ન હતુ. ચાલો જાણીએ કે ગર્ભાવસ્થા દરમિયાન મહારાણી એલિઝાબેથ દ્વિતીય સાર્વજનિક જીવનમાં લોકો સામે કેમ ન દેખાયા.

કયારેય ગર્ભવતી નથી દેખાઈ મહારાણી એલિઝાબેથ દ્વિતીય, આ છે તેની પાછળનું રસપ્રદ કારણ
Queen Elizabeth-2 With FamilyImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 5:16 PM

Queen Elizabeth II pregnancy : બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી રાજ કરનાર મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું થોડા સમય પહેલા નિધન થયું છે. તેમનું જીવન શાહી અંદાજમાં પસાર થયું છે અને તેમના જીવન સાથે ઘણી રસપ્રદ વાતો જોડાયેલી છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીય ચાર બાળકોની માતા હતી. કિંગ ચાર્લ્સ તૃતીય, પ્રિન્સેજ એન, પ્રિન્સ એન્ડ્રયૂ અને પ્રિન્સ એડવર્ડ તેમના સંતાનો છે. એક શાનદાર સાર્વજનિક જીવન હોવા છતાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય (Queen Elizabeth II) કોઈ દિવસ લોકોને ગર્ભવતી દેખાઈ નથી. ફક્ત એકવાર તેમનું બેબી બંપ દેખાયુ હતુ, જેના પર કદાચ કોઈનું ધ્યાન ગયુ ન હતુ. ચાલો જાણીએ કે ગર્ભાવસ્થા દરમિયાન મહારાણી એલિઝાબેથ દ્વિતીય સાર્વજનિક જીવનમાં લોકો સામે કેમ ન દેખાઈ.

બીજા અન્ય શાહી પ્રોટોકોલ અનુસાર, આ પણ એક નિયમ છે કે ગર્ભાવસ્થા દરમિયાન તેમણે લોકો સામે આવવું નહીં. સાર્વજનિક રીતે તેની વાત કરવાની પણ મનાઈ હોય છે. સામાન્ય લોકોની જેમ શાહી પરિવારે પણ તેને ગુપ્ત રાખ્યુ હતુ.

કઈ રીતે છુપાવી ગર્ભાવસ્થા ?

હાલના શાહી સભ્યોની જેમ તે સમયે મહારાણી પોતાની ગર્ભાવસ્થાને લોકોને સમક્ષ રજૂ ન કરી. તે સમયે તેએઓ ઢીલા કપડા, બોક્સી કોટ્સ અને બ્લાઉઝ પહેરીને ગર્ભાવસ્થા છુપાવતા હતા. ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં તેઓ લોકોથી દૂર રહ્યા હતા. વર્ષ 1948માં મહારાણી એલિઝાબેથ દ્વિતીયની ગર્ભાવસ્થા દરમિયાન બકિંઘમ પેલેસ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે, મહારાણી એલિઝાબેથ દ્વિતીય જૂનના અંત પછી કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. 14 નવેમ્બર, 1948ના રોજ તેમની પહેલા સંતાન કિંગ ચાર્લ્સ તૃતીયનો જન્મ થયો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મહારાણીને પસંદ ન હતો ‘ગર્ભાવસ્થા’ શબ્દ

અનેક રિપોર્ટસ અનુસાર, મહારાણી એલિઝાબેથ દ્વિતીય ‘ગર્ભાવસ્થા’ શબ્દને અશ્લીલ માનતા હતા. તેમણે લોકોને વિંનતી કરી હતી કે આ શબ્દના સ્થાને તેઓ ‘in the family way’ શબ્દનો ઉપયોગ કરે. મહારાણી એલિઝાબેથ દ્વિતીય જ્યારે પહેલીવાર વર્ષ 1948માં મા બન્યા ત્યારે તેમની ઉંમર 22 વર્ષ હતી. તેમણે તે સમયે 22 કલાક પ્રસવની પીડા સહન કરી હતી. રિપોર્ટસ અનુસાર, પહેલા સંતાનના જન્મ સમયે તેમના પતિ પ્રિંસ ફિલિપ તેમની સાથે હાજર ન હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">