AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ દેશમાં મેદસ્વી કે Over Weight હોવું ગેરકાયદેસર, જો જાડિયા થઈ ગયા તો શું મળે છે સજા?

આ દેશમાં અજીબોગરીબ કાયદાને કારણે વિશ્વમાં સૌથી ઓછો સ્થૂળતા દર અહીં જ જોવા મળે છે. કાયદા ઉપરાંત, અહીંના લોકોનો આહાર અને ત્યાંની પરિવહન વ્યવસ્થા પણ અમુક અંશે લોકોને પાતળા થવામાં ભૂમિકા ભજવે છે. અહીંના લોકોના આહારમાં માછલી, શાકભાજી અને ભાતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે પગપાળા ચાલવાનુ કલ્ચર છે. પણ જો આમ છત્તા પણ જાડીયા થઈ ગયા તો..

આ દેશમાં મેદસ્વી કે Over Weight હોવું ગેરકાયદેસર, જો જાડિયા થઈ ગયા તો શું મળે છે સજા?
Being obese or overweight is illegal in this country
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 1:16 PM
Share

દુનિયાના અલગ-અલગ દેશોમાં કેટલાક એવા કાયદા છે, જેને જાણીને ચક્કર આવી જાય છે. આ કાયદાઓ જાણ્યા પછી, આપણે આપણી જાતને પૂછવાનું શરૂ કરીએ છીએ કે શું ખરેખર આવું છે? જાપાનમાં આવો જ એક કાયદો છે, જે ખૂબ જ વિચિત્ર છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જાપાની લોકો જાડા કેમ નથી લાગતા? દરેક વ્યક્તિ પાતળા દેખાય છે. ખરેખર, તેની પાછળનું કારણ છે જાપાનનો કાયદો, જે લોકોને જાડા થવા દેતો નથી. જાપાનમાં, વધુ વજન (over weight)અથવા મેદસ્વી કે જાડું હોવું ગેરકાયદેસર છે.

જાપાનના આ અજીબોગરીબ કાયદાને કારણે વિશ્વમાં સૌથી ઓછો સ્થૂળતા દર અહીં જ જોવા મળે છે. કાયદા ઉપરાંત, જાપાનના લોકોનો આહાર અને ત્યાંની પરિવહન વ્યવસ્થા પણ અમુક અંશે લોકો પાતળા થવામાં ભૂમિકા ભજવે છે. અહીંના લોકોના આહારમાં માછલી, શાકભાજી અને ભાતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે પગપાળા ચાલવાનુ કલ્ચર છે જેના કારણે પણ લોકો મેદસ્વી થતા નથી પણ તેમ છત્તા પણ કોઈ વ્યક્તિ મેદસ્વી કે ઓવર વેટ થઈ જાય છે તો કાયદા મુજબ તેના પર કાર્યવાહી થઈ શકે છે.

સ્થૂળતા અંગે લાવવામાં આવેલા કાયદાને શું છે?

સ્થૂળતા અંગે જાપાનમાં લાવવામાં આવેલા કાયદાને Metabo Law કહેવામાં આવે છે. તે 2008 માં જાપાનના આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ કાયદા દ્વારા 40 થી 74 વર્ષની વયના પુરૂષો અને મહિલાઓની કમરનું વાર્ષિક માપન લેવામાં આવે છે. પુરુષોની કમરનું કદ 33.5 ઇંચ છે અને સ્ત્રી માટે તે 35.4 ઇંચ છે.

જાપાનમાં આ કાયદો શા માટે લાવવામાં આવ્યો?

મેટાબો કાયદો લાવવામાં આવ્યો હતો કારણ કે જાપાનમાં વૃદ્ધ લોકોની મોટી વસ્તી છે. આ તમામની સારવાર કરવાની જવાબદારી સરકારની છે. આવી સ્થિતિમાં સરકાર ઈચ્છતી નથી કે મેદસ્વીતાને કારણે કોઈને ડાયાબિટીસ જેવી બીમારી થાય. જો આવું થાય, તો સારવારમાં ઘણો ખર્ચ થશે. તેથી જ આ કાયદો લાવવામાં આવ્યો છે.

ઓવર વેટ હોવાની સજા શું છે?

જો કે, જાપાનમાં મેદસ્વી હોવા માટે કોઈ સત્તાવાર સજા નથી. પરંતુ આ સિવાય પણ એવી ઘણી વસ્તુઓ છે જે લોકોને પાતળા બનાવે છે. જો કોઈ જાડું હોય તો તેણે સ્લિમ બનવા માટે ક્લાસ લેવા પડે છે. આ વર્ગનું આયોજન આરોગ્ય વીમા કંપની દ્વારા કરવામાં આવે છે. આ સિવાય મેદસ્વી વ્યક્તિ જે કંપનીમાં કામ કરે છે ત્યાંથી પણ અલગ થઈ જાય છે. આ વ્યક્તિ પર માનસિક દબાણ બનાવે છે.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">