GK Quiz : ગુજરાતમાં મેટ્રો ટ્રેન શરૂ થઈ, પરંતુ શું તમે જાણો છો ભારતમાં સૌપ્રથમ મેટ્રો ટ્રેન ક્યાંથી શરૂ થઈ હતી

જ્યારે પણ મેટ્રો ટ્રેનનો ઉલ્લેખ થાય છે, ત્યારે દિલ્હી મેટ્રોનું નામ સૌથી પહેલા આવે છે. પરંતુ દિલ્હીમાં મેટ્રો રેલ સેવા શરૂ થયાના 18 વર્ષ પહેલા જ એક મોટા શહેરમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ થઈ ગઈ હતી. ચાલો જાણીએ કે ભારતમાં પહેલી મેટ્રો ટ્રેન ક્યાં દોડી હતી.

GK Quiz : ગુજરાતમાં મેટ્રો ટ્રેન શરૂ થઈ, પરંતુ શું તમે જાણો છો ભારતમાં સૌપ્રથમ મેટ્રો ટ્રેન ક્યાંથી શરૂ થઈ હતી
Metro Train
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 9:14 PM

GK Quiz : દેશની રાજધાની દિલ્હીમાં મેટ્રો ટ્રેન (Metro Train) શરૂ થયા પછી દરેક દેશવાસીને મેટ્રો ટ્રેન વિશે ખબર પડી હતી. દિલ્હી મેટ્રો રેલ્વે કોર્પોરેશન દેશમાં મેટ્રો રેલ સેવાની ઓળખ બની હતી. પરંતુ એવું નથી કે દેશમાં પહેલીવાર દિલ્હીમાં મેટ્રો ટ્રેન દોડી હતી. દેશમાં મેટ્રો રેલ સેવા 39 વર્ષ પહેલા શરૂ થઈ હતી.

આ પણ વાંચો GK Quiz : વૈદિક કાળના લોકોને ક્યા પાકનું જ્ઞાન ન હતું તેમજ આર્ય શબ્દનો શાબ્દિક અર્થ

જ્યારે પણ મેટ્રો ટ્રેનનો ઉલ્લેખ થાય છે, ત્યારે દિલ્હી મેટ્રોનું નામ સૌથી પહેલા આવે છે. પરંતુ દિલ્હીમાં મેટ્રો રેલ સેવા શરૂ થયાના 18 વર્ષ પહેલા જ એક મોટા શહેરમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ થઈ ગઈ હતી. ચાલો જાણીએ કે ભારતમાં પહેલી મેટ્રો ટ્રેન ક્યાં દોડી હતી.

દેશમાં પ્રથમ મેટ્રો ટ્રેન 1984માં દોડી હતી

કોલકાતા મેટ્રો ભારતની સૌથી જૂની મેટ્રો ટ્રેન તરીકે જાણીતી છે. તેની શરૂઆત 24 ઓક્ટોબર 1984ના રોજ કોલકાતામાં થઈ હતી. જો કે તેની રૂપરેખા 13 વર્ષ પહેલા એટલે કે 1971માં તૈયાર કરવામાં આવી હતી. શરૂઆતમાં તે માત્ર 3.4 કિલોમીટરના વિસ્તારમાં શરૂ કરવામાં આવી હતી. 29 ડિસેમ્બર 2010ના રોજ, કોલકાતા મેટ્રો ભારતીય રેલ્વેના 17મા ઝોનમાં જોડાઈ જે રેલ્વે મંત્રાલય હેઠળ આવે છે.

ગુજરાતમાં વર્ષ 2022માં શરૂ થઈ હતી મેટ્રો ટ્રેન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 30 સપ્ટેમ્બર 2022ના રોજ અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1 પ્રોજેક્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જે બાદથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાની શરૂઆત થઈ અને મેટ્રો ટ્રેનને સારો પ્રતિસાદ પણ મળ્યો છે. અમદાવાદ મેટ્રોમાં દરરોજ આશરે 40 હજાર લોકો મુસાફરી કરે છે.

દિલ્હી મેટ્રો

દિલ્હીમાં સૌપ્રથમ મેટ્રો 25 ડિસેમ્બર 2002ના રોજ શાહદરા અને તીસ હજારી વચ્ચે શરૂ કરવામાં આવી હતી. હાલમાં દિલ્હી મેટ્રોનું નેટવર્ક 350 કિમી કરતા વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. આ નેટવર્ક દિલ્હી, નોઈડા અને યુપીના ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને હરિયાણાના ફરીદાબાદમાં ફેલાયેલું છે. દિલ્હી મેટ્રોમાં દરરોજ આશરે 50 લાખથી વધુ લોકો મુસાફરી કરે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મળશે મહિને 50000 થી વધુ પગાર
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મળશે મહિને 50000 થી વધુ પગાર
માંગરોળમાં દરિયાના મોજાની મજા માણતો સિંહનો વીડિયો વાયરલ
માંગરોળમાં દરિયાના મોજાની મજા માણતો સિંહનો વીડિયો વાયરલ
શિક્ષકોની કરાર આધારિત ભરતીના વિરોધમાં ABVPના રાજ્યવ્યાપી દેખાવો
શિક્ષકોની કરાર આધારિત ભરતીના વિરોધમાં ABVPના રાજ્યવ્યાપી દેખાવો
થાનગઢમાં ખનીજ માફિયાઓ મજૂરોને બંધક બનાવવાનો મામલો, 2 આરોપી ઝડપાયા
થાનગઢમાં ખનીજ માફિયાઓ મજૂરોને બંધક બનાવવાનો મામલો, 2 આરોપી ઝડપાયા
HNG કેમ્પસમાંથી દારુની બોટલો મળવાનો મામલો, NSUI એ દેખાવો કર્યા
HNG કેમ્પસમાંથી દારુની બોટલો મળવાનો મામલો, NSUI એ દેખાવો કર્યા
અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ભેળસેળયુક્ત ઘીનો રેલો અમદાવાદ પહોંચ્યો
અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ભેળસેળયુક્ત ઘીનો રેલો અમદાવાદ પહોંચ્યો