ટૂથપેસ્ટ પર લાલ, લીલા, પીળા અને કાળા માર્ક શાના માટે હોય છે, ખરેખર શુદ્ધતા દર્શાવે છે? જાણો
Toothpaste Meaning: તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરતી વેળા તેની પર અલગ અલગ રંગના માર્ક જોયા હશે. જેમકે લાલ, વાદળી અને લીલા સહિતના માર્ક જોવા મળતા હશે. આ માર્કને લઈ અલગ અલગ વાતો તમે સાંભળી હશે, જેમાં કેટલાકના મત મુજબ આ માર્ક ટૂથપેસ્ટની બનાવટમાં ઉપયોગ થયેલા કેમિકલને લઈ લગાવવામાં આવે છે. પરંતુ તમને ખ્યાલ છે કે ખરેખર આ માર્ક શાના માટેના છે?

ટૂથપેસ્ટનો ઉપયોગ એ જીવનનો એક હિસ્સો છે. આ ટૂથપેસ્ટની પસંદગી કરતી વખતે અનેક લોકો પોતાની મોટેભાગે એક જ ચોઈસની ટૂથપેસ્ટને લાંબા સમય સુધી ઉપયોગમાં રાખતા હોય છે. પરંતુ ક્યારેક કેટલીક વાતોને સાંભળીને કાંતો પસંદગી બદલે છે અથવા તો ઉપયોગમાં રહેલ ટૂથપેસ્ટના અંગે વિચારવા લાગી જતા હોય છે. જેમાં ખાસ કરીને ટૂથપેસ્ટના છેડે લાગેલ લાલ, લીલા અને પીળા માર્કને જોઈને ક્યારેક વાતો સાંભળીને વિચારો થઈ આવતા હોય છે કે, ક્યાંક પોતાની ટૂથપેસ્ટ જોખમી કેમિકલતો નથી ધરાવતી.
આ પણ વાંચોઃ હિંમતનગરમાં ફટાકડાં ફોડવાને લઈ વૃદ્ધની હત્યા, 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી
તમને મનમાં સવાલો જરુર થતા હશે કે, આ લાલ, લીલા, પીળા અને કાળા રંગના માર્ક શાના માટે થઈને લગાવામાં આવ્યા છે. શુ લાલ અને કાળા રંગના માર્ક કંઈક જોખમ તરફ તો ઈશારો નથી કરતાને? આવા સવાલ ક્યારેક કેટલાકને તો ચિંતા પણ કરાવી દેતા હોય છે. પરંતુ આ માર્કની પાછળ ખરેખર કન્ટેનને લઈ કોઈ રાઝ છે કે કેમ? અહીં જાણીશું.
અનેક રિપોર્ટસમાં અલગ અલગ દાવા
આમ તો ઈન્ટરનેટ પર અને સોશિયલ મીડિયામાં ફરતા કેટલાક મેસેજ આ માર્કને લઈ સવાલો કરે છે. આ સવાલની સાથે કેટલીક ડરામણી માહિતી દર્શાવવામાં આવે છે. જેમાં લાલ અને કાળા નિશાનને તો એટલા ખતરનાક દર્શાવવામાં આવે છે કે, ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાનુ જ બંધ કરી દેવામાં આવે એવો ડર સર્જી દે છે.
જેમાં ટૂથપેસ્ટની ક્વોલીટીને લઈ દાવા કરવામાં આવતા હોય છે અને માર્કના રંગને આધારે તેના ગ્રેડ પણ દર્શાવવામાં આવે છે. કેટલીક માહિતીમાં તો ટૂથપેસ્ટમાં રહેલા તત્વોને લઈને પણ વાત કરવામાં આવે છે. જેમાં કાળા માર્કને કેમિકલથી બનેલ પેસ્ટ બતાવવામાં આવે છે. જ્યારે લાલ માર્ક ધરાવતી પેસ્ટ કુદરતી અને કેમિકલ તત્વોના મિશ્રણથી તૈયાર થયેલી બતાવાય છે. વાદળી રંગની ટૂથપેસ્ટ કુદરતી અને મેડીસીન આધારે તૈયાર કરેલી અને ગ્રીન માર્ક સંપૂર્ણ કુદરતી હોવાનુ બતાવે છે.
હકીકત શુ છે?
હવે જો કોલગેટની અધિકૃત માહિતીનો સ્વિકાર કરવામાં આવે તો આ દાવાઓ સંપૂર્ણ રીતે ખોટા છે. આ માર્કને અને ટૂથપેસ્ટની ગુણવત્તાની સાથે કોઈ જ લેવા દેવા નથી. ઈન્ટરનેટ પર પીરસવામાં આવતી આ માહિતી હળાહળ ખોટી છે. ઈન્ટરનેટ પર જે રીતે કહેવામાં આવે છે કે, કુદરતી અને કેમિકલ આધારીત ટૂથપેસ્ટને જાણો એ દાવાઓ જ ખોટા છે.
ખરેખર તો આ માર્ક એ ટ્યૂબની કટિંગ કરવા અને ટ્યૂબને સીલ કરવા માટે છે. આ માર્કને આધારે ખ્યાલ આવે છે કે, ટ્યૂબને અહીંથી કટિંગ કરવાની છે અને ટ્યૂબને સીલ કરવાની છે. આ ટૂથપેસ્ટ ટ્યૂબ બનાવવા માટે ઉપયોગમાં લેવા માટેના માર્ક છે. આ માર્કને ક્વોલિટી સાથે કોઈ જ લેવા દેવા નથી હોતો.
આ માર્ક કટિંગ પોઈન્ટની સરળતા માટે દર્શાવવામાં આવે છે. ટ્યૂબ બનાવનારી મશીન લાઈટ સેન્સર આધારે આ માર્કને પારખે છે અને તેના હિસાબથી ટ્યૂબને બનાવે છે. આમ માત્ર કટિંગ અને સીલ કરવા માટે થઈને મશીનોમાં સરળતાથી કામ પાર પાડવા માટે આ માર્ક લગાવેલા હોય છે. જેને ગુણવત્તા કે તત્વ સાથે કોઈ લેવા દેવા નથી હોતો.
