AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાસુએ વેલેન્ટાઇન વીકમાં જ ‘ખરો ખેલ’ કર્યો… પહેલા ’18 વર્ષ નાના જમાઈ’ને જાળમાં ફસાવ્યો અને હવે બનેવી સાથે થઈ ‘રફુચક્કર’

રાજ્યમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા પોતાની દીકરીના મંગેતર (થનારા જમાઈ) સાથે પ્રેમમાં પડી ગઈ અને તેની સાથે ભાગી ગઈ.

સાસુએ વેલેન્ટાઇન વીકમાં જ 'ખરો ખેલ' કર્યો... પહેલા '18 વર્ષ નાના જમાઈ'ને જાળમાં ફસાવ્યો અને હવે બનેવી સાથે થઈ 'રફુચક્કર'
| Updated on: Feb 12, 2026 | 11:47 AM
Share

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક હેરાન કરી દે, તેવી ઘટના સામે આવી છે. અહીં એક પરિણીત મહિલા પોતાની જ દીકરીના મંગેતર સાથે પ્રેમમાં પડી ગઈ હતી અને તેની સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી. 10 મહિના પહેલા આ ઘટના ઘણી ચર્ચામાં રહી હતી. જો કે, એવામાં ફરી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હવે તે મહિલા યુવકને છોડીને પોતાના બનેવી સાથે ફરાર થઈ ગઈ છે. આ સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો છે અને પોલીસ તપાસ કરી રહી છે.

18 વર્ષ નાના જમાઈ સાથે જતી રહી

38 વર્ષીય પિંકી (નામ બદલ્યું છે) આશરે દસ મહિના પહેલા પોતાના પતિ અને બાળકોને છોડીને પોતાનાથી 18 વર્ષ નાના એવા ભાવિ જમાઈ મનોજ (નામ બદલ્યું છે) સાથે જતી રહી હતી. બંનેના સંબંધોની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે મનોજની સગાઈ મહિલાની પુત્રી સાથે નક્કી થઈ હતી. સગાઈ પછી મનોજ અને તેની થનારી સાસુ વચ્ચે વાતચીત શરૂ થઈ, જે ધીરે ધીરે નિકટતામાં બદલાઈ ગઈ. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે, લગ્નના માત્ર 12 દિવસ પહેલા જ પિંકી પોતાના ભાવિ જમાઈ સાથે ભાગી ગઈ હતી.

એવામાં જ્યારે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો, ત્યારે બંનેએ પોલીસ સામે સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એવું કહેવાય છે કે, મહિલાએ પોતાના પતિ અને પરિવારને છોડીને મનોજ સાથે જીવન વિતાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ બંને અલીગઢ છોડીને બિહારના સીતામઢી જિલ્લામાં જઈને રહેવા લાગ્યા. બીજું કે, ત્યાં મનોજ ફેરી કરીને કપડાં વેચવાનું કામ કરવા લાગ્યો અને બંને સાથે રહેતા હતા.

મનોજે લગાવ્યો ‘આરોપ’

મનોજનો આરોપ છે કે, 6 ફેબ્રુઆરીએ તે દરરોજની જેમ કામ પર ગયો હતો, જ્યારે તે પાછો આવ્યો ત્યારે પિંકી ઘરેથી ગુમ થઈ ગઈ હતી. મનોજનો દાવો છે કે, તે તેની પાસે રહેલા બે લાખ રૂપિયા રોકડા અને કિંમતી ઘરેણાં પણ સાથે લઈ ગઈ છે.

આટલું જ નહીં મનોજે આરોપ લગાવ્યો છે કે, પિંકી હવે તેના જ બનેવી સાથે જતી રહી છે, જેના કારણે આ મામલો વધુ ગૂંચવાયો છે. પીડિત મનોજ દાદોન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા અને ન્યાય માટે આજીજી કરવા ગયો હતો. પોલીસે કહ્યું કે, આ ઘટના તેમના અધિકારક્ષેત્રની બહાર છે, કારણ કે તે બિહારના સીતામઢીમાં બની હતી.

આ પણ વાંચો: ધોતી-કુર્તામાં ક્રિકેટ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી એક અનોખી મેચ રમાઈ જેનો વીડિયો વાયરલ, પીએમ મોદી કરી ચૂક્યા છે વખાણ

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">