AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જીકે ક્વિઝ : ટ્રેનમાં તમે સ્લીપર અને એસી કોચ જોયા હશે, પરંતુ આ M કોચ શું છે? જાણો

તમે રેલવેમાં અલગ-અલગ કોચ જોયા જ હશે, જેમાં સ્લીપરથી લઈને એસી કોચનો સમાવેશ થાય છે. સાથે જ એસી કોચમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ક્લાસ પણ હોય છે. ત્યારે સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને, રેલ્વેએ 'M' કોચનો સમાવેશ કર્યો છે, જે થર્ડ એસી ઇકોનોમી તરીકે ઓળખાય છે.

જીકે ક્વિઝ : ટ્રેનમાં તમે સ્લીપર અને એસી કોચ જોયા હશે, પરંતુ આ M કોચ શું છે? જાણો
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2023 | 6:18 PM
Share

નોકરીની વાત આવે અને જનરલ નોલેજની વાત ન થાય એ અશક્ય છે. આજે અમે તમને એવા જનરલ નોલેજનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જે તમને તમારી નોકરીમાં મદદ કરી શકે છે. કારણ કે તમારુંજનરલ નોલેજ જેટલું મજબૂત હશે, તેટલી નોકરી મેળવવાની તકો વધારે હશે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થઈ શકે છે.

પ્રશ્ન – હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ – 14 સપ્ટેમ્બરે

પ્રશ્ન – બંધારણના કયા અનુચ્છેદ દ્વારા હિન્દીને રાષ્ટ્રભાષા જાહેર કરવામાં આવી હતી? જવાબ – કલમ 343

પ્રશ્ન – ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કેટલા વર્ષે થાય છે? જવાબ – 4 વર્ષે

પ્રશ્ન – આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ – 10મી ડિસેમ્બરે

પ્રશ્ન – પ્રસિદ્ધ શીતળા માતાનું મંદિર ક્યાં આવેલું છે? જવાબ – ગુડગાંવ

પ્રશ્ન – કયો દેશ મોટાભાગના દેશો સાથે સરહદ ધરાવે છે? જવાબ – ચીન

પ્રશ્ન – કાઝીરંગા રાષ્ટ્રીય અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? જવાબ – આસામ

પ્રશ્ન – પૃથ્વી તેની ધરી પર કઈ દિશામાં ફરે છે? જવાબ – પશ્ચિમથી પૂર્વ

પ્રશ્ન – ઉજ્જૈન કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ – શિપ્રા

પ્રશ્ન – ‘ગોબર ગેસ’માં મુખ્યત્વે કયો વાયુ જોવા મળે છે? જવાબ – મિથેન

પ્રશ્ન – હિન્દી ભાષાની લિપિ કઈ છે? જવાબ – દેવનાગરી

પ્રશ્ન – હિન્દી ભાષાનું પ્રથમ અખબાર કયું હતું? જવાબ – ઉદંત માર્તંડ

પ્રશ્ન – ટ્રેનમાં ‘M’ કોચમાં કોણ કરી શકે છે મુસાફરી ?

તમે રેલવેમાં અલગ-અલગ કોચ જોયા જ હશે. જેમાં સ્લીપરથી લઈને એસી કોચનો સમાવેશ થાય છે. સાથે જ એસી કોચમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ક્લાસ પણ હોય છે. ત્યારે સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને, રેલ્વેએ ‘M’ કોચનો સમાવેશ કર્યો છે, જે થર્ડ એસી ઇકોનોમી તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો જીકે ક્વિઝ: દેશ આઝાદ થયાના 5 વર્ષ પહેલા જ આ જિલ્લાને મળી હતી આઝાદી

રેલવેમાં ‘M‘ કોચ દ્વારા ઓછા પૈસામાં સારી સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે થર્ડ એસી ઇકોનોમી કોચને આ નામ આપવામાં આવ્યું છે. આ કોચમાં લગભગ થર્ડ એસી જેવી જ સુવિધાઓ છે, જેથી લોકો ઓછા પૈસામાં સારી સુવિધા મેળવી શકે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">