Current Affairs 25 May 2023 : જાણો ભાલા ફેંકમાં વિશ્વનો નંબર વન ખેલાડી અને હરદીપ સિંહ પુરીએ ક્યા મેગા કેમ્પેઈનની કરી શરૂઆત

TV9 GUJARATI

|

Updated on: May 25, 2023 | 5:50 PM

Current Afairs 2023 : સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે.

Current Affairs 25 May 2023 : જાણો ભાલા ફેંકમાં વિશ્વનો નંબર વન ખેલાડી અને હરદીપ સિંહ પુરીએ ક્યા મેગા કેમ્પેઈનની કરી શરૂઆત
Current Affairs 25 May 2023

Follow us on

અહીં મુખ્ય પરીક્ષાઓની તૈયારી માટે 25 મે 2023 ના રોજ ગુજરાતીમાં કરન્ટ અફેર્સ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. જેના દ્વારા તમે તમારી પરીક્ષાની તૈયારી માટે દૈનિક વર્તમાન બાબતો વિશે જાણી શકો છો. કરન્ટ અફેર્સના જ્ઞાન સાથે આપણે આપણા સમાજની જ નહીં પરંતુ દેશ અને વિશ્વમાં થતી તમામ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવીએ છીએ. આ સાથે ભારતની તમામ મુખ્ય પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નો ચોક્કસપણે પૂછવામાં આવે છે.

આ પણ વાંચો : Current Affairs 2023 : કોણ જાહેર કરે છે રાજ્ય ઉર્જા કાર્યક્ષમતા સૂચકાંક ? વાંચો ટોપ 10 કરન્ટ અફેર્સ

જુઓ નીચે આપેલા કરન્ટ અફેર્સ…….

  1. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ‘હેરિસ પાર્ક’નું નામ બદલીને ‘લિટલ ઈન્ડિયા’ કરવામાં આવ્યું છે.
  2. હાલમાં ભારતીય રેલવેએ ‘બાંગ્લાદેશ’ને 20 બ્રાન્ડ ગેજ લોકોમોટિવ્સ સોંપ્યા છે.
  3. તાજેતરમાં ‘અમરદીપ સિંહ ઔજલા’ને ભારતીય સેનાના નવા MGS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  4. સૌરભ ગાંગુલી ત્રિપુરા રાજ્યના ટુરીઝમ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે.
  5. હાલમાં બાંગ્લાદેશ અને યુએસ દેશ વચ્ચે સંયુક્ત નૌકા કવાયત ‘ચટોગ્રામ’ શરૂ થઈ છે.
  6. તાજેતરમાં ટાટા કેમિકલ્સે ‘આર મુકુન્દન’ને તેના નવા એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે.
  7. તાજેતરમાં જ ભારતનો ‘નીરજ ચોપરા’ પુરુષોના ભાલા ફેંકમાં વિશ્વનો નંબર વન ખેલાડી બન્યો છે.
  8. ‘ડૉ કે ગોવિંદરાજ’ને ‘બાસ્કેટબોલ ફેડરેશન ઑફ ઈન્ડિયા’ના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
  9. તાજેતરમાં ‘બેંક ઓફ બરોડા’ એ તેના ગ્રાહકો માટે લાઈવ વીડિયો ચેટ અને વેબ ચેટ શરૂ કરી છે.
  10. ઓડિશા રાજ્યના ‘કપિલેશ્વર મંદિર’ને ASIના સંરક્ષિત સ્મારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
  11. મુંબઈમાં તાજેતરમાં ‘ડિજિટલ ઈન્ડિયા ડાયલોગ’નું આયોજન કરવામાં આવ્યું છે.
  12. શુભમન ગિલ હાલમાં IPLની એક સિઝનમાં 700થી વધુ રન બનાવનારા સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
  13. ચીન વિશ્વનું સૌથી મોટું કાર ઉત્પાદક બન્યું છે.
  14. છત્તીસગઢ રાજ્યમાં ઓલ ઈન્ડિયા રેડિયોએ ‘ગોંડી બોલી’માં સાપ્તાહિક બુલેટિન બહાર પાડ્યું છે.
  15. ઝારખંડ રાજ્યમાં દેશની સૌથી મોટી હાઈકોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે.
  16. હરદીપ સિંહ પુરીએ ‘માય લાઈફ, માય ક્લીન સિટી’ મેગા કેમ્પેઈનની શરૂઆત કરી છે.
  17. 76મી ‘વર્લ્ડ હેલ્થ એસેમ્બલી’ સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં યોજાઈ છે.
  18. ઇંગ્લિશ પ્રીમિયર લીગ 2022-23નું ટાઇટલ ‘માન્ચેસ્ટર સિટી’ દ્વારા જીતવામાં આવ્યું છે.
  19. નાસાએ ‘જિયોસ્પેશિયલ ફાઉન્ડેશન મોડલ’ માટે IBM ટેકનોલોજી કંપની સાથે જોડાણ કર્યું છે.
  20. ભારત દેશ વર્ષ 2024માં ‘ક્વાડ લીડર્સ સમિટ’નું આયોજન કરશે.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati