શું તમે જાણો છો Deja Vu અને Jamais Vu શું છે ? દરેક માણસે જીવનમાં એક વાર તો આને અનુભવ્યુ જ હશે
Deja Vu અને Jamais Vu જીવનની એવી ઘટના છે, જે દરેક વ્યક્તિએ જીવન દરમિયાન અનુભવી હશે, પરંતુ આપણે જાણતા નથી કે આપણી સાથે આવું શા માટે થાય છે, આવો જાણીએ Deja Vu અને Jamais Vu શું છે.

શું ક્યારેય એવું બન્યું છે કે તમે તમારી નજીકની વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોવ અને અચાનક તમને તેનો ચહેરો સાવ અજાણ્યો દેખાવા લાગે ? જો તમે બરાબર યાદ કરશો, તો તમે જોશો કે આ તમારી સાથે આવુ થયું હોવું જોઈએ. ઘણી વખત, કુટુંબના સભ્યો અથવા મિત્રો સાથે વાત કરતી વખતે, અચાનક જણાય છે કે કંઇ વાત ભુલાઇ જાય અને યાદ (memory) કરવાની કોશીશ કરો પણ યાદ ન રહે. આ લાગણીને જામે વુ (Jamais Vu) કહેવામાં આવે છે.
તમે Deja Vu વિશે સાંભળ્યું જ હશે. જો નહીં, તો તમે અહીં આ સંબંધિત વધુ માહિતી મેળવી શકો છો. Deja Vu એ Jamais Vu જેવુ પણ તેનાથી એકદર વિરૂધ્ધ છે. જેમ Deja Vu માં, વ્યક્તિને લાગે છે કે કોઈ ઘટના પહેલા બની છે અને તેણે તેનો અનુભવ કર્યો છે, જેમ Deja Vu માં એવું લાગે છે કે તમે કોઇને વ્યક્તિને ક્યારેય મળ્યા ન હોય પહેલી વાર મળ્યા હોય છતા તમને એવો ભાસ થાય કે એને ઓળખો છો, એક દમ આવુ જ કોઇ જગ્યા વિશે થાય કે પહેલા ક્યારેય ન ગયેલી જગ્યા તમને જાણીતી લાગે તો આ લાગણીને Deja Vu કહેવામાં આવે છે.
તમને તે વ્યક્તિ અથવા ઘટના વિશે ક્યારેય જાણ નથી. આ એક પ્રકારની મેમરી લોસ (શોર્ટ ટર્મ મેમરી લોસ) છે પરંતુ તેને સીધું મેમરી લોસ કહી શકાય નહીં.
મેમરી લોસ અને jame vu વચ્ચે શું તફાવત છે?
આવો અમે તમને જણાવીએ કે મેમરી લોસ અને jame vu વચ્ચે શું તફાવત છે. મેમરી લોસમાં, તમે બધું, પરિસ્થિતિઓ, લોકો, ઘટનાઓ ભૂલી જાઓ છો, જ્યારે jame vu માં, તમે જે વ્યક્તિ સાથે વાત કરો છો તે યાદ રાખો છો, પરંતુ તમે તેમનો ચહેરો થોડા સમય માટે ભુલી જાવ છો, ધારો કે તમે કોઇ જાણીતી વ્યક્તિને મળેલા છો અને આચાનક તમે ભુલી જાઓ કે તમે તેને ક્યાં મળેલા છો, થોડી સેકન્ડ અથવા મીનીટ બાદ તરત ફરી યાદ આવે તો તે jame vu છે.
આવુ શા માટે થાય છે?
શબ્દો સાથે પણ એવું જ થાય છે. તમે કદાચ એક શબ્દ ખૂબ સારી રીતે જાણો છો, તમે બોલી પણ શકો છો, પરંતુ જ્યારે તમે તેને લખો છો, ત્યારે તમને તે સંપૂર્ણપણે નવો શબ્દ લાગશે જે તમે ક્યારેય લખ્યો નથી. ચાલો હવે સમજાવીએ કે આવું શા માટે થાય છે. આ એક પ્રકારનું રહસ્ય છે. આ સ્થિતિ મગજના ટેમ્પોરલ લોબ સાથે સંકળાયેલું હોય છે. આ ભાગ લાગણીની પ્રક્રિયા માટે અથવા ટૂંકા ગાળાની મેમરી માટે છે. જ્યારે આ લોબમાં મગજના વિદ્યુત સંકેતોમાં ફેરફાર થાય છે, ત્યારે આપણે jame vu અનુભવીએ છીએ.