વિચિત્ર પ્રક્રિયાથી તૈયાર થાય છે દુનિયાની સૌથી મોંઘી અને શાનદાર કોફી, જુઓ Video
World’s Most Expensive Civet Coffee : દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જે સ્વાદમાં ટેસ્ટફૂલ અને ભાવમાં સૌથી મોંઘી હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાની સૌથી મોંઘી કોફીમાંથી એક કોફી એક બિલાડીના મળમાંથી બને છે.
Kopi luwak Making Video : દુનિયામાં ચા પીનારા અને કોફી પીનારા લોકોનો અલગ અલગ વર્ગ છે. ભારતમાં ચા પીનારા લોકોની સંખ્યા વધારે છે. ભારતમાં યુવા વર્ગ કોફી પીવાનો પણ શોખીન છે. ઘણા લોકો એવા પણ હોય છે જે કોફીનો નવો સ્વાદ મેળવવા માટે દુનિયાભરમાં ફરતા હોય છે. દુનિયાની સૌથી મોંઘી કોફીઓમાંથી એક Kopi luwak સૌથી અલગ છે. આ કોફી કઈ રીતે બને છે તે જાણીને તમે ચોંકી જશો.
તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાની આ સૌથી મોંઘી કોફીમાંથી એક Kopi luwak એશિયાઈ દેશો સહિત દક્ષિણ ભારતમાં પણ બને છે. આ Kopi luwakના પ્રતિ કિલોનો ભાવ 80 હજાર રુપિયા સુધીનો છે, જ્યારે અમેરિકામાં Kopi luwakનો એક કપ 6 હજાર રુપિયામાં મળે છે. આ કોફી Civet નામની બિલાડીના મળમાંથી બનતી હોવાથી તેને Civet Coffee પણ કહેવાય છે.
આ પણ વાંચો : ગજબ હો ! 400 કિલોનું તાળું, 4 ફૂટની ચાવી, જાણો કોણે બનાવ્યું રામ મંદિરનું તાળું
બિલાડીના મળમાંથી બને છે દુનિયાની સૌથી મોંઘી કોફી
(Video Credits – Noal Farm youtube )
દુનિયામાં Civet નામની બિલાડીની એક પ્રજાતિ છે. આ પ્રજાતિને વાંદરાની જેવી લાંબી પૂંછડી હોય છે. ઈકોસિસ્ટમ જાળવી રાખવા માટે આ બિલાડી મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તમને સવાલ જરુર થયો હશે કે બિલાડીના મળમાંથી કઈ રીતે કોફી બનતી હશે ? અને આવી કોફી લોકોને પસંદ કેમ આવે છે ? આ કોફી બનવવાની સંપૂર્ણ પ્રક્રિયા તમને આ વીડિયોમાં જોવા મળશે.
આ પણ વાંચો : GK Quiz : ગંગા કે નર્મદા ભારતની સૌથી લાંબી નદી કઈ છે ? જાણો ગુજરાતની સૌથી લાંબી નદી વિશે
સિવેટ બિલાડી કોફી બીન્સ ખાવાની શોખીન હોય છે. તે કોફીના બીન્સને બિલાડી સંપૂર્ણ રીતે પચાવી શકની નથી. જેને કારણે બિલાડીના મળની સાથે કોફીના તે બીન્સ પર બહાર નીકળે છે. આ મળને શુદ્ધ કરીને, તેમાંથી બેક્ટેરિયા કાઢીને કોફી બિન્સને અલગ કરવામાં આવે છે. કોફી બીન્સને સંપૂર્ણ રીતે શુદ્ધ કરવામાં આવે છે. બિલાડીના શરીરના આંતરડામાં પાચક ઈન્ઝાઈમ ભરવાથી આ કોફી વધુ સારી બને છે. તેની પૌષ્ટિકતામાં વધારો થતો હોવાથી તે દુનિયાની સૌથી મોંઘી કોફી બને છે.
આ પણ વાંચો : ભારત સરકારે નવા પાસપોર્ટ અરજદારો માટે નિયમોમાં કર્યા કેટલાક ફેરફાર, નવા નિયમો જાણવા વાંચો આ પોસ્ટ