GK Quiz : ભારતમાં ધાર્મિક કાર્યોમાં પીળા વસ્ત્રો પહેરવામાં આવે છે, પરંતુ એક દેશ એવો છે જ્યાં પીળા વસ્ત્રો પહેરવા પર છે પ્રતિબંધ
જનરલ નોલેજને GK તરીકે પણ ઓળખવામાં આવે છે. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કળા, સાહિત્ય, વર્તમાન ઘટનાઓ સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી આજે અમે તમારા માટે આવા જ કેટલાક સવાલો અને તેના જવાબો લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થઈ શકે છે.

GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને ખબર જ હશે કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે ઉમેદવારોની ક્ષમતા તપાસવામાં પણ જનરલ નોલેજને લગતા સવાલો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક સવાલો અને તેના જવાબો લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થઈ શકે છે.
આ પણ વાંચો GK Quiz : ભારત નહીં, પરંતુ આ દેશમાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર, જુઓ Photos
પ્રશ્ન – કયા ફૂલને ફૂલોની રાણી કહેવામાં આવે છે? જવાબ – જાસ્મિનને
પ્રશ્ન – એવો કયો દેશ છે જ્યાં માણસો કરતાં કાંગારૂ વધુ જોવા મળે છે? જવાબ – ઓસ્ટ્રેલિયા
પ્રશ્ન – વધુ પડતું પપૈયું ખાવાથી કયો રોગ થાય છે? જવાબ – કિડનીમાં પથરીની સમસ્યા થઈ શકે છે
પ્રશ્ન – મનુષ્યના કયા અંગમાં હાડકું નથી હોતું? જવાબ – જીભમાં
પ્રશ્ન – ભારતનું કયું રાજ્ય મસાલાના ઉત્પાદન માટે વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે? જવાબ – કેરળ
પ્રશ્ન – ચેસની રમતનો જન્મદાતા કયા દેશને કહેવામાં આવે છે? જવાબ – ભારતને
પ્રશ્ન – વૃક્ષના કયા ભાગમાંથી કોફી મળે છે? જવાબ – બીજમાંથી
પ્રશ્ન – દેશમાં પીળા વસ્ત્રો પહેરવા પર છે પ્રતિબંધ ? જવાબ – મલેશિયા
શાસ્ત્રો અનુસાર ધાર્મિક કાર્યોમાં પીળો રંગ પહેરવાથી મન શાંત રહે છે અને એકાગ્રતા વધે છે. તેથી ભારતમાં ધાર્મિક કાર્યોમાં લોકો પીળા વસ્ત્રો પહેરતાં હોય છે, પરંતુ એક એવો પણ દેશ છે, જ્યાં પીળા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ છે.
મલેશિયા એક એવો દેશ છે જ્યાં પીળા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ છે. મલેશિયામાં 2015માં પીળા કપડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મલેશિયામાં વર્ષ 2015માં પીળા કપડા પહેરીને લોકોએ સરકારના ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે અહીંની સરકારે પીળા કપડા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
મલેશિયાના ગૃહ મંત્રાલયે 2015માં પીળા કપડાંના વેચાણ, ખરીદી, ઉત્પાદન અને પ્રિન્ટિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. મલેશિયામાં પીળો શર્ટ અથવા ટી-શર્ટ પહેરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.