કૂતરાઓને પણ હોય છે જીવવાનો અધિકાર, ભૂખ્યા બાંધી રાખવાથી થઈ શકે છે સજા

|

Oct 04, 2022 | 11:50 PM

કૂતરાઓની (Dogs) સાથે હેરાનગતિ કરવામાં આવે તો તેના માટે સંવિધાનમાં સજાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કૂતરાઓ માટે કેટલાક કાયદાઓ વિશે.

કૂતરાઓને પણ હોય છે જીવવાનો અધિકાર, ભૂખ્યા બાંધી રાખવાથી થઈ શકે છે સજા
Knowledge News
Image Credit source: TV9 gfx

Follow us on

Knowledge News : દુનિયામાં સૌથી વધારે પાળવામાં આવતુ પ્રાણી કૂતરો છે. કૂતરો સૌથી વધારે વફાદાર પ્રાણી માનવામાં આવે છે પણ છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં પાલતુ અને શેરીના કૂતરાઓ અંગે ભારે ચર્ચા થઈ રહી છે. ઘણા સમયથી કૂતરાઓ દ્વારા હેરાનગતિ અને કરડવાના કિસ્સા વધ્યા છે. જેના કેસ હાલ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છે. આપણા બંધારણમાં સામાન્ય લોકોની જેમ કૂતરાઓને પણ જીવવાનો અધિકાર આપવામાં આવે છે. કૂતરાઓની (Dogs) સાથે હેરાનગતિ કરવામાં આવે તો તેના માટે બંધારણમાં સજાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કૂતરાઓ માટે કેટલાક કાયદાઓ વિશે.

કૂતરાઓનો મૂળ નિવાસનો અધિકાર

બંધારણમાં પ્રાણી ક્રૂરતા નિરોધક અધિનિયમ 1960 છે, જેમાં સમયે સમયે સંશોધન સુધારા થતુ રહે છે. વર્ષ 2002માં થયેલા એક સંશોધન મુજબ, શેરીના કૂતરાઓને દેશના મૂળ નિવાસી માનવામાં આવે છે. તેઓ જ્યાં ઈચ્છે ત્યાં રહી શકે છે. તેમને કોઈ ભગાવી કે હટાવી શકે નહીં.

જીવવાનો અધિકાર

પ્રાણી ક્રૂરતા અધિનિયમની કલમ 428 અને 429 મુજબ જો શેરીના કૂતરાઓ સાથે ક્રૂરતા ભરેલુ વર્તન થશે, તેમને મારવામાં આવે કે અપંગ કરી નાંખવામાં આવે તો નિયમો મુજબ તેમને 5 વર્ષની સજા થઈ શકે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જ્યાંથી પકડયા હોય ત્યાં જ છોડવા

કૂતરાઓની વધતી વસ્તીને રોકવા માટે એન્ટી બર્થ કંટ્રોલ કાયદા 2001 બનાવવામાં આવ્યો હતો. તે મુજબ કૂતરાઓની વસ્તી પર લગામ લગાવવા નગરપાલિકા, પશુ કલ્યાણ સંસ્થા કે અન્ય એનજીઓ જો શેરીના કૂતરાઓને શેરી-મહોલામાંથી પકડે છે તો નસબંધી કર્યા પછી તેને ત્યાં જ છોડવો પડે છે. ગમે ત્યાં છોડી દેવાથી તે અપરાધ સાબિત થશે.

હડકાયેલા કૂતરાને મારી નાખવુ અપરાધ છે

જો કૂતરો ઝેરીલો અથવા હડકાયેલો છે તો તેના કરડવાથી માણસને જીવનું જોખમ રહે છે. તેને મારી નાંખવો સારો વિકલ્પ નથી. તેને પ્રાણી કલ્યાણ સંગઠનનો સંપર્ક કરીને તેનો સોંપી દેવો જોઈએ.

કૂતરાને પાળવાના પણ નિયમ

જો તમને કૂતરા પાળવાનો શોખ છે તો તેના માટેના પણ કેટલાક નિયમો છે. સૌથી પહેલા અલગ અલગ પ્રકારની વેક્સીન યોગ્ય સમય પર આપવી પડશે. તેની સાથે દરવાજા પણ કૂતરાથી સાવધાન બોર્ડ લગાવવુ પડશે. જો તમે તેને ઘરની બહાર લઈ જાઓ છો તો તેના મોંઢા પર માસ્ક બાંધવુ પડશે. જેથી તે બીજાને કરડે નહીં.

ભૂખ્યા અને બાંધીને રાખવા પર સજા

જો તમે કૂતરાને લાંબા સમય સુધી બાંધી રાખો છો કે તેને ભોજન નથી આપતા તો તે અપરાધ સાબિત થશે. ફરિયાદ મળતા 3 મહિનાની સજા થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર, દેશમાં 8 કરોડ શેરીમાં રખડતા કૂતરા છે.

Next Article