AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Imprisonment: આજીવન કેદની સજા, 14 કે 20 વર્ષની ક્યાં સંજોગોમાં?

આરોપીને કોઈ પણ સજા સંભળાવવામાં આવે ત્યારે સજા સંભળાવ્યા પહેલા તે જેટલો પણ સમય હીયરીંગ માટે જેલમાં રાખવામાં આવ્યો હોય તેણે તમામ સમયની ગણતરી કરી ટોટલ સમય જેટલી સજા આરોપીએ ગાળવાની હોય છે.

Life Imprisonment: આજીવન કેદની સજા, 14 કે 20 વર્ષની ક્યાં સંજોગોમાં?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 6:09 PM
Share

સામાન્ય રીતે લોકો માને છે કે આજીવન કેદ 14 વર્ષ કે 20 વર્ષની છે. તમને જણાવી દઈએ કે, આ બધી ગેરસમજ છે, આજીવન કેદનો અર્થ એ છે કે સજા પામેલ વ્યક્તિ આખી જિંદગી જેલમાં રહેશે. જ્યારે પણ અદાલત કોઈ ગુનેગારને આજીવન કેદની સજા સંભળાવે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે આરોપી તેના અંતિમ શ્વાસ સુધી જેલની ચાર દીવાલોમાં સજા ભોગવશે. સુપ્રીમ કોર્ટે તેના ઘણા નિર્ણયોમાં આનો ખુલાસો કર્યો છે. હાલમાં અતિક અહેમદને પણ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

કેરળની કોલ્લમ સેશન્સ કોર્ટેનો કેસ

ગત સમયમાં, કેરળની કોલ્લમ સેશન્સ કોર્ટે એક વ્યક્તિને સાપને ડંખ મરાવવા બદલ આરોપીને બેવડી આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટના આ નિર્ણય બાદ ફરી એકવાર આજીવન કેદ અથવા આજીવન કેદને લઈને કેટલાક અન્ય મુદ્દાઓ પર લોકોના મનમાં સવાલો ઉઠવા લાગ્યા છે. લોકોના મનમાં એવી ધારણા છે કે આજીવન કેદ એટલે 14 વર્ષની જેલ. પરંતુ વાસ્તવિક સત્ય કંઈક બીજું છે.

આ પણ વાંચો : તાતીથૈયામાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યાના કેસમાં આવ્યો ચૂકાદો, સેસન્સ કોર્ટે આરોપી દયાચંદ ઉમરાવ પટેલને સંભળાવી ફાંસીની સજા

5 પ્રકારની સજાની જોગવાઈઓ

ગુનેગારોના પણ કેટલાક પ્રકારો હોય છે. જેમાં કેટલાક ગુનેગારોને આજીવન કેદની સજા આપવામાં આવે છે. IPC 1860 માં ગુનાઓની સજાને વિગતવાર સમજાવવામાં આવી છે. તેવી જ રીતે આઈપીસીની કલમ 53માં સજાના પ્રકારો વિશે જણાવવામાં આવ્યું છે. આઈપીસીમાં કુલ પાંચ પ્રકારની સજા તેમાં મૃત્યુદંડ, આજીવન કેદ, કેદ, સંપત્તિ જપ્ત કરવી અને દંડનો સમાવેશ થાય છે.

IPCની કલમ 57

ભારતીય દંડ સહિત (IPC)ની કલમ 57 આજીવન કેદની સમય મર્યાદા સાથે સંબંધિત છે. આ કલમ મુજબ જેલના વર્ષોની ગણતરી માટે, તે વીસ વર્ષની કેદ તરીકે ગણવામાં આવશે. પરંતુ આનો અર્થ એ નથી કે આજીવન કેદ માત્ર 20 વર્ષની છે. ગણતરી કરવી હોય તો જ આજીવન કેદને 20 વર્ષ બરાબર ગણવામાં આવે છે. જ્યારે કોઈને બેવડી સજા કરવામાં આવે અથવા દંડ ન ભરવાના કિસ્સામાં કોઈને લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવે ત્યારે ગણતરી કરવાની જરૂર છે.

આજીવન કેદને લઇ ગેર માન્યતા

દેશમાં રહેલી ગેરમાન્યતાઓ માની એક એવી ગેરમાન્યતા લોકોમાં છે કે, આજીવન કેદની સજા પામેલા વ્યક્તિને 14 વર્ષ કે 20 વર્ષની સજા ભોગવીને છોડી દેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તેની પાછળનું કારણ કંઈક બીજું છે. વાસ્તવમાં, રાજ્ય સરકારો પાસે અમુક માપદંડોના આધારે વ્યક્તિની સજા ઘટાડવાની સત્તા છે. આ જ કારણ છે કે આપણે વારંવાર સાંભળીએ છીએ કે આજીવન કેદની સજા ભોગવી રહેલા વ્યક્તિને 14 વર્ષ પછી અથવા 20 વર્ષ પછી મુક્ત કરવામાં આવે છે. ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 55 અને 57 સરકારોને સજા ઘટાડવાની સત્તા આપે છે.

ભારતીય દંડ સંહિતા (1860 , 45) હેઠળ મૃત્યુની સજાને અન્ય કોઈપણ સજામાં બદલી શકે છે.

  • આજીવન કેદની સજા 14 વર્ષ પછી દંડમાં પરિવર્તિત થઈ શકે છે.
  • સખત કેદની સજા દંડ અથવા મુદત માટે કેદમાં પરિવર્તિત થઈ શકે છે.
  • સાદી કેદની સજાને દંડમાં ઘટાડી શકે છે.
  • આ જોગવાઈઓ હેઠળ સરકાર ગુનેગારની સજા ઘટાડી શકે છે. આ સિવાય આજીવન કેદની સજા ભોગવી ચૂકેલા ઘણા લોકોને સારા આચરણના આધારે છોડી દેવામાં આવે છે.

જજમેન્ટની કોપી આવ્યા બાદ અતિક અહેમદની સજા થશે સ્પષ્ટ

હાલ અતિક અહેમદને પણ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. જોકે આ સજાની અંદર અતિકને કેટલી સજા આપવામાં આવે તે જ્યારે જજમેન્ટની કોપી આવશે, ત્યારબાદ જ સમગ્ર મામલો સ્પષ્ટ થશે. સામાન્ય રીતે એવું હોય છે કે કોઈ પણ આરોપીને કોઈ પણ સજા સંભળાવવામાં આવે ત્યારે સજા સંભળાવ્યા પહેલા તેણે જેટલો પણ સમય હીયરીંગ માટે જેલમાં રાખવામાં આવ્યો હોય તે તમામ સમયની ગણતરી કરી ટોટલ સમય જેટલઈ સજા આરોપીએ ગાળવાની હોય છે.

g clip-path="url(#clip0_868_265)">