AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટ્રોલ પૂરાવતા સમયે માત્ર ઝીરો જ નહીં આ બાબતોનું પણ રાખવુ જોઈએ વિશેષ ધ્યાન, નહીં તો થઈ શકે છે મોટુ નુકસાન

પેટ્રોલ પંપ પર મશીનમાં શૂન્ય સિવાય પણ અનેક વસ્તુઓનું ધ્યાન રાખવુ અત્યંત જરુરી છે. ગ્રાહકોઓ સતર્ક રહે તે માટે કેન્દ્ર સરકારના કન્ઝ્યુમર અફેર્સ વિભાગે ટ્વીટ કરીને ગ્રાહકોના કામની અનેક માહિતી આપી હતી. જેમાં ગ્રાહકે પેટ્રોલ અને ડિઝલ પુરાવતા કઈ બાબતનું ધ્યાન આપવુ જરુરી છે. તે અંગે માહિતી આપી છે.

પેટ્રોલ પૂરાવતા સમયે માત્ર ઝીરો જ નહીં આ બાબતોનું પણ રાખવુ જોઈએ વિશેષ ધ્યાન, નહીં તો થઈ શકે છે મોટુ નુકસાન
Petrol
Disha Thakar
| Edited By: | Updated on: Jan 03, 2024 | 5:20 PM
Share

મોટાભાગના લોકો પાસે આજે પોતાના વાહનની સુવિધા છે. જેમાં સામાન્ય રીતે બધા પેટ્રોલ કે ડિઝલ ભરાવતા હોય છે. પરંતુ આપણે બધાએ સાંભળ્યુ તો હશે જ કે આવા સમયે કર્મચારીઓ દ્વારા ઘણી વાર ગ્રાહકને છેતરવામાં આવે છે. જેના પગલે મોટા ભાગના લોકો સતર્કતાના ભાગ રુપે પેટ્રોલ કે ડિઝલ ભરાવતી વખતે મશીન પર શૂન્ય છે કે નહિ તે ચેક કરી દઈએ છીએ. આ સાથે બીજી ઘણી બધી સાવચેતીઓ પણ રાખવી પડશે.

પરંતુ માત્ર આ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને આ છેતરપિંડી રોકી શકાતી નથી. આ માટે તમારે ઘણી બાબતો પર ધ્યાન આપવું પડશે. જો કે, આ કોઈ મોટું કામ નથી અને તમે તેને સરળતાથી કરી શકો છો. આનાથી બે મોટા ફાયદા થશે. પ્રથમ, તમે તમારી કારને ભેળસેળયુક્ત પેટ્રોલ અને ડિઝલથી બચાવી શકશો, અને તમે નાણાકીય નુકસાનથી પણ બચી શકશો.

પેટ્રોલ પંપ પર મશીનમાં શૂન્ય સિવાય પણ અનેક વસ્તુઓનું ધ્યાન રાખવુ અત્યંત જરુરી છે. ગ્રાહકો સતર્ક રહે તે માટે કેન્દ્ર સરકારના કન્ઝ્યુમર અફેર્સ વિભાગે ટ્વીટ કરીને ગ્રાહકોના કામની અનેક માહિતી આપી હતી. જેમાં ગ્રાહકે પેટ્રોલ અને ડિઝલ પુરાવતા કઈ બાબતનું ધ્યાન આપવુ જરુરી છે. તે અંગે માહિતી આપી છે.

ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, “ગ્રાહકો ધ્યાન આપો! પેટ્રોલ અને ડીઝલ ભરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવુ જોઈએ. મીટર રીડિંગ 0.00 હોવું જોઈએ, આ સાથે જ ડિસ્પેન્સિંગ મશીનનું વેરિફિકેશન સર્ટિફિકેટ દર્શાવવું જોઈએ. “જો ગ્રાહકો ઈચ્છે તો, તેઓ પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ 5 લિટર સ્કેલનો ઉપયોગ કરીને વાહનમાં ભરાવેલુ પેટ્રોલ ફરીથી બહાર ચેક કરવુ જોઈએ.

ગ્રાહકો ક્યાં ફરિયાદ કરી શકે

કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે કોઈ પણ શંકાના કિસ્સામાં, ગ્રાહકો લીગલ મેટ્રોલોજી ઓફિસરને ફરિયાદ કરી શકે છે અથવા નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન નંબર 1915 પર ફરિયાદ નોંધાવી શકે છે.જેમના દ્વારા આવા સમયમા જે તે એકમ પર કાર્યવાહી કરવામાં આવશે.જો પેટ્રોલ પંપ પર કર્મચારી તમને મશીનનું વેરિફિકેશન સર્ટિફિકેટ નથી બતાવતા કે ઘનતા ચેક કરવા નથી દેતા તે સમયે તમે પેટ્રોલ પંપ લખેલા હેલ્પલાઈન નંબર પર પણ ફોન કરીને તમારી સમસ્યા જણાવી ઉકેલ મેળવી શકો છો.

ઘનતા પણ તપાસો

પેટ્રોલની ઘનતામાં વિસંગતતા હોય તો તમને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે ઘનતાનો સીધો સંબંધ પેટ્રોલ અથવા ડીઝલની શુદ્ધતા સાથે છે.જ્યારે તમે પેટ્રોલ પર ઉપલ્બ્ધ ઘનતા ચેક કરવા માટે પેટ્રોલની ઘનતા ચેક કરવા ત્યાંથી મળેલા પાત્રમાં નાખો છો. ત્યારે એ ધ્યાન રાખવુ કે તે પાત્ર પારદર્શક હોવુ જોઈએ.તમે પારદર્શક પાત્રમાં પેટ્રોલ કે ડિઝલ નાખશો ત્યારે જો ભેળસેળ હશે તમને સરળતાથી ખબર પડી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">