Venkatanarasimharajuvaripeta આ એક રેલવે સ્ટેશનનું નામ છે, જાણો આ રેલવે સ્ટેશનનો રસપ્રદ ઈતિહાસ
યાત્રીઓની સુવિધા વધારવાની સાથે સાથે નવી ટેકનોલોજીવાળી ટ્રેન લાવવા સુધી, ભારતીય રેલવે (Indian Railway) તેનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. આ જ ભારતીય રેલવે સાથે કેટલીક વિચિત્ર વાર્તા પણ જોડાયેલી છે.
Shocking News : દુનિયા વિશાળ છે. અહીં ઘણી સુંદર જગ્યા અને વસ્તુની સાથે કેટલીક વિચિત્ર જગ્યા અને વસ્તુ પણ જોવા મળે છે. કેટલીક વસ્તુ કુદરતી રીત વિચિત્ર હોય છે, તો કેટલીક વસ્તુ માણસ જ વિચિત્ર બનાવી દે છે. ભારતીય રેલવે વિશે આજે સૌ કોઈ જાણે છે. તેનો ઈતિહાસ વર્ષો જૂનો છે. ભારતમાં ફેલાયેલા વિશાળ રેલવે નેટવર્કને કારણે રોજ લાખો લોકો તેમાં સરળતાથી મુસાફરી કરી શકે છે. હાલના સમયમાં રેલવે આધુનિક સમયમાં વધુને આધુનિક બનતી જાય છે. યાત્રીઓની સુવિધા વધારવાની સાથે સાથે નવી ટેકનોલોજીવાળી ટ્રેન લાવવા સુધી, ભારતીય રેલવે (Indian Railway) તેનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. આ જ ભારતીય રેલવે સાથે કેટલીક વિચિત્ર વાર્તા પણ જોડાયેલી છે.
આખા દેશમાં ભારતીય રેલવેના દરેક શહેરોમાં અલગ અલગ સ્ટેશન હોય છે. તેમાં દરેકના અલગ અલગ નામ હોય છે. બ્રિટિશ કાળથી ચાલી આવતી આ ભારતીય રેલવેનો ઈતિહાસ ખુબ રસપ્રદ છે. તેમાનું જ એક સ્ટેશન એવુ છે કે જેનું નામ બધા જ રેલવે સ્ટેશનમાં સૌથી વધારે છે. ચાલો જાણીએ આ રેલવે સ્ટેશન વિશે.
રેલવે સ્ટેશનનું અનોખુ નામ
આપણા માનવજાતિમાં પણ નાના બાળકોના અલગ અલગ નામ રાખવામાં આવે છે. જોકે વિશ્વમાં એવા અનેક લોકો હોય છે જેમના નામ એક જેવા હોય છે. પણ કેટલાક લોકોના નામ એટલા યુનિક અને કયારેય ન સાંભળેલા હોય છે જે લોકોને જીવનભર યાદ રહી જાય છે. ભારતીય રેલવેના એક સ્ટેશનનું નામ પણ કઈક આવું જ છે. આ સ્ટેશનનું નામ એટલુ વિચિત્ર છે કે તમને યાદ પણ નહી રહે. કદાચ તમને આ નામ યાદ રાખતા 28 દિવસ લાગે કારણ કે આ રેલવે સ્ટેશનનું નામ 28 અંગ્રેજી અક્ષરોનું છે.
ભારતીય રેલવેનું આ અનોખા નામવાળુ સ્ટેશન આંધ્રપ્રેદશમાં છે. આ સ્ટેશન દેશના સૌથી મોટા રેલવે સ્ટેશનના નામ માટે જાણીતુ છે. આ રેલવે સ્ટેશનનું નામ સાંભળી તમને ચક્કર આવી જશે. આ રેલવે સ્ટેશન તમિલનાડુ બોર્ડરની નજીક આંધ્રપ્રદેશમાં છે. તેનું નામ Venkatanarasimharajuvaripeta છે. તેમાં સ્પેલિંગમાં કુલ 28 અંગ્રેજી અક્ષર છે. તેનું નામ બ્રિટશ કાળમાં પાડવામાં આવ્યુ હતુ. આ નામ ત્યારથી બદલાયુ નથી.