AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌથી વધારે અને સૌથી ઓછું ભથ્થુ કયા રાજ્યના ધારાસભ્યોને મળે છે? જાણો

તમિલનાડુમાં તમામ ધારાસભ્યોને સરકારી વાહન, તેમના ભરણપોષણ અને ઓફિસ આસિસ્ટન્ટ માટે દર મહિને વધારાના 1 લાખ આપવામાં આવશે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે આ રકમ ધારાસભ્યોના માસિક પેકેજમાં ઉમેરવામાં આવશે. તો ચાલો જાણીએ ક્યા રાજ્યમાં ધારાસભ્યોને કેટલું ભથ્થું મળે છે.

સૌથી વધારે અને સૌથી ઓછું ભથ્થુ કયા રાજ્યના ધારાસભ્યોને મળે છે? જાણો
Image Credit source: AI
| Updated on: Aug 20, 2026 | 8:54 AM
Share

તમિલનાડુમાં ધારાસભ્યોની સુવિધાન લઈ મોટી જાહેરાત કરાઇ છે. 19 ઓગસ્ટ 2026ના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે રાજ્યના તમામ 234 ધારાસભ્યો માટે સરકારી વાહન અને દર મહિને 1 લાખ રુપિયાની સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 75 હજાર રુપિયા વાહનનો ખર્ચ તરીકે અને 25 હજાર રુપિયા કાર્યાલય સહાયક તરીકે આપવામાં આવશે.

અલગ અલગ રાજ્યોમાં ધારાસભ્યોને કેટલું ભથ્થું મળે છે?

ભારતમાં, સમગ્ર દેશમાં ધારાસભ્યોનો પગાર એકસમાન નથી. બંધારણ હેઠળ, સંસદ સાંસદોના પગાર નક્કી કરે છે, જ્યારે ધારાસભ્યોના પગાર અને ભથ્થા સંબંધિત રાજ્ય વિધાનસભાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ જ કારણ છે કે વિવિધ રાજ્યોમાં મૂળભૂત પગાર અને ભથ્થાનું માળખું નોંધપાત્ર રીતે બદલાય છે.

દરેક રાજ્યમાં ધારાસભ્યોને કેટલું ભથ્થું મળે છે?

  • તેલંગાણા – 2.50 લાખ
  • દિલ્હી – અંદાજે 2.10 લાખ
  • મધ્યપ્રદેશ – 2.10 લાખ
  • ઉત્તરપ્રદેશ – 1.87 લાખ
  • બિહાર – 1.65 લાખ
  • મહારાષ્ટ્ર – 1.60 લાખથી વધુ
  • ઝારખંડ – 1.51 લાખ
  • પંજાબ – 1.10 લાખ
  • તમિલનાડુ – અંદાજે 1.13 લાખ
  • ગુજરાત – 1.27 લાખ
  • આંધ્રપ્રદેશ – 1.25 લાખ
  • હિમાચલ પ્રદેશ – 1.25 લાખ
  • છત્તીસગઢ – 1.35 લાખ
  • કર્ણાટક – 63,500
  • કેરળ – 43,750
  • રાજસ્થાન – 55,000

રાજ્યોમાં ધારાસભ્યોના ભથ્થામાં તફાવત કેમ છે?

તેલંગણામાં ધારાસભ્યને મળનાર કુલ માસિક પેકેજ દેશમાં સૌથી વધારે પેકેજમાંથી એક છે. ઉપલબ્ધ 2026માં આ અંદાજે 2.50 લાખ રુપિયા જણાવવામાં આવ્યો હતો. આ બેસિક પગાર અપેક્ષાકૃત છે. પરંતુ અલગ અલગ ભથ્થાના કારણે કુલ રકમ ખુબ વધી જાય છે. આનો અર્થ એ થયો કે ફક્ત ધારાસભ્યના પગારને જોવું એ તેમની કમાણી સમજવા માટે પૂરતું નથી. મતવિસ્તાર, મુસાફરી, ઓફિસ, સ્ટાફ, ટેલિફોન, રહેઠાણ અને અન્ય ખર્ચાઓ પણ મહત્વપૂર્ણ છે. તેથી, ધારાસભ્ય ભથ્થામાં તફાવત રાજ્યથી રાજ્યમાં બદલાય છે.

સાંસદો અને ધારાસભ્યોના પગારમાં આટલો ફરક કેમ છે?

સૌથી મોટું કારણ એ છે કે, ધારાસભ્યોનો પગાર રાજ્ય નક્કી કરે છે. જ્યારે સાંસદનો પગાર કેન્દ્રના કાનુન અને નિયમ હેઠળ નક્કી થાય છે. આ માટે કોઈ પણ રાજ્યમાં કુલ માસિક રકમ સાંસદના પગારથી વધારે જોવા મળે છે. બીજું કારણ એ છે કે, પગાર અને કુલ પેકેજ અલગ વસ્તુ છે. ઉદાહરણ માટે કોઈ પણ ધારાસભ્યને 50 હજાર રુપિયાનું મુળ વેતન મળી શકે છે. પરંતુ પરંતુ મતવિસ્તાર, મુસાફરી, ઓફિસ અને અન્ય ભથ્થાં ઉમેર્યા પછી, કુલ રકમ અનેક ગણી વધી શકે છે.

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો

Follow Us
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં રસ વધશે
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં રસ વધશે
ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ
ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ
આસારામના ગેરકાયદેસર આશ્રમ પર તંત્રનો સપાટો...
આસારામના ગેરકાયદેસર આશ્રમ પર તંત્રનો સપાટો...
એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'
એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'
અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી
અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી
કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...
કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...
નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'
નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'
વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ
વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ
પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video
પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
g clip-path="url(#clip0_868_265)">