AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરત નકલી ડિમોલિશન વિવાદ, હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની મહત્વપૂર્ણ દલીલો, જુઓ Video

સુરત નકલી ડિમોલિશન વિવાદમાં હાઈકોર્ટમાં રાજ્ય સરકારે દલીલ કરી કે મનપા કમિશનર-ચેરમેનને બોલાવવાથી રાજકીય ફાયદો ઉઠાવાય છે. સરકારે અધિકારીઓની વ્યક્તિગત હાજરી બિનજરૂરી ગણાવી.

Breaking News : સુરત નકલી ડિમોલિશન વિવાદ, હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની મહત્વપૂર્ણ દલીલો, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2026 | 4:04 PM
Share

સુરતમાં ચર્ચાસ્પદ બનેલા નકલી ડિમોલિશન વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા કરવામાં આવેલી અરજી પર કોર્ટમાં દલીલો રજૂ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે, મનપા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને હાઈકોર્ટમાં બોલાવવામાં આવે તો તેનો રાજકીય ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. બંને વ્યક્તિઓ ખૂબ જ સિનિયર છે, તેમ છતાં તેમને આ રીતે કોર્ટમાં બોલાવી તેમની મજાક બનાવવામાં આવી રહી હોવાની રજૂઆત પણ સરકાર તરફથી કરવામાં આવી હતી.

સરકારે વધુમાં જણાવ્યું હતું કે, કોર્ટમાં સુનાવણી દરમિયાન જે કંઈ પણ થાય છે તેની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે. સુરત ગુજરાતનાં મહત્ત્વનાં શહેરોમાંનું એક છે અને આ મામલે જનરલ બોર્ડમાં લેવામાં આવેલા નિર્ણય સહિતની અન્ય બાબતો અંગે સરકારી પક્ષના વકીલ પણ કોર્ટમાં રજૂઆત કરી શકે છે. આ માટે અધિકારીઓને વ્યક્તિગત રીતે હાજર રાખવાની આવશ્યકતા ન હોવાની દલીલ પણ કરવામાં આવી હતી.

બીજી તરફ, પીડિત પરિવારે અધિકારીઓનાં વારંવાર બદલાતાં નિવેદનો સામે સવાલો ઉઠાવ્યા હતા. ખાસ કરીને અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ આપવાના મુદ્દે અગાઉ કરવામાં આવેલી રજૂઆતો અને નિવેદનો અંગે પણ પીડિત પક્ષે કોર્ટમાં સવાલો ઉઠાવ્યા હતા.

અધિકારીઓના વકીલ દ્વારા પણ આ પ્રકારના કેસમાં અધિકારીઓની વ્યક્તિગત હાજરી જરૂરી ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે આ સમગ્ર મામલે હાઈકોર્ટની આગામી કાર્યવાહી અને કોર્ટ દ્વારા કરવામાં આવતી નોંધ પર સૌની નજર રહેશે.

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં સૂકું વાતાવરણ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">