AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO New Rules 2027: હવે UPIથી ઉપડશે PFના પૈસા, જાણો 4 મોટા ફેરફાર

EPFOના નવા નિયમો: 2027 સુધીમાં PF ઉપાડ UPI દ્વારા કરી શકાશે અને નિવૃત્તિ બાદ હપ્તામાં પૈસા મેળવવાની સુવિધા પણ મળી શકે છે.

EPFO New Rules 2027: હવે UPIથી ઉપડશે PFના પૈસા, જાણો 4 મોટા ફેરફાર
epfoImage Credit source: tv9
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2026 | 4:12 PM
Share

વર્ષ 2027માં PF ખાતાધારકો માટે અનેક નવી સુવિધાઓ શરૂ થઈ શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાની સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે મોટા ફેરફાર કરી રહ્યું છે. નવી સુવિધાઓ હેઠળ કર્મચારીઓ UPI દ્વારા PFની રકમ ઉપાડી શકશે. સાથે જ નિવૃત્તિ બાદ આખી રકમ એકસાથે ઉપાડવાને બદલે માસિક, ત્રણ મહિને અથવા છ મહિને હપ્તાવાર પૈસા મેળવવાનો વિકલ્પ પણ મળી શકે છે.

19 નવેમ્બરના રોજ યોજાયેલી EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની 240મી બેઠકમાં PF ઉપાડ સંબંધિત અનેક મહત્વપૂર્ણ સુધારાઓને મંજૂરી આપવામાં આવી હતી. તેમાં ખાતામાં જરૂરી લઘુત્તમ બેલેન્સ ઘટાડવા અને નોકરી છોડ્યા બાદ અંતિમ PF ઉપાડ માટેનો રાહ જોવાનો સમયગાળો ઓછો કરવાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, EPFO 3.0 હેઠળ સમગ્ર ટેકનિકલ સિસ્ટમને આધુનિક બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે. ચાલો જાણીએ આ ચાર મોટા ફેરફારો અને તેનાથી PF ખાતાધારકોને શું ફાયદો થઈ શકે છે.

1. EPFO 3.0થી બદલાશે PFની સમગ્ર સુવિધાઓ

EPFO પોતાની જૂની ટેકનિકલ સુવિધાઓને અપગ્રેડ કરીને EPFO 3.0 શરૂ કરવાની દિશામાં જઈ રહ્યું છે. તેનો મુખ્ય હેતુ PF ખાતાનું સંચાલન સરળ બનાવવું અને ઉપાડના ક્લેમની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાનો છે. નવી ટેકનોલોજી એવી રીતે તૈયાર કરવામાં આવી રહી છે કે તે આગામી 50 વર્ષ સુધી આશરે 2 અબજ કર્મચારીઓના ડેટાનું સંચાલન કરી શકે. આનાથી ભવિષ્યમાં PF સંબંધિત સેવાઓ વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનવાની આશા છે. રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2027 માં EPFO ​3.0 શરૂ થવાની સંભાવના છે. આ અંતર્ગત, પેપરલેસ સેવાઓને પ્રોત્સાહન આપવામાં આવશે અને કોર બેંકિંગ સિસ્ટમ જેવી કેન્દ્રિય સિસ્ટમ વિકસાવવામાં આવશે.

2. હવે PFના પૈસા ઉપડશે UPIની મદદથી

EPFO દ્વારા PF ખાતાધારકોને વધુ એક મોટી સુવિધા આપવાની તૈયારી ચાલી રહી છે. નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ કર્મચારીઓ UPI મારફતે સીધા પોતાના PFના પૈસા ઉપાડી શકશે. આ માટે BHIM એપનો ઉપયોગ થઈ શકે છે. આ સુવિધા ડિસેમ્બર 2026ના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે. આ નવી સુવિધા દ્વારા ખાતાધારકો પોતાનું કુલ PF બેલેન્સ, ઉપાડ માટે ઉપલબ્ધ રકમ અને ખાતામાં જાળવી રાખવાની જરૂરી રકમ સરળતાથી જાણી શકશે.

3. નિવૃત્તિ બાદ PFની રકમ હપ્તાવાર મળશે

EPFO નિવૃત્ત કર્મચારીઓ માટે PF ઉપાડની પ્રક્રિયામાં પણ ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યું છે. હાલમાં નિવૃત્તિ બાદ કર્મચારીઓ આખી PFની રકમ એકસાથે ઉપાડી શકે છે. પરંતુ નવી વ્યવસ્થામાં તેઓ પોતાની જરૂરિયાત મુજબ દર મહિને, 3 મહિને અથવા 6 મહિને હપ્તામાં રકમ મેળવી શકશે.આ સુવિધાને સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન (SWP) નામ આપવામાં આવ્યું છે.

પ્રારંભિક તબક્કામાં 55 વર્ષથી વધુ ઉંમરના અને 5 લાખથી વધુ PF બેલેન્સ ધરાવતા આશરે 6.32 લાખ સભ્યોને તેનો લાભ મળી શકે છે. હપ્તા મેળવતી વખતે ખાતાધારકનું મૃત્યુ થાય તો તેના નોમિની અથવા આશ્રિત વ્યક્તિ બાકીની રકમ ઉપાડી શકશે અથવા હપ્તા ચાલુ રાખી શકશે. જોકે, આ સુવિધા લાગુ કરવા માટે જરૂરી નિયમોમાં સુધારા થવાના બાકી છે.

4. હવે PF ખાતામાં પોતાની મરજીથી પણ પૈસા જમા કરી શકાશે

EPFO વધુ એક નવી સુવિધા શરૂ કરવાની તૈયારીમાં છે, જેના દ્વારા કર્મચારીઓ પોતાના UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર)નો ઉપયોગ કરીને સીધા PF ખાતામાં સ્વૈચ્છિક યોગદાન આપી શકશે. આ ઉપરાંત, અન્ય વ્યક્તિઓ અથવા સંસ્થાઓ દ્વારા પણ PF ખાતામાં નાની રકમ જમા કરાવવાની વ્યવસ્થા બનાવવાનો પ્રસ્તાવ છે. ઉદાહરણ તરીકે, ડિલિવરી પાર્ટનરને મળતી ટિપ અથવા કોઈ અન્ય વ્યક્તિ કે સંસ્થા તરફથી મળતું યોગદાન પણ PF ખાતામાં જમા થઈ શકશે.

Gold-Silver Rate Today: સોનાના ભાવમાં મોટો કડાકો, ચાંદી પણ ગગડી! PM મોદીની વાત માનનાર બચી ગયા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">