અમદાવાદના આ વિસ્તારમાં બનશે  Lotus Park

29 નવેમ્બર, 2024

ફ્લાવર શોની સફળતા બાદ હવે અમદાવાદને એક નવી ભેટ મળવા જઈ રહી છે.

અમદાવાદ શહેરમાં 80 કરોડના ખર્ચે ભવ્ય લોટસ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે.  

અમદાવાદના ગોતા વિસ્તારમાં 25 હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યો છે.

આ નવો પાર્ક આગામી બે વર્ષમાં અમદાવાદનું નવું આકર્ષણ બનશે.

આ પાર્કમાં ફ્લાવર શો જેવો બગીચો પણ હશે, જેમાં લોકોને કાયમી ધોરણે અનોખા ફૂલોના છોડ જોવા મળશે.

આ વર્ષના બજેટમાં ગોતા વોર્ડમાં એસજી હાઇવે પર દેવસીટી પાસે ટીપી સ્કીમ-29ના ફાઇનલ પ્લોટ-4માં લોટસ પાર્ક વિકસાવવાની યોજના બનાવવામાં આવી હતી.

 25 હજાર ચોરસ મીટરની જગ્યામાં દેશના તમામ રાજ્યોના ફૂલો એક જગ્યાએ જોવા મળશે.

પ્રોજેક્ટનો આકાર કમળ જેવો છે. દરેક પાંખડી દેશના જુદા જુદા રાજ્યના ફૂલોનું પ્રતિનિધિત્વ કરશે.

આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી થીમ પર વિકસાવવામાં આવશે.