GK : કેટલાક દેશોની વસ્તી કરતાં વધુ બાળકો ભારતની આ શાળામાં અભ્યાસ કરે છે, જાણો વિશ્વની સૌથી મોટી શાળા વિશે
જ્યારે શિક્ષણના ક્ષેત્રમાં વધુ સારી સુવિધાઓ અને મોટી સિદ્ધિઓની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો વિદેશી દેશોનો ઉલ્લેખ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વની સૌથી મોટી શાળા ભારતમાં છે?
GK : જ્યારે શિક્ષણના (Education) ક્ષેત્રમાં વધુ સારી સુવિધાઓ અને મોટી સિદ્ધિઓની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો વિદેશી દેશોનો ઉલ્લેખ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વની સૌથી મોટી શાળા ભારતમાં છે? ઉત્તર પ્રદેશના લખનૌમાં વિશ્વની સૌથી મોટી સ્કૂલ આવેલી છે. આ સ્કૂલનું નામ સિટી મોન્ટેસરી સ્કૂલ છે, જેને ટૂંકમાં CMS પણ કહેવામાં આવે છે.
વર્ષ 1959માં માત્ર 5 વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવામાં આવી
આ શાળા વર્ષ 1959માં માત્ર 5 વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે તે સમયે શાળાના સ્થાપક ડૉ. જગદીશ ગાંધી અને ડૉ. ભારતી ગાંધીએ 300 રૂપિયા ઉછીના લઈને તેની શરૂઆત કરી હતી. પરંતુ આજે તે આખી દુનિયાની સૌથી મોટી શાળા બની ગઈ છે. આજે આ શાળામાં 55 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે. તેના 21 કેમ્પસ, 1000 ક્લાસ રૂમ, 3800 કોમ્પ્યુટર ઉપરાંત 2500 શિક્ષકો સાથે કુલ 4500 કર્મચારીઓ શાળામાં કાર્યરત છે.
શાળાના નામે અનેક એવોર્ડ
સિટી મોન્ટેસરી સ્કૂલને ઘણા એવોર્ડ પણ મળ્યા છે. વર્ષ 2019માં વિદ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી શાળા તરીકે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવી હતી. એટલું જ નહીં, શાળાને વર્ષ 2002માં યુનેસ્કો પ્રાઈઝ ફોર પીસ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળાએ સમયાંતરે અનેક એવોર્ડ મેળવ્યા છે.
શાળામાં વર્ગ પ્રમાણે અલગ-અલગ ફી
આ સ્કૂલમાં બાળકની ઉંમર પ્રમાણે પ્લે ગ્રુપ અને પ્રિ-પ્રાઈમરી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ સમયે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ જન્મ પ્રમાણપત્ર આપવાનું હોય છે અને ધોરણ 3 અને તેથી ઉપરના વર્ગોમાં પ્રવેશ માટે, શાળા દ્વારા લેવામાં આવેલી લેખિત કસોટીમાં પાછલા વર્ષના પરિણામો અને પ્રદર્શનને ધ્યાનમાં લેવામાં આવે છે, તેમજ શાળાના આચાર્ય સાથેની મુલાકાત બાદ જ બાળકને પ્રવેશ મળે છે. શાળામાં વર્ગ પ્રમાણે બાળકોની અલગ-અલગ ફી છે.