મોદી સરકાર પાસે કેટલું છે સોનું ? જાણો તેને ક્યાં સાચવી રાખ્યું છે
સોનું દેશના ચલણને મજબૂત બનાવવા માટે હોય છે. કોઈપણ દેશની આર્થિક સ્થિતિ સોનાના ભંડાર પરથી નક્કી કરી શકાય છે. ફુગાવાને અંકુશમાં રાખવામાં સોનાનો ભંડાર પણ મોટી ભૂમિકા ભજવે છે. જો સોનાના ભંડારની વાત કરીએ તો ભારત આ મામલે 9મા નંબર પર છે. આ લેખમાં જાણીશું કે ભારતનું રિઝર્વ ગોલ્ડ કયા શહેરમાં રાખવામાં આવ્યું છે.

કોઈપણ દેશ માટે તેનું રિઝર્વ ગોલ્ડ મહત્વની બાબત છે. રિઝર્વ ગોલ્ડ એટલે સરકાર અથવા સરકારી તિજોરીમાં રહેલું સોનું. સોનું દેશના ચલણને મજબૂત બનાવવા માટે હોય છે. કોઈપણ દેશની આર્થિક સ્થિતિ સોનાના ભંડાર પરથી નક્કી કરી શકાય છે.
ફુગાવાને અંકુશમાં રાખવામાં સોનાનો ભંડાર પણ મોટી ભૂમિકા ભજવે છે. જો સોનાના ભંડારની વાત કરીએ તો અમેરિકા પ્રથમ ક્રમે આવે છે. તો ભારત આ મામલે 9માં નંબર પર છે. આ લેખમાં જાણીશું કે ભારતનું રિઝર્વ ગોલ્ડ કયા શહેરમાં રાખવામાં આવ્યું છે.
આ શહેરમાં છે ભારતનું રિઝર્વ ગોલ્ડ
રિઝર્વ ગોલ્ડનો ઉપયોગ કટોકટીના સમય સામે રક્ષણ કરવા માટે થાય છે. વિશ્વના તમામ દેશો તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યા છે. ભારત પાસે હાલમાં 800 ટનથી વધુ સોનાનો ભંડાર છે. ભારતમાં રિઝર્વ ગોલ્ડ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયંત્રિત છે.
તેના સ્ટોરેજની જવાબદારી પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતનું રિઝર્વ ગોલ્ડ ભારતમાં નથી, પરંતુ ઈંગ્લેન્ડમાં છે. ઈંગ્લેન્ડની રાજધાની લંડન સ્થિત બેંક ઓફ ઈંગ્લેન્ડમાં દેશનું રિઝર્વ ગોલ્ડ રાખવામાં આવ્યું છે.
ઈંગ્લેન્ડ સિવાય આ દેશોમાં પણ છે ભારતનું રિઝર્વ ગોલ્ડ
સુરક્ષાના કારણોસર વિશ્વના ઘણા દેશો તેમના સોનાનો અન્ય દેશોમાં સંગ્રહ કરે છે. તમને જણાવી દઈએ કે ભારતનું રિઝર્વ ગોલ્ડ માત્ર ઈંગ્લેન્ડમાં જ નથી. વિશ્વના અન્ય દેશોમાં પણ ભારતનો સોનાનો ભંડાર સંગ્રહિત છે. મળતી માહિતી અનુસાર ભારતે સ્વિત્ઝરલેન્ડની બેંકમાં પણ સોનું રિઝર્વ રાખ્યું છે. તો અગાઉ ભારતનું રિઝર્વ ગોલ્ડ બેન્ક ઓફ શાંઘાઈમાં પણ હતું.
આ દેશો પાસે છે સૌથી વધુ ગોલ્ડ
મોટાભાગના લોકો જાણતા જ હશે કે અમેરિકા પાસે સૌથી વધુ સોનું હશે. અમેરિકા પાસે 8000 ટનથી વધુ સોનું છે અને તે વિશ્વમાં સૌથી વધુ છે. ત્યાર બાદ બીજા નંબરે જર્મની આવે છે. જર્મની પાસે કુલ 3300 ટનથી વધુ સોનું છે. જ્યારે આ યાદીમાં ત્રીજા નંબરે ઈટાલી આવે છે. ઈટાલી પાસે કુલ 2400 ટનથી વધુ સોનું છે. ત્યાર બાદ ફ્રાંસ આવે છે જેની પાસે પણ 2400 ટનથી વધુ સોનું છે. પાચમા નંબરે રશિયા આવે છે. જેની પાસે 2300 ટનથી વધુ સોનું છે.
આ પણ વાંચો આ દેશમાં વિદેશી ચેનલ જોવા પર થઈ શકે છે જેલની સજા, 1 ટકા કરતા પણ ઓછા લોકો પાસે છે ઈન્ટરનેટ