શું મિસરના મહાન ફિરૌન (મહારાજા) પાછળ હતી ભારતની તાકાત? મિસરના શક્તિશાળી સામ્રાજ્યનું સિંધુ-સરસ્વતી કનેક્શન શું હતુ?
મરીન ઈતિહાસકાર નિક કોલિન્સનું માનવુ છે કે સિંધુ-સરસ્વતિ સભ્યતાએ મિસરમાં ફિરૌનના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના અનુસાર, પ્રાચીન ભારતની આર્થિક શક્તિઓને દેશની બહાર વેપાર વધારવાને પ્રોત્સાહન આપ્યુ. જેમા મિસર એક શક્તિશાળી સામ્રાજ્ય બન્યુ. ઇતિહાસકાર નિક કોલિન્સના મતે, સિંધુ-સરસ્વતી સભ્યતાનો મિસરના ફારોહના ઉદયમાં મહત્વનો ફાળો રહ્યો છે. ભારતની આર્થિક શક્તિ અને વ્યાપારિક સંબંધોથી મિસરનું શક્તિશાળી સામ્રાજ્ય બન્યું. મિસરમાં મળેલી કલાકૃતિઓ અને સાંસ્કૃતિક સામ્યતાઓ આ દાવાને બળ પુરૂ પાડે છે. આ સંબંધ વેપાર માર્ગો અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન દ્વારા સ્થાપિત થયો હતો.

મિસરની પ્રાચીન સભ્યતા સમગ્ર દુનિયાને આકર્ષિત કરે છે. મિસરમાં બનેલા પિરામીડ હોય કે નાઈલ નદીની તળેટીમાં રહેલી વેલી ઓફ કિંગ્સમાંથી મળેલી ફિરોનનું મમી (પિરામીડ) હોય, દુનિયાને આજે પણ મિસરનો પ્રાચીન વૈભવ આશ્વર્ચર્ય ચકિત કરી રહ્યો છે. આશ્ચર્ય એ વાતનું કે આખરે હજારો વર્ષ પહેલા આટલુ ભવ્ય અને વૈભવી સામ્રાજ્ય કેવી રીત બન્યુ હશે. આ બધા વચ્ચે એક સવાલ એ પણ થાય કે શું તેની પાછળ કોઈ ભારતીય સભ્યતાની તાકાત હતી. મરીન ઈતિહાસકાર નિક કોલિન્સ માને છે કે સિંધુ-સરસ્વતિ ક્ષેત્રમાં વિકસિત થયેલી સભ્યતાએ મિસરમાં ફિરોનના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હશે. ફિરોન એટલે શુ? (Pharaoh of Egypt) ફિરોન એ મિસરના પ્રાચીન રાજાઓને આપવામાં આવતી એક ઉપાધિ/શિર્ષક હતી. ફિરોન માત્ર રાજકીય નેતા નહોતા, તેઓ ધર્મગુરુ અને ભગવાન તરીકે પણ પુજાતા. function loadTaboolaWidget() { ...
