GK Quiz: ભારતના કયા શહેરને ‘ડોલર સિટી’ તરીકે ઓળખવામાં આવે છે ? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે પણ ઉમેદવારોની ક્ષમતા માપવા માટે જનરલ નોલેજને લગતા સવાલ પૂછવામાં આવે છે, ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક સવાલોના જવાબ લઈને આવ્યા છીએ, જે તમને ઉપયોગી થશે.

GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા છો, તો તમે જાણતા હશો કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે પણ ઉમેદવારોની ક્ષમતા માપવા માટે જનરલ નોલેજને લગતા સવાલ પૂછવામાં આવે છે, ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક સવાલોના જવાબ લઈને આવ્યા છીએ, જે તમને ઉપયોગી થશે.
પ્રશ્ન – ભારતમાં હાલ કેટલા રાજ્યો છે ? જવાબ – 28
પ્રશ્ન – ભારતની સૌથી નાની નદીનું નામ શું છે? જવાબ – આ નદીનું નામ અરવારી છે, જે રાજસ્થાનમાં વહે છે. તેની લંબાઈ 90 કિમી છે
પ્રશ્ન – કયા દેશમાં સેના નથી ? જવાબ – આઇસલેન્ડ એકમાત્ર એવો દેશ છે જેની પાસે સેના નથી
પ્રશ્ન – કયો જીવ સૌથી વધુ ખોરાક ખાય છે? જવાબ – બ્લુ વ્હેલ
પ્રશ્ન – ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી? જવાબ – ગેલિલિયોએ
પ્રશ્ન – ભારતમાં તાળાઓનું મહત્તમ ઉત્પાદન ક્યાં થાય છે? જવાબ – અલીગઢમાં
પ્રશ્ન – શું તમે જાણો છો કે વિશ્વભરમાં ઇન્ટરનેટ પરનો 80% ટ્રાફિક કોના પરથી આવે છે? જવાબ – સર્ચ એન્જિનમાંથી
પ્રશ્ન – ભારતમાં કયા અનાજનો સૌથી વધુ વપરાશ થાય છે? જવાબ – ચોખા
પ્રશ્ન – મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ – ગુજરાતના પોરબંદરમાં
પ્રશ્ન – વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે? જવાબ – અહેવાલો અનુસાર, સોમાલિયા વિશ્વનો સૌથી ભ્રષ્ટ દેશ છે
પ્રશ્ન – ભારતના કયા શહેરને ‘ડોલર સિટી’ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ – તમિલનાડુ રાજ્યના ત્રિપુરા શહેરને
તમિલનાડુ રાજ્યના ત્રિપુર શહેરને ‘ડોલર સિટી’ તરીકે ઓળખવામાં આવે છે. આ શહેર તેના ઉપનામને કારણે વિદેશમાં પણ પ્રખ્યાત છે. આ શહેરમાં કાપડનું મોટાપાયે કામ થાય છે. અહીં ઉનના કપડાંની સિલાઇ કરવામાં આવે છે, જે વિદેશમાં મોકલવામાં આવે છે. અહીંથી લગભગ 90 ટકા કપડાં વિદેશમાં નિકાસ થાય છે. તેનાથી લાખો લોકોને રોજગાર પણ મળે છે. તેથી આવક પણ ડોલરમાં થાય છે, જેના કારણે તેને ‘ડોલર સિટી’ તરીકે ઓળખવામાં આવે છે.