GK Quiz : વિમાનની શોધ કોણે કરી હતી ? જાણો ક્યારે ભરી હતી પ્રથમ ઉડાન
જનરલ નોલેજ વધારવાની ઘણી રીતો છે. એક રીત છે કે નિયમિતપણે સમાચાર અને અખબારો વાંચો. આ ઉપરાંત તમે ક્વિઝ રમીને પણ સરળતાથી જનરલ નોલેજને યાદ રાખી શકો છો. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબ લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.

GK Quiz : જનરલ નોલેજ (general knowledge) કે જેને ટૂંકમાં GK તરીકે પણ ઓળખવામાં આવે છે. જનરલ નોલેજમાં વિજ્ઞાન, કળા, સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન ઘટનાઓ અને અન્ય વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજ વધારવાની ઘણી રીતો છે. એક રીત છે કે નિયમિતપણે સમાચાર અને અખબારો વાંચો. આ ઉપરાંત તમે ક્વિઝ રમીને પણ સરળતાથી જનરલ નોલેજને યાદ રાખી શકો છો. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબ લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.
આ પણ વાંચો GK Quiz: ભારતના કયા શહેરને ‘ડોલર સિટી’ તરીકે ઓળખવામાં આવે છે ? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
પ્રશ્ન – કયા શહેરને કુસ્તીબાજોનું શહેર કહેવામાં આવે છે? જવાબ – કોલ્હાપુરને
પ્રશ્ન – વિશ્વમાં સૌથી સસ્તું સોનું ક્યા દેશોમાં મળે છે? જવાબ – દુબઈ, હોંગકોંગ, થાઈલેન્ડ
પ્રશ્ન – વસ્તીની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? જવાબ -ઉત્તર પ્રદેશ
પ્રશ્ન – ભારતના છેલ્લા હિન્દુ રાજા કોણ હતા? જવાબ – પૃથ્વી રાજ ચૌહાણ
પ્રશ્ન – ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે? જવાબ – મેઘાલય
પ્રશ્ન – મુઘલ વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ – બાબરે
પ્રશ્ન – ભારતનું રાષ્ટ્રીય પ્રતીક શું છે? જવાબ – અશોક ચક્ર
પ્રશ્ન – દેશમાં હિન્દી બાદ બીજી સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? જવાબ – બંગાળી
પ્રશ્ન – અંગ્રેજોના કયા કાયદાને કાળો કાયદો કહેવામાં આવે છે? જવાબ – રોલેટ એક્ટ કાયદો
પ્રશ્ન – ભગતસિંહની સાથે કોને ફાંસી આપવામાં આવી હતી? જવાબ – રાજગુરુ અને સુખદેવને
પ્રશ્ન – દેશના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? જવાબ – સરદાર વલ્લભભાઈ પટેલ
પ્રશ્ન – વિમાનની શોધ કોણે કરી હતી? જવાબ – અમેરિકન રાઈટ બંધુઓએ
ઓરવીલ અને વિલ્બર નામના અમેરિકન રાઈટ બંધુઓએ વિમાનની શોધ કરી હતી. એવું કહેવાય છે કે તેમના દ્વારા બનાવવામાં આવેલા વિમાને 17 ડિસેમ્બર 1903ના રોજ તેની પ્રથમ સફળ ઉડાન ભરી હતી.