Global Peace Index 2022: આ છે વિશ્વનો સૌથી અશાંત દેશ અને શાંત દેશ, જાણો કઈ રીતે નક્કી થાય છે
Global peace index 2022 : શું હોય છે આ ગ્લોબલ પીસ ઈન્ડેક્સ, કોણ તૈયાર કરે છે આ લિસ્ટ? જાણો હાલમાં વિશ્વમાં કયો દેશ છે સૌથી શાંત અને કયો દેશ છે સૌથી અંશાત? ચાલો જાણીએ વિગતવાર.

Global peace index : આ દુનિયામાં લગભગ 190 જેટલા દેશો છે. આ બધા દેશો એકબીજાથી અલગ હોય છે. વિસ્તાર, જનસંખ્યા, ખેતી, સુવિધાઓ, વિકાસની દ્રષ્ટિએ આ બધા દેશો એકબીજાથી અલગ છે. આ દેશોની જીવનશૈલી પણ અલગ હોય છે. કેટલાક દેશો પોતાના શાંત સ્વાભાવના લોકોને કારણે શાંત હોય છે ત્યા વધારે લડાઈ-ઝગડાઓ થતા નથી અને કેટલાક દેશ પોતાના ગરમ સ્વભાવના લોકોને કારણે અશાંત રહે છે, ત્યા હિંસા અને મારામારી વધારે થતી હોય છે. હાલમાં ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2022ની (Global peace index 2022) લિસ્ટ બહાર પાડવામાં આવી છે. જેમાં આઇસલેન્ડ વિશ્વનો સૌથી શાંત દેશ જાહેર થયો છે. તે પછી ન્યૂઝીલેન્ડ અને આયર્લેન્ડનો નંબર આવે છે. આ ઈન્ડેક્સમાં વિશ્વના 163 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2022 અનુસાર ભારતમાં સ્થિતિ સુધરી છે. ગયા વર્ષે ભારત આ યાદીમાં 138માં સ્થાને હતું, આ વર્ષે તે 3 સ્થાન ઉપર 135માં સ્થાન પર પહોંચી ગયું છે. ઈન્ડેક્સમાં સૌથી ઉપરના દેશને એટલે કે પ્રથમ સ્થાને સૌથી શાંતિપૂર્ણની કેટેગરીમાં અને ઈન્ડેક્સમાં સૌથી નીચેના ક્રમે રહેલા દેશને મોસ્ટ ડિસ્ટર્બ્ડની એટલે કે અશાંત શ્રેણીમાં રાખવામાં આવ્યો છે.
ગ્લોબલ પીસ ઈન્ડેક્સ કોણ તૈયાર કરે છે?
અર્થશાસ્ત્ર અને શાંતિ સંસ્થા (IEP) ગ્લોબલ પીસ ઈન્ડેક્સ તૈયાર કરે છે. આ ઇન્ડેક્સ વિશ્વભરના આંતરરાષ્ટ્રીય શાંતિ નિષ્ણાતોની પેનલ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ઈન્ડેક્સ ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ તરફથી જાહેર કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. ડેટાની મદદથી એ જાણી શકાય છે કે કયા દેશમાં અશાંતિ ફેલાવે તેવી કેટલી ઘટનાઓ બની છે. તેના આધારે આ ગ્લોબલ પીસ ઈન્ડેક્સ તૈયાર થાય છે. દેશના પોતાના પડોશી દેશો સાથેના સંબંધો અને તેના પોતા દેશની સ્થિતિ પણ ધ્યાન રાખવામાં આવે છે.
આ છે વિશ્વના સૌથી અશાંત દેશો
અફઘાનિસ્તાન વિશ્વના સૌથી અશાંત દેશોમાં પ્રથમ ક્રમે છે. તે પછી યમન, સીરિયા, રશિયા, દક્ષિણ સુદાન, ડેમોક્રેટિક પબ્લિક ઓફ ધ કોંગો આવે છે.
આ છે વિશ્વના સૌથી શાંત દેશો
આઇસલેન્ડ વિશ્વનો સૌથી શાંત દેશોમાં પ્રથમ ક્રમે છે. તે પછી ન ન્યૂઝિલેન્ડ, આયરલેન્ડ, ડેનમાર્ક અને ઓસ્ટ્રીયા આવે છે. આ ઈન્ડેક્સમાં વિશ્વના 163 દેશોમાંથી ભારતનું સ્થાન 135 છે. જે એક વિકસી રહેલા દેશ માટે સારુ ન કહેવાય. ભારતના લોકોએ અને સરકારે આ માટે મહત્વના પગલા ભરવાની જરુર છે.