GK Quiz : ગંગા કે નર્મદા ભારતની સૌથી લાંબી નદી કઈ છે ? જાણો ગુજરાતની સૌથી લાંબી નદી વિશે
કોઈપણ પ્રકારની પરીક્ષા આપવા જઈએ કે ઈન્ટરવ્યુ આપવા જઈએ ત્યારે જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમને GKના આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો જણાવીશું. જે તમને ઉપયોગી થશે.
GK Quiz : જ્યારે પણ અભ્યાસ (Study) કે નોકરીની (Job) વાત આવે છે ત્યારે તેમાં એક વસ્તુ આપોઆપ ઉમેરાઈ જાય છે અને તે છે જનરલ નોલેજ. (General knowledge) કારણ કે તે અભ્યાસ અને નોકરી બંને માટે જરૂરી છે. જ્યારે પણ આપણે અભ્યાસ માટે કે નોકરી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા (Exam) આપવા જઈએ કે ઈન્ટરવ્યુ આપવા જઈએ ત્યારે જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. આમાંના કેટલાક પ્રશ્નો એવા છે જે તમે પહેલીવાર સાંભળ્યા હશે. આજે અમે તમને GKના આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો જણાવીશું. જે તમને ઉપયોગી થશે.
આ પણ વાંચો GK Quiz : શું ગુજરાતમાં દોડી હતી ભારતની પ્રથમ રેલવે ? જાણો ભારતમાં ક્યારે થયો રેલવેનો પ્રારંભ
પ્રશ્ન – કયા દેશની જેલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની છૂટ છે? જવાબ – નોર્વેની
પ્રશ્ન – કયો દેશ ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન કરે છે? જવાબ – ચીન
પ્રશ્ન – કેટલા વર્ષો પછી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવે છે? જવાબ – 4 વર્ષ પછી
પ્રશ્ન – વિશ્વમાં સૌથી વધુ શિક્ષિત પક્ષી કયું છે? જવાબ – વિશ્વમાં સૌથી વધુ શિક્ષિત પક્ષી ‘Puck’નામનો પોપટ છે, તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.
પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં હળદર સૌથી વધુ જોવા મળે છે? જવાબ – આંધ્રપ્રદેશમાં
પ્રશ્ન – ભારતની સૌથી લાંબી નદી કઈ છે? જવાબ – ગંગા
ગંગા ભારતની સૌથી લાંબી નદી છે, તેની લંબાઈ લગભગ 2,525 કિમી છે. બ્રહ્મપુત્રા અને સિંધુ નદીઓ લંબાઈની દૃષ્ટિએ ગંગા કરતાં લાંબી છે, પરંતુ ભારતમાં તેમનો વિસ્તાર ઓછો છે.
ભારતમાં ગંગા તરીકે ઓળખાતી નદી હિંદુ માન્યતામાં સૌથી પવિત્ર નદી છે અને તે ભારતીય ઉપખંડ સાથે સંકળાયેલી સૌથી લાંબી નદી પણ છે. તે ઉત્તરાખંડમાં ગંગોત્રી ગ્લેશિયરમાંથી નીકળે છે અને તે ઉત્તરાખંડના દેવપ્રયાગ ખાતે ભાગીરથી અને અલકનંદા નદીઓના સંગમથી શરૂ થાય છે.
ગુજરાતની સૌથી લાંબી નદી
ભારતની પશ્ચિમ દિશામાં આવેલી સાબરમતી નદી એ ગુજરાત રાજ્યની સૌથી લાંબી નદી છે, આ નદીનો મોટાભાગનો ભાગ ગુજરાત રાજ્યમાંથી વહે છે. અને ખંભાતના અખાત થઈને અરબી સમુદ્રમાં ભળે છે.