AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gun licence : શું તમારે બંદૂકનું લાયન્સ મેળવવું છે? જાણો લાયસન્સ લેવા શું કરવું પડે, ક્યારે અને કોને મળે છે ?

ગન લાઇસન્સ કેવી રીતે મળે છે ? તેની શરતો શું છે? તે કોને આપવામાં આવે છે ? અને કોની પાસે બંદૂકનું લાઇસન્સ આપવાનો અધિકાર નથી ? જાણો આ સવાલોના જવાબ...

Gun licence : શું તમારે બંદૂકનું લાયન્સ મેળવવું છે? જાણો લાયસન્સ લેવા શું કરવું પડે, ક્યારે અને કોને મળે છે ?
How to get gun license
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2025 | 11:39 AM
Share

અભિનેતા સલમાન ખાનને (Salman Khan) લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે તેને બંદૂકનું લાઇસન્સ (Gun License) આપ્યું છે. બંદૂકનું લાઇસન્સ આપવા અને તેના ઉપયોગને લઈને કેટલીક શરતો પણ હોય છે, જેનું પાલન કરવું ફરજિયાત છે. બંદૂકનું લાઇસન્સ આપવાની સત્તા રાજ્ય સરકારના ગૃહ વિભાગ પાસે છે. લાયસન્સ માટે અરજી કરતી વખતે, તમારે સ્પષ્ટ કરવું પડશે કે તે કયા પ્રકારની બંદૂક છે.

લાઇસન્સ કેવી રીતે બને છે, તેની શરતો શું છે, તે કોને આપવામાં આવે છે અને આ લાઇસન્સ બનાવવાનો અધિકાર કોને નથી ? જાણો આ સવાલોના જવાબ…

જાણો 5 પોઈન્ટમાં બંદૂકનું લાઇસન્સ કેવી રીતે મળશે ?

  1. જુદા જુદા રાજ્યોમાં લાઇસન્સ આપવાનો અધિકાર જિલ્લા મેજિસ્ટ્રેટ (DM), જિલ્લા કલેક્ટર, કમિશનર અથવા આ રેન્કના અધિકારી પાસે રહેલો છે. લાયસન્સ આપવામાં પોલીસ સ્ટેશન અને સ્થાનિક વહીવટીતંત્રની ભૂમિકા હોય છે. વિવિધ રાજ્યોમાં તેની અરજીની પદ્ધતિ અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે, કેટલાક રાજ્યોમાં, તેના માટે DCP (લાઈસન્સિંગ) ઑફિસમાં અરજી કરવી પડે છે, જ્યારે કેટલાક રાજ્યોમાં તેને SDM ઑફિસમાં અરજી કરવી પડે છે.
  2. અરજી કર્યા પછી, તમારી અરજી એસપી ઓફિસને વેરિફિકેશન માટે મોકલવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાંથી લાઇસન્સ અધિકારીને રિપોર્ટ મોકલવામાં આવે છે. જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો લાઇસન્સ મંજૂર કરવામાં આવશે. અન્યથા લાઇસન્સ આપવામાં નહીં આવે.
  3. લાયસન્સ માટેની અરજી ફી રૂ. 10 થી લઈને રૂ. 300 સુધીની હોય છે. તે તમે કયા પ્રકારના હથિયાર માટે અરજી કરી રહ્યા છો તેના પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, જો તમે હેન્ડગન (પિસ્તોલ / રિવોલ્વર) અથવા રાઈફલના લાયસન્સ માટે અરજી કરી રહ્યા છો, તો તમારે અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવા પડશે.
  4. અરજી સાથે અનેક પ્રકારના દસ્તાવેજો જોડાયેલા છે. જે અરજીની સાથે જોડવાના હોય છે. આમાં ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, તબીબી પ્રમાણપત્ર, વય પ્રમાણપત્ર, ચારિત્ર્ય પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, મિલકતની માહિતી આપતા દસ્તાવેજોનો સમાવેશ થાય છે.
  5. પહેલા બંદૂકનું લાઇસન્સ 3 વર્ષ માટે મળતું હતું, હવે તેની સમયમર્યાદા વધારીને 5 વર્ષ કરવામાં આવી છે. આ સમયગાળો પૂરો થયા બાદ લાયસન્સ રિન્યુ કરાવવાનું રહેશે.

લાયસન્સ કોને મળે ?

આર્મ્સ એક્ટ, 1959 મુજબ, બંદૂકનું લાઇસન્સ સ્વ-બચાવ માટે આપવામાં આવે છે. લાયસન્સ માટે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. ભારતના નાગરિક હોવું ફરજિયાત છે. પોલીસ રેકોર્ડમાં કોઈ ગંભીર ફોજદારી કેસ ન હોવા જોઈએ. લાયસન્સ મેળવવા માંગનારનું શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે. આ સિવાય અરજદારે એ પણ જણાવવું પડશે કે તેના જીવને ખતરો છે કે નહીં.

લાયસન્સ કોને ના મળે ?

અમુક પરિસ્થિતિઓમાં, લોકોને બંદૂકનું લાઇસન્સ આપવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે, જો વય 21 વર્ષથી ઓછી હોય, તે દોષિત કેદી હોય, માનસિક દર્દીઓ અથવા અવ્યવસ્થિત વિસ્તારમાં રહેતા લોકોને લાયસન્સ આપવાનો ઇનકાર કરી શકાય છે.

લાઇસન્સ મેળવ્યા પછી પણ, તમારે નિયત પ્રક્રિયાના આધારે બંદૂક ખરીદવી પડશે. બંદૂક ખરીદ્યા પછી, તમારે તેની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનને આપવી પડશે. તમારા હથિયારની માહિતી પોલીસ પોતાની પાસે રાખે છે. સાથે જ જે તે પોલીસ સ્ટેશનમાં સમયાંતરે તમારા હથિયારની માહિતી આપવી પડે છે.

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">