અરે આ શું…ખોરાકમાં મીઠા, મરચાની જગ્યાએ રેતી અને માટી નાખે છે અહીંના લોકો! કારણ જાણી તમે પણ ચોકી જશો, જુઓ VIDEO
શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં લોકો મીઠા, મરચા જેવા મસાલાની જગ્યાએ રેતી અને માટી ઉમેરીને પોતાનો ખોરાક બનાવે છે. આ વાત પર વિશ્વાસ કરવો આપણા માટે થોડું મુશ્કેલ છે, પરંતુ આ વાત સો ટકા સાચી છે.
મિત્રો, કલ્પના કરો કે તમને એવી જગ્યાએ થોડા દિવસો રહેવાનું કહેવામાં આવે છે, જ્યાં ખાવા માટે તમારી પાસે બધી જાતના શાકભાજી હોય, પરંતુ શાકભાજીમાં ન તો મસાલા હોય કે ન મીઠું. મસાલાને તો છોડો પણ જરા વિચારો કે શાક, દાળ, ભાત કે અન્ય કોઈ પણ ખોરાકમાં મીઠું જ ન હોય તો ! તો પછી તમે ક્યાં સુધી એ જગ્યાએ રહેવાનું પસંદ કરશો? કદાચ એક દિવસ પણ નહીં કારણ કે ચાલો મસાલા વગર ચલાવી લેવાય પણ મીઠા વગર તો કોઈ પણ ખોરાક ના ભાવે મીઠું વગર તો ખોરાકમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ આવતો નથી.
દુનિયાની એવી જગ્યા જ્યાં મસાલા તરીકે માટીનો ઉપયોગ
પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં લોકો મીઠા, મરચા જેવા મસાલા તરીકે રેતી અને માટી ઉમેરીને ખોરાક બનાવે છે. આ વાત પર વિશ્વાસ કરવો આપણા માટે થોડું મુશ્કેલ છે, પરંતુ આ વાત સો ટકા સાચી છે. હોમુર્ઝ આઈલેન્ડ તે જગ્યા છે. અહીંના લોકો ભોજનમાં મીઠું કે મસાલો ઉમેરતા નથી, પરંતુ અહીં માટી અને રેતી નાખીને તે ખોરાક ખૂબ જ ઉત્સાહથી ખાય છે. ત્યારે ચાલો જાણીએ કે આ કઈ જગ્યા છે અને તે કેમ ભોજનમાં માટી નાખીને ખાય છે.
ક્યા છે આ જગ્યા અને કેમ નાંખે છે ખોરાકમાં માટી?
હવે તમે વિચારતા જ હશો કે લોકો માટી ઉમેરીને ભોજન કેમ રાંધે છે. શું આનાથી તેમના સ્વાસ્થ્યને નુકસાન નથી થતું? અને તે એવી કે કઈ જગ્યા છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે ઈરાનમાં આવેલ એક હોર્મુઝ દ્વીપ નામની જગ્યા છે જ્યા લોકો માટીનો મસાલા તરીકે ઉપયોગ કરે છે. અને તેનાથી તેમના સ્વાસ્થ્યને નુકસાન નથી થતું પરંતુ ફાયદો થાય છે કારણ કે અહીંની જમીનમાં મોટી માત્રામાં મીઠું, આયર્ન અને અન્ય પોષક તત્વો મળી રહે છે, જે લોકો માટે આરોગ્યપ્રદ છે અને આ જ કારણ છે કે અહીંના લોકો માટી અને રેતીથી ખોરાક રાંધે છે. જોકે આ માટીને પહેલા સારી રીતે સાફ કરવામાં આવે છે.
હોર્મુઝ આઇલેન્ડ પર રગબેરંગી રેતી અને માટી જોવા મળે છે જો કે તેના પહાડો પણ રંગબેરંગી છે આથી તેને રેઇન્બો આઇલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે અહીંની માટી અને રેતી રંગબેરંગી છે.