ઘરે બેઠા જાણો તમારું સોનુ અસલી છે કે નકલી, આ સરકારી એપ જાહેર કરશે ગુણવત્તા
આજકાલ તમે દરેક બાબતમાં ભેળસેળ અથવા તો છેતરપિંડી જોવા મળે છે. કેટલીક જગ્યાએ ઠગાઈથી બેંક એકાઉન્ટ ખાલી કરવામાં આવી રહ્યા છે, તો કેટલીક જગ્યાએ નકલી સોનું અસલીના નામે લાખો રૂપિયામાં પધરાવવામાં આવી રહ્યું છે. જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે છેતરપિંડીથી બચવા માટે સરકારી એપનો ઉપયોગ કરી શકો છો. આના દ્વારા તમે જાણી શકશો કે તમારી પાસે જે સોનું છે તે અસલી છે કે નહીં.

સોનું અસલી છે કે નકલી? તે જાણવા માટે તમે સરકારી એપનો ઉપયોગ કરી શકો છો. લગ્નની સિઝન લગભગ આવી ગઈ છે. ઘણા લોકોના ઘરોમાં હાલમાં લગ્નસરાને લઈને સોનાની ખરીદી ચાલી રહી છે. જો કે, લોકોના મનમાં એક પ્રશ્ન વારંવાર આવે છે કે તેમણે ખરીદેલી જ્વેલરી અસલી છે કે નકલી. ભલે વિશ્વાસુ જ્વેલર્સ હોય છતા, જે સોનુ કે દાગીના ખરીદવામાં આવે છે તે શુદ્ધ સોનાના છે કે તેમા ભેળસેળ કરવામાં આવી છે.
આવા પ્રશ્નોના નિરાકરણ માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સે પાછલા વર્ષોમાં એક મોબાઈલ એપ લોન્ચ કરી હતી. જેનો ઉપયોગ કેવી રીતે કરવો તે ઘણા લોકો જાણતા નથી. સોનાના ખરીદદારો બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની ‘BIS કેર એપ’ની મદદ લઈ શકે છે. તે તમને તમામ ISI અને હોલમાર્ક-પ્રમાણિત સોના અને ચાંદીના દાગીનાને ટ્રેક કરવામાં મદદ કરી શકે છે.
આજકાલના દિવસોમાં સોનાનો ભાવ 85 હજાર રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે તેના અસલી અને ભેળસેળ યુક્ત સોનાને કેવી રીતે ઓળખવું તે જાણવું જોઈએ.
કેવી રીતે તપાસવું કે સોનુ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત ?
BIS કેર એપ્લિકેશન દ્વારા, વપરાશકર્તાઓ વાસ્તવિક સમયમાં હોલમાર્કવાળા સોનાના દાગીનાની શુદ્ધતાની પુષ્ટિ કરે છે. આ એપ એન્ડ્રોઈડ અને એપલ આઈફોન યુઝર્સ માટે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. BIS વેબસાઇટ FAQ મુજબ, સોનાના દાગીનાનું હોલમાર્કિંગ 6 કેટેગરીમાં કરી શકાય છે, જેમાં 14K, 18K, 20K, 22K, 23K અને 24Kનો સમાવેશ થાય છે.
આ એપ્લિકેશન દ્વારા, તે કોઈપણ ઉત્પાદન અથવા આઇટમ પર ISI માર્ક, હોલમાર્ક અને CRS નોંધણી ચિહ્નની અધિકૃતતાની ચકાસણી કરે છે. ફક્ત ઉત્પાદન અથવા આઇટમ પર દર્શાવેલ લાઇસન્સ નંબર/HUID નંબર/રજીસ્ટ્રેશન નંબર લખો અને તમને ઉત્પાદકનું નામ અને સરનામું, લાઇસન્સ અથવા નોંધણીની માન્યતા, લાઇસન્સ અથવા નોંધણી જેવી બધી વિગતો મળશે.
BIS કેર એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો
આ માટે તમારે પહેલા એપ ડાઉનલોડ કરીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ISI અને હોલમાર્ક દ્વારા થશે. વેરીફાઈ લાયસન્સ વિગતો પર ક્લિક કરો. હવે તમે ચિહ્ન સાથે ઉત્પાદનની અધિકૃતતા ચકાસી શકો છો.
હોલમાર્કવાળી જ્વેલરી વસ્તુઓને HUID નંબર વડે ઓળખી શકાય છે. HUID એટલે હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર. નોંધ કરો કે બિલ પર છ અંકનો HUID કોડ લખાયેલો હોવો જરૂરી નથી. તેથી, તમે જ્યાંથી સોનુ કે દાગીનાની ખરીદી કરી રહ્યા છો તે સ્ટોરમાંથી તમને આ કોડ વિશે માહિતી મળશે.