T-20: દિલ્હી કેપીટલ્સને હરાવ્યા પછી કે.એલ.રાહુલ પણ ચોકી ઉઠ્યો, કહ્યુ ખોટુ નહી બોલુ પણ દંગ હતો

T-20: દિલ્હી કેપીટલ્સને હરાવ્યા પછી કે.એલ.રાહુલ પણ ચોકી ઉઠ્યો, કહ્યુ ખોટુ નહી બોલુ પણ દંગ હતો

કિંગ્સ ઇલેવન પંજાબ એ ટી-20 લીગમાં લગાતાર ત્રીજી જીત મેળવી છે, નિકોલસ પુરણની ધમાકેદાર અર્ધશતક ના સહારે, ને પાંચ વિકેટે હરાવી દીધુ હતુ. મેચ પછી પંજાબના કેપ્ટન કેએલ રાહુલ ખુબ જ ખુશ હતો અને તેણે ટીમની રમત પર સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ એ વાત પર પણ રાહતનો શ્વાસ લીધો હતો કે ટીમે અંતિમ ઓવરના પહેલા જ જીત મેળવી હતી.  પંજાબની ટીમે સિઝનમાં રમત તો સારી દાખવી હતી પરંતુ, ફિનીશ સારી રીતે નહી કરી શકવાને લઇને જીતથી કેટલીક વાર તેના થી દુર રહી ગઇ હતી.

દિલ્હી કેપીટલ્સ સાથેની મેચ બાદ રાહુલ એ કહ્યુ હતુ કે, દરેક મેચમાં મારા દીલની ધડકન વધી જાય છે. જોકે 19 મી ઓવરમાં જ મેચ જીતી લેવાને લઇને સારુ લાગી રહ્યુ છે. જુઠ નહી કહુ પણ મને પણ ચોંકાવનારો અહેસાસ થયો હતો. મેચને લાંબી નહી ખેંચવી જોઇએ, વિશેષ રુપે ત્યારે જ કે જ્યારે છ બેટ્સમેન અને એક ઓલરાઉન્ડર હોય. બધી ટીમો આ અંગે વાત કરે છે કે જામી ચુકેલા બેટ્સમેને મેચને ખતમ કરવી જોઇએ, ટોપ ઓર્ડર ના ચારમાંથી કોઇએક બેટ્સમેને આમ કરવુ જોઇએ, અમારે આ વિશે જ કામ કરવુ પડશે.

READ  T-20 લીગ: સિઝનમાં આ 2 મોંઘાદાટ ખેલાડીઓ તેમની ટીમના માટે સફેદ હાથી સાબિત થઈ રહ્યા છે, કરોડો રુપિયા મેળવ્યા બાદ છે સુપર ફ્લોપ

પંજાબની જીતને લઇને મોહમંદ શામીની પણ ભુમીકા રહી હતી. તેણે ચાર ઓવરમાં 28 રન આપીને બે વિકેટ પણ ઝડપી હતી. રાહુલે પણ શામીની રમતને લઇને ખુશી દર્શાવી હતી. તેમણે કહ્યુ કે શામીએ પાછળની મેચનો આત્મવિશ્વાસ જાળવી રાખ્યો હતો. તે ટીમનો સિનિયર બોલર છે. તે ત્રણ વર્ષ થી ટીમની સાથે છે, અને દરેક મેચ ની સાથે તે પોતાને સારો બનાવવા પ્રયાસ કરે છે.

READ  ગાંધીનગર: આજે મળશે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, પેટાચૂંટણીમાં ઉમેદવારીનો યાદી અંગે થશે ચર્ચા

મેક્સવેલ માટે પણ પંજાબને ચિંતા સતાવી રહી છે. જોકે દિલ્હી સામે મેક્સવેલ ની રમત ના સંકેત સારા દર્શાવ્યા હતા. તેણે 24 બોલમાં 33 રન બનાવ્યા હતા. તેના માટેના સવાલના જવાબમાં પણ રાહુલે કહ્યુ હતુ કે, મૈક્સવેલ એક શાનદાર ટીમનો સભ્ય છે. તે નેટમાં પણ સારી બેટીંગ કરે છે. તેનો સપોર્ટ કરવો જરુરી છે. આશા છે કે આગળની મેચોમાં પણ હવેની રમત થી તે પ્રેરણાં મેળવે.

પંજાબે પોતાની અગાઉની મેચ મુંબઇ ઇન્ડિયન્સની સામે જીતી હતી. તે મેચમાં બે સુપર ઓવર સુધી સ્થિતી પહોંચી ગઇ હતી. આ અંગે રાહુલે કહ્યુ હતુ કે, તે મેચ પછી તે સુઇ શક્યો નહોતો. તે યાદને સામાન્ય કરવામાં ખુબ વાર લાગી હતી. સારી રાત તે વિશે મગજમાં કંઇને કંઇ ચાલતુ રહ્યુ હતુ. વારંવાર એજ વાત આવી રહી હતી કે, મેચને સુપર ઓવર પહેલા પણ જીતી શકાઇ હોત. જોકે રમતમાં આજ વાત શાનદાર છે કે તે તમને વિનમ્ર બનાવે છે, રમત ખેલાડીઓ કરતા મોટી હોય છે.

READ  પાકવીમા યોજના મુદ્દે વિધાનસભામાં વીમા કંપનીઓને લાભાલાભના આંકડાઓનો ખુલાસો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments