પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવનાર સુકાની શ્રેયસ અય્યરને ખરીદવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો.
શ્રેયસને ખરીદવા પ્રીટિ ઝિન્ટાએ 26.75 કરોડની આશ્ચર્યજનક બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
IPL Auction માં પંત પહેલા શ્રેયસ અય્યર થોડી મિનિટો માટે સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.
પંજાબ કિંગ્સની સહ-માલિક અને બોલિવૂડ સ્ટાર પ્રીતિ ઝિન્ટાને આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે IPLમાં જે કંઈ થાય છે તે હંમેશા રેકોર્ડ તોડવાની અપેક્ષા રાખવામાં આવે છે.
આ બાદ તેણે કહ્યું કે, શ્રેયસને પૂરી રકમ નહીં મળે.
પ્રીટિ ઝિન્ટાએ શ્રેયસ અય્યરને 26 કરોડ રૂપિયા મળવાની વાત કરી, તો ઇન્ટરવ્યુઅરે વચ્ચે પડીને તેને યાદ અપાવ્યું કે તેની કિંમત લગભગ 27 કરોડ રૂપિયા (26.75 કરોડ) છે.
અહીં જ પ્રીતિ ઝિન્ટાએ મજાકમાં શ્રેયસની માફી માંગી હતી અને તેને યાદ અપાવ્યું હતું કે ટેક્સમાં કેટલાક પૈસા પણ કાપવામાં આવશે. આ બોલતાની સાથે જ તે પોતે પણ હસી પડી.