Lodha Developers IPO: ત્રીજા પ્રયાસ દ્વારા 2500 કરોડ રૂપિયા એકત્રિત કરશે કંપની, 7 એપ્રિલે ખુલશે IPO

Lodha Developers IPO:શેરબજારમાં રોકાણ કરવા માટે આ વર્ષ લાજવાબ માનવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં લોન્ચ થયેલા તમામ IPO એ રોકાણકારોને ખૂબ સારુંવળતર આપ્યું છે

Lodha Developers IPO: ત્રીજા પ્રયાસ દ્વારા 2500 કરોડ રૂપિયા એકત્રિત કરશે કંપની, 7 એપ્રિલે ખુલશે IPO
Follow Us:
| Updated on: Apr 02, 2021 | 7:54 AM

Lodha Developers IPO:શેરબજારમાં રોકાણ કરવા માટે આ વર્ષ લાજવાબ માનવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં લોન્ચ થયેલા તમામ IPO એ રોકાણકારોને ખૂબ સારુંવળતર આપ્યું છે.આવતા અઠવાડિએ વધુ એક તક આવી રહી છે. ભારતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલોપર્સ લોઢા ડેવલપર્સ(Lodha Developers) શેર બજારમાં લિસ્ટ થવા માટે તૈયાર છે. 2500 કરોડ રૂપિયા માટે કંપની 7 મી એપ્રિલના રોજ પોતાનો IPO લોન્ચ કરશે અને તે 9 એપ્રિલ સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે.

લોઢા ડેવલપર્સ IPO વિશે જાણો લોઢા ડેવલપર્સે આ આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ 483-486 રૂપિયામાં નક્કી કરી છે. લોટ 30 શેર્સનો છે આ આઇપીઓમાં 50% શેર સંસ્થાકીય ખરીદદારો (QIP) માટે અનામત રહેશે. 15% શેર બિન-સંસ્થાકીય ખરીદદારો માટે અને 35% છૂટક રોકાણકારો માટે અનામત રહેશે. ઉપરાંત, 30 કરોડના શેર કંપનીના કર્મચારીઓ માટે અનામત છે. કંપનીએ આ આઈપીઓ માટે 10 જેટલી રોકાણ કંપનીઓને તેના મુખ્ય મેનેજર તરીકે નિયુક્ત કરી છે.

પહેલા 2 પ્રયાસ કર્યા હતા આ પહેલા, લોઢા ડેવલપર્સ સપ્ટેમ્બર 2009 માં IPO શરૂ કરવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. આ પછી, 2018 માં, કંપનીએ ફરીથી આઈપીઓ દ્વારા 2800 કરોડ રૂપિયા ઉભા કરવાનો પ્રયાસ કર્યો. 2008 માં વૈશ્વિક મંદીના કારણે કંપનીએ તેની યોજના પાછી ખેંચી લીધી. વર્ષ 2018 માં મંદી અને સ્થાવર મિલકત ક્ષેત્રે નબળી માંગને કારણે કંપનીનો IPO નો પ્લાન સફળ થયો નહિ. હવે કંપનીનો આ ત્રીજો પ્રયાસ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ભંડોળનો ઉપયોગ ક્યાં થશે લોઢા ડેવલપર્સ IPO દ્વારા તેના 10 ટકા હિસ્સાને ઘટાડશે. IPOમાં મુખ્યત્વે શેરના પ્રાઈમરી ઇશ્યુનો સમાવેશ કરવામાં આવશે. આઈપીઓના ભંડોળનો ઉપયોગ કંપનીના દેવાને ઘટાડવા, જમીન હસ્તગત કરવા અને નવા પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે કરવામાં આવશે. લોઢા ડેવલપર્સના લક્ઝરી પ્રોડક્સ્ટની માંગ છે. મુંબઈનું ટ્રમ્પ ટાવર તેનું ઉદાહરણ છે. કંપનીએ વિદેશમાં પણ ઘણા પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.

કંપની નાણાકીય સ્થિતિ આ આઈપીઓના નાણાંમાંથી 1500 કરોડ રૂપિયા કંપની તેના દેવું ઘટાડવા માટે ખર્ચ કરશે. ઉપરાંત, 375 કરોડ રૂપિયા જમીનની ખરીદીમાં અને સામાન્ય કોર્પોરેટની જરૂરિયાતોને પહોંચી વળવા માટે થશે. ડિસેમ્બર 2020 સુધીમાં કંપનીનું કુલ દેવું 18,662.19 કરોડ રૂપિયા છે. ડિસેમ્બરમાં કંપનીની કુલ આવક ક્વાર્ટર રૂ 3,160.49 કરોડ હતું જ્યારે કંપનીને રૂ 264.30 કરોડનું નુકસાન થયું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">