શું બાળકો પણ શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે ? જાણો શું છે નિયમ

એ હકીકત છે કે બાળકમાં એટલી ક્ષમતા નથી હોતી કે સ્ટોક્સ અથવા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકે. આ માટે ફક્ત તેના 'વાલી'એ આગળ આવું પડે છે. બાળકના નામે કરેલા તમામ રોકાણો કોઈ વાલી અથવા માતાપિતાની દેખરેખ હેઠળ કરવામાં આવે છે.

શું બાળકો પણ શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે ? જાણો શું છે નિયમ
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 9:07 AM

બાળકોના સારા ભવિષ્યનું નિર્માણ કરવા તમે તમારા નામે ઘણા રોકાણો કરી શકો છો. રોકાણના વિકલ્પોમાં સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ પણ શામેલ છે. તમે બાળક માટેનું રોકાણ બાળકના નામે પણ કરી શકો છો . આ માટે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું આવશ્યક છે. સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં, ખાતાધારકના નામ તરીકે બાળકનું નામે રાખી શકાય છે પરંતુ કાગળની કાર્યવાહી તેના પિતા મારફતે કરવામાં આવે છે.

એ હકીકત છે કે બાળકમાં એટલી ક્ષમતા નથી હોતી કે સ્ટોક્સ અથવા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકે. આ માટે ફક્ત તેના ‘વાલી’એ આગળ આવું પડે છે. બાળકના નામે કરેલા તમામ રોકાણો કોઈ વાલી અથવા માતાપિતાની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. રોકાણ માટે બાળકની ઉંમર સાબિત કરવા માટે જન્મ પ્રમાણપત્રની જરૂર રહેશે. બાળક અને માતાપિતા વચ્ચેના સંબંધને સાબિત કરવા માટે દસ્તાવેજ પણ આપવો આવશ્યક છે. બાળકના નામે રોકાણ શરૂ કરતા પહેલા માતાપિતાએ તેની બેંક વિગતો, પાન અને કેવાયસીના જરૂરી દસ્તાવેજ સબમિટ કરવાની રહેશે.

બાળકોના ખાતા માટે આ શરત રહેશે રોકાણ બાળકના નામે શરૂ થશે પરંતુ માતાપિતાએ પૈસા તેના બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરવા પડશે. જો કે રોકાણની સંપૂર્ણ માલિકી બાળકની રહેશે. બાળકના નામે રોકાણ માટે ખોલાયેલ ખાતું જોઈન્ટ એકાઉન્ટ હશે નહીં કે તે ખાતામાં કોઈ નીમીનીનું નામ હશે નહીં. સ્ટોક અથવા મ્યુચ્યુઅલ ફંડના કિસ્સામાં માતાપિતા બાળકના ડીમેટ, ટ્રેડિંગ અથવા બેંક એકાઉન્ટનું સંચાલન કરશે. આ માટે બાળક અને તેના માતાપિતાએ તેમનો પાન આપવો પડશે પછીજ સ્ટોક અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ થશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

બાળકો શેર બજારમાં કેવી રીતે રોકાણ કરી શકે? આ માટે એક માઈનર ટ્રેડિંગ એકાઉન્ટ હોય છે. આ એકાઉન્ટ માતાપિતા દ્વારા બાળકના નામે શરૂ કરવામાં આવે છે જેના દ્વારા શેર બજારમાં રોકાણ શરૂ થાય છે. માઈનર ટ્રેડિગ એકાઉન્ટ દ્વારા જ નાણાં બાળકના નામે ઇક્વિટી ડિલીવરી ટ્રેડમાં નાણાંનું રોકાણ કરી શકાય છે. ઇક્વિટી ઇન્ટ્રાડે, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ અને કરન્સી ડેરિવેટિવ્ઝમાં બાળકો રોકાણ કરી શકતા નથી. જ્યારે સગીર પુખ્ત વયે પહોંચે છે ત્યારે તેનું ટ્રેડિંગ એકાઉન્ટ બંધ થઈ શકે છે. હવે તે પુખ્ત વયના બાળકના નામે એક નવું ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવામાં આવે છે અને તેમાં અગાઉનું એકાઉન્ટ શિફ્ટ કરવામાં આવે છે. કેટલીક શરતો છે કે જે નવા વેપાર અથવા ડીમેટ ખાતાને ખોલવા માટે પૂર્ણ કરવી આવશ્યક છે. તમે પુખ્ત વયના બાળકના નામે એક સાથે 3-in-1 એકાઉન્ટ એટલે કે બેંક, ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલી શકો છો.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા શું કરવું? નાના બાળકો તેમના માતાપિતાની મદદથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની ન્યૂનતમ મર્યાદા 18 વર્ષ છે. ત્યાં કોઈ મહત્તમ વય મર્યાદા નિર્ધારિત નથી. આ કિસ્સામાં જો તમારે સગીર બાળકના નામે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો કેટલાક જરૂરી નિયમોનું પાલન કરવું પડશે. રોકાણ માટે કોઈ પણ બાળકના નામે મૂલ્યનું પ્રમાણપત્ર, માર્કશીટ, રાજ્યોના વિવિધ બોર્ડ, આઇસીએસઇ, સીબીએસઇના લિવિંગ સર્ટિફિકેટ, બાળકના નામે પાસપોર્ટ અને જન્મ તારીખના પુરાવા આપી શકે છે. આગળ જો બાળક તેના માતાપિતા સાથે ન રહે અથવા માતાપિતાનું મૃત્યુ થાય છે તો તેણે કેટલાક અલગ દસ્તાવેજો સબમિટ કરવા પડશે. જો નવા વાલી નિમય છેતો તેના પાન અને કેવાયસી દસ્તાવેજો સબમિટ કરવા પડશે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">