AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : ભારતમાં ઈન્ટરનેટની શરૂઆત ક્યારે થઈ ? જાણો ઈન્ટરનેટનો સૌપ્રથમ ઉપયોગ કયા દેશમાં થયો હતો

ઇન્ટરનેટ આપણા જીવનમાં એટલું મહત્વનું બની ગયું છે કે હવે ઓનલાઈન પેમેન્ટથી લઈને શોપિંગ અને એજ્યુકેશનથી લઈને બિઝનેસ સુધીની દરેક વસ્તુ તેના પર નિર્ભર છે.

GK Quiz : ભારતમાં ઈન્ટરનેટની શરૂઆત ક્યારે થઈ ? જાણો ઈન્ટરનેટનો સૌપ્રથમ ઉપયોગ કયા દેશમાં થયો હતો
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 8:45 PM
Share

GK Quiz : આજના સમયમાં આપણે ઈન્ટરનેટ (Internet) વગર આપણા જીવનની કલ્પના પણ કરી શકતા નથી, ખાસ કરીને બિઝનેસથી લઈને શિક્ષણ સુધી તો તે બિલકુલ શક્ય નથી. લેપટોપ અને ફોન જેવા તમામ ઉપકરણો ઇન્ટરનેટ વિના અધૂરા છે.

ઇન્ટરનેટ આપણા જીવનમાં એટલું મહત્વનું બની ગયું છે કે હવે ઓનલાઈન પેમેન્ટથી લઈને શોપિંગ અને એજ્યુકેશનથી લઈને બિઝનેસ સુધીની દરેક વસ્તુ તેના પર નિર્ભર છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેના વિના આપણું જીવન અધૂરું છે, તે ક્યારે શરૂ થયું અને શરૂ કર્યા પછી તે ભારતમાં ક્યારે આવ્યું ? આજે અમે તમને તેના વિશે જણાવીશું.

આ પણ વાંચો GK Quiz: વિશ્વના કેટલા દેશ એવા છે, જેને એકથી વધુ રાજધાની છે? જાણો સવાલોના જવાબ

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં ડાયનાસોરના ઈંડા મળી આવ્યા હતા ? જવાબ – મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં

પ્રશ્ન – કયા દેશને યુરોપનું ભારત કહેવામાં આવે છે ? જવાબ – ઇટાલીને યુરોપનું ભારત કહેવામાં આવે છે (કૃષિને કારણે)

પ્રશ્ન – ભારતનું કયું રાજ્ય સૌથી વધુ રાજ્યોની સરહદોને સ્પર્શે છે ? જવાબ – ઉત્તર પ્રદેશ

પ્રશ્ન – ભારતમાં સૌથી લાંબો રેલવે ઝોન કયો છે ? જવાબ – ઉત્તર રેલવે ઝોન છે, આ ઝોનમાં 1952 કિલોમીટરનો રેલ માર્ગ છે

પ્રશ્ન – બ્રહ્મપુત્રા નદીની ઉત્પત્તિ ક્યાંથી થઈ ? જવાબ – તિબેટમાં કૈલાશ પર્વતના પૂર્વ ઢોળાવમાંથી

પ્રશ્ન – રણથંભોર ચિત્તા અભયારણ્ય ક્યાં આવેલું છે ? જવાબ – રાજસ્થાનમાં

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં વસ્તીની સૌથી વધુ ગીચતા છે ? જવાબ – બિહારમાં

પ્રશ્ન – ભારતમાં ઈન્ટરનેટની શરૂઆત ક્યારે થઈ ? જવાબ – 15 ઓગસ્ટ 1995માં

વિદેશ સંચાર નિગમ લિમિટેડ (VSNL) કંપનીએ ભારતમાં 15 ઓગસ્ટ 1995ના રોજ ઈન્ટરનેટની શરૂઆત કરી હતી. એટલે કે ઈન્ટરનેટની શરૂઆત પછી ભારતમાં ઈન્ટરનેટ આવતાં 26 વર્ષ લાગ્યા હતા. VSNL ટેલિફોન લાઇન દ્વારા વિશ્વભરના કમ્પ્યુટરોને ભારતના કમ્પ્યુટર સાથે જોડવામાં આવ્યા હતા, ત્યારબાદ ભારતમાં ઇન્ટરનેટ શરૂ થયું હતું.

ઈન્ટરનેટનો સૌપ્રથમ ઉપયોગ કયા દેશમાં થયો હતો

ઈન્ટરનેટની શરૂઆત 54 વર્ષ પહેલા એટલે કે 1969માં અમેરિકામાં થઈ હતી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સીએ 4 યુનિવર્સિટીઓને કોમ્પ્યુટર નેટવર્કિંગ દ્વારા કનેક્ટ કરીને ઇન્ટરનેટને શક્ય બનાવ્યું હતું. તેને ARPANE-એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક કહેવામાં આવતું હતું.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
g clip-path="url(#clip0_868_265)">