Pustak na pane thi: વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ, 40 દિવસનું હનીમૂન અને લગ્ન ચાલ્યા માંડ 4 વર્ષ !
અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.
કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.
પુસ્તકના પાનેથી શ્રેણીમાં વાત કરીશું વેલેન્ટાઇન્સ ડે અંગે. વેલેન્ટાઇન્સ ડે એ પ્રેમનો વસંતોત્સવ છે ત્યારે વાત કરવી છે એવા યુગલની જેમના જીવનમાં અખૂટ પ્રેમ હતો , ક્યાંક ફરિયાદો પણ હતી તો ક્યાંક નફરત તો ક્યાંક અફસોસની લાગણી પણ પ્રવર્તતી હતી. આ યુગલો એવા છે જેમાં લોકો હજી પણ વર્ષોથી સાથે છે અને કેટલાક યુગલો નજીવા વર્ષોમાં છૂટા પડી ગયા હતા.
સામંથા અને ચૈતન્ય નગા એવું યુગલ છે જેઓ એકબીજા માટે અપ્રતિમ લાગણી ધરાબતા હતા, તેમના લગ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા અને લગ્નમાં 10 કરોડ જેટલી જંગી રકમ ખર્ચવામાં આવી હતી તેમનું 40 દિવસ સુધી હનિમૂન મનાવ્યું હતું અને તેઓ 4 વર્ષમાં જ છૂટા પડી ગયા.